![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9c/Orsang_river.jpg/640px-Orsang_river.jpg&w=640&q=50)
ઓરસંગ નદી
ગુજરાત, ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
ઓરસંગ નદી મધ્ય પ્રદેશમાંથી નીકળી છોટાઉદેપુર નજીક ગુજરાતમાં પ્રવેશે છે. આગળ જતાં તે યાત્રાધામ ચાણોદ ખાતે નર્મદા નદીમાં ભળી જાય છે. તેના પહોળા પટમાં તરબૂચની ખેતી થાય છે. છોટાઉદેપુર, બોડેલી તથા પાવી જેતપુર આ નદીના કિનારે વસેલા મુખ્ય નગરો છે.
Quick Facts ઓરસંગ નદી, સ્થાન ...
ઓરસંગ નદી | |
---|---|
![]() ઓરસંગ નદી, બોડેલી | |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
વહેણ | નર્મદા નદી |
ઉપનદીઓ | |
• ડાબે | હેરણ નદી, સુખી નદી |
બંધ | સુખી બંધ |
બંધ કરો
હેરણ નદી અને સુખી નદી આ નદીની ઉપનદી છે, જે પૈકી સુખી નદી પર ડુંગરવાંટ ગામ પાસે બંધ બાંધી જળાશય બનાવવામાં આવેલ છે.[1]