ગુજરાત સરકાર
ભારતના ગુજરાત રાજ્યની સરકાર / From Wikipedia, the free encyclopedia
ગુજરાત સરકાર એ ભારતના ગુજરાત રાજ્ય અને તેના ૩૩ જિલ્લાઓનું સંચાલન કરતી સર્વોચ્ચ સત્તા છે. તે ગુજરાત સરકારની આગેવાની હેઠળની ન્યાયિક અને સંચાલન શાખાઓ ધરાવે છે.
Quick Facts રાજધાની, વેબસાઇટ ...
![]() | |
રાજધાની | ગાંધીનગર |
---|---|
વેબસાઇટ | gujaratindia |
બંધારણીય શાખા | |
વિધાનસભા | |
સ્પીકર | નીમાબેન આચાર્ય |
વિધાનસભાના સભ્યો | ૧૮૨ |
સરકારી શાખા | |
ગવર્નર/રાજ્યપાલ | આચાર્ય દેવ વ્રત |
મુખ્યમંત્રી | ભૂપેન્દ્ર પટેલ |
ઉપ મુખ્યમંત્રી | ખાલી |
ન્યાય શાખા | |
હાઇકોર્ટ | ગુજરાત વડી અદાલત |
મુખ્ય ન્યાયમૂર્તિ | અરવિંદ કુમાર |
બંધ કરો
ભારતનાં અન્ય રાજ્યોની જેમ રાજ્યપાલ એ રાજ્યના વડા છે જેમની નિમણુંક ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકારની સલાહ પ્રમાણે કરે છે. રાજ્યના મુખ્યમંત્રી પાસે મોટાભાગની સત્તાઓ હોય છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે અને વિધાનસભા પણ ત્યાં આવેલી છે. ગુજરાતની વડી અદાલત અમદાવાદ ખાતે આવેલી છે.[1]
ગુજરાતની વિધાનસભા ૧૮૨ સભ્યો ધરાવે છે, જેઓ ૫ વર્ષની અથવા વિધાનસભા વિખેરી નખાય ત્યાં સુધીની મુદ્દત ધરાવે છે.[2]