આસનસોલ (બંગાળી: আসানসোল) ભારત દેશમાં કલકત્તા પછી પશ્ચિમ બંગાળ રાજ્યનું સૌથી મોટું શહેર છે. છોટાનાગપુરના પઠારની લગભગ મધ્યમાં પશ્વિમી સિમા પર સ્થિત આ શહેર ખનીજ પદાર્થો માટે પણ જાણીતું છે. અહીં દેશનું પ્રસિદ્ધ સેનેરૈલ સાઇકલનું કારખાનું આવેલું છે.[1] દસ લાખથી પણ વધું જનસંખ્યા ધરાવતું આ શહેર વર્ધમાન જિલ્લાનો એક તાલુકો પણ છે. વિશ્વમાં સૌથી વધું ઝડપે વિકસી રહેલા ૧૦૦ શહેરોમાં ભારતના મુખ્ય ૭ શહેરો પૈકીનું એક છે. તે કલકત્તાથી ૨૦૦ કિ.મી. દૂર આવેલું છે. દામોદર નદી અહીંથી પસાર થાય છે. શહેરની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કોલસા અને સ્ટીલ પર નિર્ભર છે. આ શહેર ઉત્તર બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડ રાજ્યની સિમાઓને જોડે છે. આસનસોલ નામ બે અલગ-અલગ આસન (દામોદર નદીના પટ પર જોવા મળતી એક વૃક્ષપ્રજાતિ) વૃક્ષો અને સોલભૂમિ/Sol land (ખનીજો માટેની ઉત્કૃષ્ટ ભૂમિ) પરથી પડ્યું છે.

Quick Facts
આસનસોલ
  શહેર  
Thumb
૧૮૮૫માં નિર્મિત આસનસોલનું રેલ્વે સ્ટેશન
આસનસોલનું
પશ્વિમ બંગાળ
અક્ષાંશ-રેખાંશ 23°41′N 86°59′E
દેશ ભારત
રાજ્ય પશ્વિમ બંગાળ
જિલ્લો વર્ધમાન
મહાપૌર તાપસ બેનર્જી
સાંસદ વંશ ગોપાલ ચૌધરી
ધારાસભ્ય પ્રતિવ રંજન મુખર્જી
વસ્તી ૧૦,૬૭,૩૬૯ (2001)
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 97 metres (318 ft)

કોડ
  • • પીન કોડ • 713 309 - 04
    • ફોન કોડ • +0349
    વાહન • WB 38
વેબસાઇટ bardhaman.gov.in/
બંધ કરો

બાહ્ય કડી

સંદર્ભો

  1. सिंह, विक्रमादित्य (जुलाई 1984). भू-दर्शिका, भाग-4,5. कोलकाता: भारती पुस्तक मन्दिर. પૃષ્ઠ 99. Unknown parameter |accessday= ignored (મદદ); Check date values in: |access-date= and |year= (મદદ); |access-date= requires |url= (મદદ)

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.