દક્ષિણ-પૂર્વ યુરોપ અને પશ્વિમ એશિયામાં આવેલો દેશ From Wikipedia, the free encyclopedia
તુર્કી કે તુર્કસ્તાન (તુર્કી: Türkiye, તુર્કિયે) યુરેશીયા ખંડમાં સ્થિત એક દેશ છે. આની રાજધાની અંકારા છે. આની મુખ્ય- અને રાજભાષા તુર્કી ભાષા છે. આ દુનિયા નો એકલો[સંદર્ભ આપો] મુસ્લિમ બહુમત વાળો દેશ છે જે ધર્મનિરપેક્ષ છે. આ એક લોકતાંત્રિક ગણરાજ્ય છે. આના એશિયાઈ ભાગને અનાતોલીયો અને યુરોપીય ભાગને થ્રેસ કહે છે.
ઈસા ના લગભગ ૭૫૦૦ વર્ષ પહલા માનવ વસવાટના પ્રમાણ અહીં મળ્યાં છે. હિટ્ટી સામ્રાજ્ય ની સ્થાપના ૧૯૦૦-૧૩૦૦ ઈસા પૂર્વ માં થઈ હતી. ૧૨૫૦ ઈસ્વી પૂર્વે ટ્રૉય ની લડાઈ માં યવનોં (ગ્રીક) એ ટ્રૉય શહેર ને નેસ્તનાબૂત કરી દીશો અને આસપાસ ના ક્ષેત્રો પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી લીધું. ૧૨૦૦ ઈસાપૂર્વ થી તટીય ક્ષેત્રોં માં યવનોનું આગમન આરંભ થયું. છઠ્ઠી સદી ઈસા પૂર્વ માં ફ઼ારસ ના શાહ સાઈરસ એ અનાતોલીધો પર પોતાનો અધિકાર જમાવી લીધો. આના લગભગ ૨૦૦ વર્ષોં પછી ૩૩૪ ઇસ્વીપૂર્વ માં સિકન્દર એ ફારસિઓ ને હરાવી આની પર પોતાનો અધિકાર કર્યો. ત્યારબાદ સિકંદર અફઘાનિસ્તાન થઈ ભારત સુધી પહોંચી ગયો હતો. ઇસા પૂર્વ ૧૩૦ ઇસ્વીમાં અનાતોલીધો રોમન સામ્રાજ્યનું અંગ બન્યો. ઈસા ના પચાસ વર્ષ બાદ સંત પૉલ એ ઈસાઈ ધર્મનો પ્રચાર કર્યો અને સન ૩૧૩ માં રોમન સામ્રાજ્ય એ ઈસાઈ ધર્મને અપનાવી લીધો. આના અમુક વર્ષોંમાં જ કાન્સ્ટેંટાઈન સામ્રાજ્ય પેદા થયું અને કોન્સ્ટેટિનોપલ આની રાજધની બનાઈ ગઈ. છઠી સદીમાં બિઝેન્ટાઇન સામ્રાજ્ય પોતાના ચરમ પર હતું પણ ૧૦૦ વર્ષોં ની ભીતર મુસ્લિમ અારબોએ આની પર પોતાનો અધિકાર જમાવી લીધો. બારમી સદીમાં ધર્મયુદ્ધોમાં ફસાયેલ રહ્યાં બાદ બિઝેન્ટાઇન સામ્રાજ્યના પતનનો આરંભ થઈ ગયો. સન ૧૨૮૮ માં ઑટોમન સામ્રાજ્યનો ઉદય થયો અને સન ૧૪૫૩ માં કોન્સ્ટેટિનોપલનું પતન થયું. આ ઘટનાને યુરોપમાં પુનર્જાગરણ લાવવામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં રશિયા સાથે શત્રુતા આરંભ થઈ અને ૧૮૫૪માં ક્રીમિયાનું યુદ્ધ થયું. પ્રથમ વિશ્વયુદ્ધ માં તુર્કી એ જર્મની નો સાથ આપ્યો . ૧૯૧૯ માં મુસ્તફા કમાલ પાશા (અતાતુર્ક) એ દેશ ના આધુનિકીકરણનો આરંભ કર્યો. તેમણે શિક્ષા, પ્રશાસન, ધર્મ ઇત્યાદિ ના ક્ષેત્રોમાં પારંપરિકતા છોડી અને તુર્કીને આધુનિક રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત કર્યો. સંયુક્ત રાષ્ટ્રસંઘનો સ્થાપક સદસ્ય દેશ બન્યા બાદ, તુર્કીએ ૧૯૫૪ માં નાટો ની સદસ્યતા લીધી. ૧૯૯૦ના દશકમાં દેશમાં મુદ્રાસ્ફીતિ ૭૦% સુધી વધી ગઈ હતી.
તુર્કીને ૮૧ રાજ્યોમાં વહેંચવામાં આવ્યો છે. આને વ્યવસ્થા અને ખાસકરીને જનગણનામાં સગવડ માટે ૭ પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે. જોકે આ પ્રદેશોનું પ્રશાસનિક રીતે કોઈ મહત્વ નથી.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.