યુરોપ ના કાકેશસ ક્ષેત્ર માં સ્થિત એક દેશ From Wikipedia, the free encyclopedia
આર્મેનિયા (આર્મેનિયા) યુરોપ ના કાકેશસ ક્ષેત્ર માં સ્થિત એક દેશ છે. આની રાજધાની યેરેવન છે. ૧૯૯૦ પૂર્વે આ સોવિયત સંઘ નું એક અંગ હતું જે એક રાજ્યના રૂપમાં હતો. સોવિયત સંઘમાં એક જનક્રાન્તિ તથા રાજ્યો ની આઝાદી ના સંઘર્ષ બાદ આર્મેનિયાને ૨૩ અગસ્ત ૧૯૯૦ ના સ્વતંત્રતા પ્રદાન કરી દેવાઈ, પરતું આની સ્થાપનાની ઘોષણા ૨૧ સપ્ટેમ્બર, ૧૯૯૧ માં થયેલ તથા આને અંતરરાષ્ટ્રીય માન્યતા ૨૫ ડિસેંબર ના મળી. આની સીમાઓ તુર્કી, જૉર્જિયા, અઝેરબીન અને ઈરાન થી લાગેલ છે. અહીં ૯૭.૯ ટકા થી વધુ આર્મેનિયાઈ જાતીય સમુદાય ના સિવાય ૧.૩% યજ઼િદી, ૦.૫% રશિયન અને અન્ય અલ્પસંખ્યક નિવાસ કરે છે. આર્મેનિયા પ્રાચીન ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહર વાળો દેશ છે. આર્મેનિયા ના રાજા એ ચોથી શતાબ્દીમાં જ ઈસાઈ ધર્મ ગ્રહણ કરી લીધો હતો. આ પ્રકારે આર્મેનિયા રાજ્ય ઈસાઈ ધર્મ ગ્રહણ કરવા વાળો પ્રથમ રાજ્ય છે.[૬]દેશમાં આર્મેનિયાઈ એપોસ્ટલિક ચર્ચ સૌથી મોટો ધર્મ છે.[૭] આ સિવાય અહીં ઈસાઈયોં, મુસલમાનોં અને અન્ય સંપ્રદાયોં નો નાનકડો સમુદાય છે. અમુક ઈસાઈઓની માન્યતા છે કે નોહ આર્ક અને તેનો પરિવાર અહીં આવી વસી ગયો હતો. આર્મેનિયા (હયાસ્તાન) નો અર્મેનિયાઈ ભાષા માં અર્થ છે કે જમીન છે. છેક નોહ ના પર-પરપૌત્રનું નામ હતું.
Հայաստանի Հանրապետություն Hayastani Hanrapetutyun આર્મેનિયા ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: આર્મેનિયન: Մեկ Ազգ , Մեկ Մշակույթ (અનુવાદ) Mek Azg, Mek Mshakouyt (અનુવાદ) "એક દેશ, એક સંસ્કૃતિ" | |
રાષ્ટ્રગીત: મેર છેયર્નિક ("હમારા પિતૃદેશ") | |
![]() | |
રાજધાની and largest city | યેરેવાન 40°16′N 44°34′E |
અધિકૃત ભાષાઓ | આર્મેનિયન[૧] |
સરકાર | રાષ્ટ્રપતિ અધીન ગણરાજ્ય[૨] |
• રાષ્ટ્રપતિ | સર્જ સર્ગશ્યાન |
ટિગરાન સર્ગશ્યાન | |
સ્વતંત્રતા સોવિયત સંઘ થી | |
• ઘોષણા | ૨૩ ઓગસ્ટ ૧૯૯૦ |
• સ્થાપના | ૨૧ સપ્ટેમ્બર ૧૯૯૧ |
વિસ્તાર | |
• કુલ | 29,800 km2 (11,500 sq mi) (૧૩૯મો 1) |
• જળ (%) | ૪.૯૧ |
વસ્તી | |
• २०१६ અંદાજીત | ૨,૯૮૬,૧૦૦[૩] (૧૩૩મો) |
૩,૦૧૮,૮૫૪ | |
• ગીચતા | 100/km2 (259.0/sq mi) (૭૪મો) |
GDP (PPP) | ૨૦૦૫ અંદાજીત |
• કુલ | $13,650,000,000 [૫] (૧૧૮મો) |
• Per capita | $૪,૬૦૦ [૫] (૧૧૯મો) |
માનવ વિકાસ દર (HDI) (2015) | 0.743 high · 84 મી |
ચલણ | દ્રામ (AMD) |
સમય વિસ્તાર | UTC+૪ (UTC) |
• ઉનાળુ (DST) | UTC+૫ (DST) |
ટેલિફોન કોડ | +૩૭૪ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .am |
૧ નાગોર્નો-કારાબાખ ક્ષેત્ર માં શામિલ નથી. |
આર્મેનિય઼ાનું કુલ ક્ષેત્રફળ ૨૯,૮૦૦ કિ.મી² (૧૧,૫૦૬ વર્ગ માઈલ) છે જેમાં ૪.૭૧% જલીય ક્ષેત્ર છે. અનુમાનતઃ (જુલાઈ ૨૦૦૮) અહીંની જનસંખ્યા ૩,૨૩૧,૯૦૦ છે તથા પ્રતિ વર્ગ કિમી ઘનત્વ ૧૦૧ વ્યક્તિ છે. અહીંની જનસંખ્યાનો ૧૦.૬% ભાગ અંતર્રાષ્ટ્રીય ગરીબી રેખા (અમરીકી ડાલર ૧.૨૫ પ્રતિદિન) ની નીચે નિવાસ કરે છે.[૮] આર્મેનિયા ૪૦થી અધિક અંતર્રાષ્ટ્રીય સંગઠનોં નો સદસ્ય છે. આમાં સંયુક્ત રાષ્ટ્ર, યુરોપ પરિષદ, એશિયાઈ વિકાસ બેંક, સ્વતંત્ર દેશોં નો રાષ્ટ્રકુળ, વિશ્વ વ્યાપાર સંગઠન તથા ગુટ નિરપેક્ષ સંગઠન આદિ પ્રમુખ છે.
ઇતિહાસ ના પાના પર આર્મેનિયા નો આકાર ઘણી બાર બદલાયો છે. આજનું આર્મેનિયા પોતાના પ્રાચીન આકારનું ખૂબ જ નાનું સ્વરૂપ છે. ૮૦ ઈ.પૂ. માં આર્મેનિયા રાજશાહીની અંતર્ગત વર્તમાન તુર્કી નો અમુક ભૂ-ભાગ, સીરિયા, લેબનાન, ઈરાન, ઇરાક, અજ઼રબૈજાન અને વર્તમાન આર્મેનિયાનો ભૂ-ભાગ સમ્મિલિત હતાં. ૧૯૨૦ થી લઈ ૧૯૯૧ સુધી આર્મેનિયા એક સામ્યવાદી દેશ હતો. આ સોવિયત સંઘ નો એક સદસ્ય હતો. આજે આર્મેનિયા ની તુર્કી અને અઝેરબીજાન ને લગેલ સીમા સંઘર્ષને લીધે બંધ રહે છે. નાગોર્નો-કારાબાખ પર આધિપત્ય ને લઈ ૧૯૯૨ માં આર્મેનિયા અને અકઝેરબીન વચ્ચે લડ઼ાઈ થઈ હતી જે ૧૯૯૪ સુધી ચાલી હતી. આજે આ જમીન પર આર્મેનિયાનો અધિકાર છે પણ અઝરબીજાન હજી પણ જમીન પર પોતાનો અધિકાર બતાવે છે.
ઢાંચો:આર્મેનિયા ચિહ્નિત માનચિત્ર આર્મેનિયા દસ પ્રાંતોં (મર્જ઼) માં વહેંચાયેલું છે. પ્રત્યેક પ્રાંતના મુખ્ય કાર્યપાલક (માર્જ઼પેટ) આર્મેનિયા સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. આ શહેરોમાંથી યેરવાન શહેરને રાજધાની શહેર(કઘાક઼) (Երևան) હોવાને કારણે વિશિષ્ટ દરજ્જો મળેલો છે. યેરવાનના મુખ્ય કાર્યપાલક મહાપૌર હોય છે, તેમ જ તેમને રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. દરેક પ્રાંતમાં સ્વ-શાસિત સમુદાય (હમાયન્ક) હોય છે. વર્ષ ૨૦૦૭ના આંકડાઓ અનુસાર આર્મેનિયામાં ૯૧૫ સમુદાય હતા, જેમાંથી ૪૯ શહેરી તેમ જ ૮૬૬ ગ્રામીણ છે. રાજધાની યેરવાન શહેરી સમુદાય છે,[૯] જે ૧૨ અર્ધ-સ્વાયત્ત જિલ્લાઓમાં પણ વહેંચાયેલા છે.
Seamless Wikipedia browsing. On steroids.