ઓડિયા ભાષા
ભારતીય ભાષા / From Wikipedia, the free encyclopedia
ઓડિયા (ଓଡ଼ିଆ Oṛiā (મદદ·માહિતી); કે જે અગાઉ ઓરિયા તરીકે ઓળખાતી હતી)[1] એ ભારતના ઓડિશા રાજ્યમાં બોલાતી એક ઈન્ડો-આર્યન (ભારત-આર્યન) ભાષા છે.[2]
તે ઓડિશા (જે અગાઉ ઓરિસ્સા તરીકે ઓળખાતું હતું) ની સત્તાવાર ભાષા છે, [3] જ્યાં ભાષાના મૂળ વક્તાઓ વસ્તીના ૮૨% છે. [4] આ સિવાય પશ્ચિમ બંગાળ, [5] ઝારખંડ, છત્તીસગઢ [6] અને આંધ્રના ભાગોમાં પણ આ ભાષા બોલાય છે.[7] ઓડિયા ભારતની ઘણી સત્તાવાર ભાષાઓમાંની એક છે; તે ઓડિશાની સત્તાવાર ભાષા અને ઝારખંડની બીજી સત્તાવાર ભાષા છે.[8] [9] [10] છત્તીસગઢમાં ઓછામાં ઓછા ૧૦ લાખ લોકોની વસ્તી દ્વારા પણ આ ભાષા બોલાય છે.
લાંબી સાહિત્યિક ઇતિહાસ ધરાવતા અને અન્ય ભાષાઓ પાસેથી મોટા પ્રમાણમાં ઉધાર લીધા ન હોવાના આધારે ઓડિયા એ ભારતમાં ક્લાસિકલ લેંગ્વેજ (પ્રમાણિત ભાષા) તરીકે નિયુક્ત કરવામાં આવેલી છઠ્ઠી ભારતીય ભાષા છે.[11][12]ઓડિયાને ૨૦૧૪માં ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો અપાયો હતો. [13][14] ઓડિયામાં સૌથી પ્રાચીન શિલાલેખ એ ૧૦ મી સદીનો છે.[15]