સંસ્કૃત ભાષા
પ્રાચીન ભારતીય ભાષા / From Wikipedia, the free encyclopedia
સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે જે દુનિયાની સૌથી જુની ભાષાઓમાંની એક છે. સંસ્કૃતનું ભારતીય-યુરોપીય ભાષાસમૂહની ભારતીય-ઈરાણીયન શાખાની ભારતીય-આર્ય ઉપશાખામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એ આદિમ-ભારતીય-યુરોપીય ભાષાને ઘણી મળતી આવે છે. આધુનિક ભારતીય ભાષાઓ જેમકે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી વગેરે આમાંથી જ ઉત્પન્ન થઈ છે. આ બધી ભાષાઓમાં યુરોપીય વણજારાઓ (વિચરતી જાતિ)ની રોમન ભાષાનો પણ સમાવેશ થાય છે. હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મગ્રંથો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃતમાં જ થાય છે.
Quick Facts સંસ્કૃત, ઉચ્ચારણ ...
સંસ્કૃત | |
---|---|
संस्कृतम् સંસ્કૃતમ્ | |
saṃskṛtam શબ્દ દેવનાગરીમાં લખ્યો છે. | |
ઉચ્ચારણ | [sə̃skr̩t̪əm] pronunciation (મદદ·માહિતી) |
વિસ્તાર | ભારત |
યુગ | ઇ.સ. પૂર્વે ૨૦૦૦ - ઇ.સ. ૬૦૦ (વેદિક સંસ્કૃત[1]), પછી તેના વડે મધ્ય ઇન્ડો-આર્યન ભાષાઓનો ઉદ્ભવ થયો. સંસ્કૃતિની ભાષા તરીકે પ્રચલિત (શાસ્ત્રીય સંસ્કૃત). |
પુનરોદ્ધાર | પુન:સજીવનના પ્રયત્નો. ભારત: ૧૪,૩૪૬ નોંધાયેલ (૨૦૦૧)[2] નેપાળ: ૧,૬૬૯[3] |
ભાષા કુળ | Indo-European
|
પ્રારંભિક સ્વરૂપ | વેદિક સંસ્કૃત
|
લિપિ | દેવનાગરી અનેક બ્રાહ્મી લિપિઓમાં લખાય છે.[4] |
અધિકૃત સ્થિતિ | |
અધિકૃત ભાષા | ભારત |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-1 | sa |
ISO 639-2 | san |
ISO 639-3 | san |
ગ્લોટ્ટોલોગ | sans1269 |
બંધ કરો