From Wikipedia, the free encyclopedia
માધવસિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા, ગુજરાતના મુખ્ય મંત્રી અને ભારતના વિદેશ મંત્રી હતા. તેઓએ ત્રણ વખત ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળેલું. તેઓ "ખામ થિયરી" માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવેલા.[1]
માધવસિંહ સોલંકી | |
---|---|
ગુજરાતના ૭માં મુખ્યમંત્રી | |
પદ પર ૨૪ ડિસેમ્બર, ૧૯૭૬ – ૧૦ એપ્રિલ, ૧૯૭૭ | |
પુરોગામી | રાષ્ટ્રપતિ શાસન |
અનુગામી | બાબુભાઈ જશભાઈ પટેલ |
પદ પર ૭ જૂન, ૧૯૮૦ – ૬ જુલાઇ, ૧૯૮૫ | |
પુરોગામી | રાષ્ટ્રપતિ શાસન |
અનુગામી | અમરસિંહ ચૌધરી |
પદ પર ૧૦ ડિસેમ્બર, ૧૯૮૯ – ૪ માર્ચ, ૧૯૯૦ | |
પુરોગામી | અમરસિંહ ચૌધરી |
અનુગામી | ચીમનભાઈ પટેલ |
અંગત વિગતો | |
જન્મ | પીલુદરા, મહેસાણા જિલ્લો, બરોડા રાજ્ય | 30 July 1927
મૃત્યુ | 9 January 2021 93) | (ઉંમર
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
સંતાનો | ભરતસિંહ સોલંકી |
૧૯૮૧માં ગુજરાત સરકાર દ્વારા સામાજીક અને આર્થિક પછાત વર્ગ માટે આરક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું, જે બક્ષી પંચની ભલામણો પર આધારિત હતું. તેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં દેખાવો થયા હતા, જે પાછળથી કોમી રમખાણોમાં પરિણમ્યા હતા. માધવસિંહ સોલંકીએ ૧૯૮૫માં રાજીનામું આપ્યું હતું પરંતુ તેમની ખામ મત થિયરી (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ સમુદાયના મતો) વડે તેઓ ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતીને સત્તા પર પરત ફર્યા હતા.[2]
૯ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ તેમનું અવસાન થયું હતું.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.