ગુજરાત, ભારતમાં આવેલી નદી From Wikipedia, the free encyclopedia
બનાસ નદી ભારત દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ગિરિકંદરાઓમાંથી નીકળે છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્છના નાના રણમાં મળી જાય છે. આ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે કુંવારી નદી તરીકે ઓળખાય છે. બનાસ નદીની કુલ લંબાઇ ૨૬૬ કિ.મી. છે જેમાંથી ૫૦ કિમી રાજસ્થાનમાં અને બાકીની લંબાઇ ગુજરાતમાં છે.[1] તેનો સ્ત્રાવ વિસ્તાર ૮,૬૭૪ ચોરસ કિ.મી. જેટલો છે.[2] બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી કરવામાં આવે છે.
બનાસ નદી | |
---|---|
બનાસ નદી | |
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત, રાજસ્થાન |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | અરવલ્લી |
નદીનું મુખ | |
• સ્થાન | કચ્છનું નાનું રણ |
લંબાઇ | ૨૬૬ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | કચ્છનું નાનું રણ |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• ડાબે | ખારી નદી, સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદી |
• જમણે | સીપુ નદી |
બંધ | દાંતીવાડા બંધ |
સીપુ નદી બનાસ નદીના જમણા કાંઠાની મુખ્ય ઉપનદી છે તથા ખારી નદી, ડાબા કાંઠાની મુખ્ય ઉપનદી છે. બનાસ નદીના ડાબા કાંઠા પર અન્ય પાંચ ઉપનદીઓ સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદી મળે છે.
બનાસ નદી પર ૧૦૫ કિ.મી.ના અંતરે દાંતીવાડા બંધ બાંધવામાં આવેલો છે, જેનો સ્ત્રાવ વિસ્તાર ૨,૮૬૨ ચોરસ કિ.મી. જેટલો છે. આ ઉપરાંત સીપુ નદી પર ૬૦ કી.મી.ના અંતરે સીપુ બંધ બાંધવામાં આવેલો છે. જેનો સ્ત્રાવ વિસ્તાર ૧,૨૨૨ ચોરસ કિ.મી. જેટલો છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.