From Wikipedia, the free encyclopedia
અમરસિંહ ભીલાભાઈ ચૌધરી (૩૧ જુલાઇ ૧૯૪૧ - ૧૫ ઓગસ્ટ ૨૦૦૪) ઇ.સ. ૧૯૮૫ થી ઇ.સ. ૧૯૮૯ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
અમરસિંહ ચૌધરી | |
---|---|
ગુજરાતના ૮મા મુખ્યમંત્રી | |
પદ પર ૬ જુલાઇ ૧૯૮૫ – ૯ ડિસેમ્બર ૧૯૮૯ | |
પુરોગામી | માધવસિંહ સોલંકી |
અનુગામી | માધવસિંહ સોલંકી |
અંગત વિગતો | |
જન્મ | ડોલવણ, વ્યારા તાલુકો, સુરત જિલ્લો (હવે તાપી જિલ્લામાં) | 31 July 1941
મૃત્યુ | 15 August 2004 63) અમદાવાદ, ગુજરાત | (ઉંમર
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | ગજરાબેન અને નિશા ગામેતી[1] |
સંતાનો | તુષાર ચૌધરી, તેજસ ચૌધરી, પ્રજ્ઞેશ ચૌધરી |
તેમનો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામ ખાતે રહેતા આદિવાસી કુટુંબમાં થયો હતો. તેમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી સિવિલ ઇજનેરની પદવી મેળવેલ હતી. રાજકારણમાં આવવા પૂર્વે તેઓ ગુજરાત સરકાર ના સિંચાઈ વિભાગ માં ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા.
તેઓ જૂન ૨૦૦૧ થી જુલાઇ ૨૦૦૨ સુધી તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ પદે રહ્યા. ઇ.સ. ૨૦૦૨માં તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષનાં નેતા તરીકે ચુંટાયા હતા.
જુલાઇ ૨૪ ૨૦૦૪નાં તેઓને કિડની અને લિવરની માંદગીને કારણે અમદાવાદમાં દવાખાનામાં દાખલ કરાયા, જ્યાં લાંબી માંદગી અને હ્રદયરોગનાં હુમલાને કારણે ૧૫ ઓગસ્ટ ૨૦૦૪ના દિવસે તેમનું અવસાન થયું.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.