સીપુ નદી
ગુજરાત, ભારતમાં આવેલી નદી / From Wikipedia, the free encyclopedia
સીપુ નદી એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ નદીની એક ઉપનદી છે. સીપુ નદી રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લાના સિરોહી અને માઉન્ટ આબુના ડુંગરોમાંથી નીકળે છે.[1] સીપુ નદી દાંતીવાડા બંધથી નીચવાસમાં ૧૨ કી.મી. અંતરે ડીસા પાસે આવેલા ભડથ ગામ પાસે બનાસ નદીમાં મળી જાય છે. સીપુ નદી પર સીપુ ડેમ બાંધવામાં આવ્યો છે.[2]