મરાઠી ભાષા
ભારતના મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા / From Wikipedia, the free encyclopedia
મરાઠી એ એક ઇન્ડો-આર્યન ભાષા છે જે મુખ્યત્વે ભારતના મહારાષ્ટ્રના ૮.૩૧ કરોડ મરાઠી લોકો દ્વારા બોલાય છે. તે પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોમાં અનુક્રમે સત્તાવાર ભાષા અને સહ-સત્તાવાર ભાષા છે અને તે ભારતની 22 અનુસૂચિત ભાષાઓમાંની એક છે. ૨૦૧૯ માં ૮.૩૧ કરોડ લોકો દ્વારા બોલાતી મરાઠી ભાષા, વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓની સૂચિમાં ૧૦મા ક્રમે છે. હિન્દી અને બંગાળી પછી ભારતમાં મરાઠીમાં ત્રીજા ક્રમાંકની પ્રચલિત ભાષા છે. [5] સર્વે આધુનિક ભારતીય ભાષાઓમાં મરાઠી ભાષા કેટલુંક અતિ પ્રાચીન સાહિત્ય ધરાવે છે, જે લગભગ ઈ. સ. ૬૦૦ સુધીનું છે. [6] મરાઠીની મુખ્ય બોલીઓ સામાન્ય મરાઠી અને વરાહદી બોલી છે . [7] કોળી અને માલવાણી કોંકણી મરાઠી ભાષાથી ભારે પ્રભાવિત છે.
મરાઠી | |
---|---|
मराठी | |
મરાઠી | |
"મરાઠી" દેવનાગરી લિપીમાં | |
મૂળ ભાષા | ભારત |
વિસ્તાર | મહારાષ્ટ્ર |
વંશ | મરાઠી |
સ્થાનિક વક્તાઓ | દ્વિતીય ભાષા તરીકે વાપરનારા ૧.૨૦ કરોડ લોકો |
ભાષા કુળ | ઇન્ડો યુરોપિયન
|
પ્રારંભિક સ્વરૂપ | મહારાષ્ટ્રી પ્રાકૃત
|
બોલીઓ |
|
લિપિ | દેવનાગરી (બાળબોધ)[1] દેવનાગરી બ્રેઈલ મોડી લિપી (historical/traditional)[2] |
અધિકૃત સ્થિતિ | |
અધિકૃત ભાષા | ભારત – મહારાષ્ટ્ર, [[ગોવા], દમણ અને દીવ,[3] અને દાદરા અને નગર હવેલી[4] |
Regulated by | મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ અને અન્ય સંસ્થાઓ |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-1 | mr |
ISO 639-2 | mar |
ISO 639-3 | Either:mar – આધુનિક મરાઠીomr – પ્રાચીન મરાઠી |
ભાષાનિષ્ણાતોની યાદી | omr Old Marathi |
Linguasphere | 59-AAF-o |
મરાઠી 'અમે' ના સમાવિષ્ટ અને વિશિષ્ટ સ્વરૂપોને જુદા પાડે છે અને તેમાં ત્રણ-લિંગ હોય છે જે પુરૂષવાચી અને સ્ત્રીની ઉપરાંત નાન્યતરને પણ માન્યતા આપે છે. [8]