![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/20/Tapi_District.1311.jpg/640px-Tapi_District.1311.jpg&w=640&q=50)
દેવ-ચાંદની નદી
From Wikipedia, the free encyclopedia
દેવચાંદની નદી એ તાપી નદીની એક નાની ઉપ-નદી છે, જે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં થઈને વહે છે.
Quick Facts દેવ-ચાંદની નદી, સ્થાન ...
દેવ-ચાંદની નદી | |
---|---|
![]() દેવચાંદની નદી પરનો છેલ્લો ચેકડેમ | |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત, મહારાષ્ટ્ર |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૨૩.૪૧ કિમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | તાપી નદી |
બંધ કરો
આ નદીની કુલ લંબાઈ ૨૩.૪૧ કિમી. છે. તેનો ઉદભવ મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લામાં આવેલા વિસરવાડીના કેચમેન્ટ એરીયામાં બાંધવામાં આવેલા એક બંધમાંથી થાય છે અને અંત ઉકાઈનાં જળાશયમાં થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બંન્ને રાજ્યો તેનો ઉપયોગ પાણી સંચય માટે કરે છે, જે માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૩-૩ નાના-મોટા ચેકડેમ બાંધવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં તે તાપી જિલ્લામાં આવેલા ઉચ્છલ તાલુકામાં પ્રવેશે છે. ગુજરાતમાં તેની લંબાઇ ૯.૫ કિમી. જેટલી છે. આ નદી વાંકાચુકા વળાંકો વાળી હોવાથી તેના પર વાહન-વ્યવહારના લગભગ ૮ જેટલા પુલો આવેલા છે.
![]() | આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |