પાનીપત જિલ્લો
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
પાનીપત જિલ્લો (ઉચ્ચાર) ભારતના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યના ૨૨ જિલ્લામાંનો એક જિલ્લો છે. ઐતહાસિક નગર પાનીપત તેનું વહીવટી મુખ્ય મથક અને મુખ્ય શહેર છે.
પાનીપત જિલ્લો | |
---|---|
હરિયાણાનો જિલ્લો | |
હરિયાણામાં પાનીપત જિલ્લાનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ (પાનીપત): | |
દેશ | ભારત |
રાજ્ય | હરિયાણા |
વિભાગ | કરનાલ પ્રાંત[૧][૨] |
મુખ્યમથક | પાનીપત |
તાલુકાઓ | ૧. પાનીપત, 2. સમલખા, 3. ઇસરાના, 4. મદલોદા, 5. બાપોલી |
વિસ્તાર | |
• કુલ | ૧,૨૬૮ km2 (૪૯૦ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૨,૦૫,૪૩૭ |
• ગીચતા | ૯૫૦/km2 (૨૫૦૦/sq mi) |
• શહેરી વિસ્તાર | ૫,૫૫,૦૮૫ |
વસ્તી વિષયક | |
• સાક્ષરતા | 75.94%
|
• લિંગ પ્રમાણ | 864 |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મુખ્ય ધોરીમાર્ગો | NH1, NH71A, NH709AD, SH16 |
લોક સભા મતવિસ્તાર | કરનાલ |
વિધાન સભા મતવિસ્તારો | ૧. પાનીપત ગ્રામ્ય, ૨. પાનીપત શહેર, ૩. ઇસરાના, ૪. સમલખા |
વેબસાઇટ | https://panipat.nic.in/ |
પાનીપત નગર પાંડવોએ સ્થાપેલા પાંચ નગરોમાંનું એક ગણાય છે. તેનું નામ સંસ્કૃત નામ पाण्डवप्रस्थ એટલે કે પાંડવોની નગરી પરથી અપભ્રંશ થઇને પાનીપત પડ્યું હોવાનું મનાય છે. પાંડવોએ સ્થાપેલા અન્ય પાંચ નગરો સોનપ્રસ્થ (હવે સોનીપત), ઇન્દ્રપ્રસ્થ (હવે દિલ્હી), વ્યાગ્રપ્રસ્થ (હવે બાગપત) અને તિલપ્રસ્થ (હવે તિલપત) હતા.
પાનીપતનો વિસ્તાર ઇતિહાસમાં ત્રણ યુદ્ધો - પાનીપતનું પ્રથમ યુદ્ધ (ઇ.સ. ૧૫૨૬), બીજુ યુદ્ધ (ઇ.સ. ૧૫૫૬)[૩][૪] અને ત્રીજું યુદ્ધ (ઇ.સ. ૧૭૬૧) માટે જાણીતો છે. આ ત્રણેય યુદ્ધોએ ભારતીય ઉપખંડનો ઇતિહાસ બદલી નાખવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
૧ નવેમ્બર ૧૯૮૯ના રોજ કરનાલ જિલ્લામાંથી પાનીપત જિલ્લાની રચના કરવામાં આવી હતી. ૨૪ જુલાઇ ૧૯૯૧ના રોજ તે ફરી પાછો કરનાલ જિલ્લામાં ભેળવી દેવાયો હતો. ૧ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ ફરીથી તેને સ્વતંત્ર જિલ્લો બનાવાયો હતો. ૨૦૧૭માં આ જિલ્લાનો સમાવેશ પ્રાંતોની પુન:રચના થવાથી રોહતક પ્રાંતમાંથી કરનાલ પ્રાંતમાં કરવામાં આવ્યો હતો.[૧][૨]
પાનીપત જિલ્લાનો વિસ્તાર ૧,૨૬૮ ચો.કિમી છે. વિસ્તારની દ્રષ્ટિએ તે રાજ્યમાં ૧૯મો ક્રમ ધરાવે છે. રાજ્યમાં માત્ર ગુડગાંવ અને પંચકુલા જિલ્લાઓ જ વિસ્તારમાં તેનાથી નાના છે.
વહીવટ માટે જિલ્લાને બે ઉપ-વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે:
આ ઉપવિભાગોને ત્રણ તાલુકાઓમાં વહેંચવામાં આવ્યા છે:[૫]
જિલ્લામાં ચાર વિધાન સભા બેઠકોનો સમાવેશ થાય છે:
પાનીપત જિલ્લો કરનાલ લોક સભા બેઠક હેઠળ આવે છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર પાનીપત જિલ્લાની વસ્તી ૧૨,૦૫,૪૩૭ છે,[૬] જે લગભગ બહેરીન દેશની વસ્તી[૭] અથવા અમેરિકાના ન્યૂ હેમ્પશાયરની વસ્તી[૮] જેટલી છે. ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ જિલ્લો ૩૯૬મો[૬] અને રાજ્યમાં ૧૦મો[૯] ક્રમ ધરાવે છે. જિલ્લાની વસ્તી ગીચતા દર ચોરસ કિમીએ ૯૫૧ વ્યક્તિઓની છે.[૬] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન જિલ્લાનો વૃદ્ધિ દર ૨૪.૬૦% રહ્યો હતો.[૬] પાનીપતનું જાતિ પ્રમાણ દર ૧૦૦૦ પુરુષોએ ૮૬૪ સ્ત્રીઓનું છે,[૬] અને જિલ્લાનો સાક્ષરતા દર ૭૫.૯૪% છે.
જિલ્લામાં મુખ્ય ઉદ્યોગ હાથવણાટનો છે. અહીંનું વણાટકામ પ્રખ્યાત છે અને દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. સમલખા તાલુકો ખેતીકામના સાધનોના ઉત્પાદન માટે જાણીતો છે.[૧૧]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.