૨૦૧૯-૨૦ કોરોનાવાયરસના રોગચાળાને સંબંધિત ખોટી માહિતીઓ
વાઇરસ અંગે ગેરમાર્ગે દોરતી માહિતી From Wikipedia, the free encyclopedia
વાઇરસ અંગે ગેરમાર્ગે દોરતી માહિતી From Wikipedia, the free encyclopedia
કોરોનાવાયરસ રોગ ૨૦૧૯ (કોવિડ -19) ના પ્રારંભિક ફાટી નીકળ્યા પછી રોગના મૂળ વિશે, તેની તીવ્રતા વિશે અને અન્ય વિવિધ પાસાઓ અંગે વિવિધ ખોટી માહિતી ઉભરાઈને બહાર આવી.[૧][૨]
હિંદુ મહાસભાના સ્વામી ચક્રપાણીએ ગૌમૂત્રની પાર્ટી આયોજિત કરી હતી અને તેનાથી નોવેલ-કોરોનાવાયરસને ભગાડવાનો દાવો કર્યો હતો.[૩] આસામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યે પણ ગૌમૂત્ર અને ગોબરથી નોવેલ કોરોનાવાયરસને ભગાડવાનો દાવો કર્યો હતો.[૪] આ દાવાઓ પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી.[૫] વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિક અને ડૉક્ટર સૌમ્યા સ્વામિનાથને આ દાવાઓને નકારી કાઢ્યા હતા અને રાજકારણીઓની ખોટી માહિતી ફેલાવા બદલ ટીકા કરી હતી.[૬]
જનતા કર્ફ્યુ દરમિયાન સાંજે ૫ વાગે થાળીના ડંકા અને તાળીઓના ગડગડાટથી પેદા થતી ધ્રુજારીથી કોરોનાવાયરસને નાશ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે આ દાવો ખોટો છે તેવું ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ સ્પષ્ટતા કરી હતી અને આ ક્રિયા માત્ર કોરોના સામે લડતા કર્મીઓને પ્રોત્સાહન આપવા માટે હતી.[૭][૮] સાથે એવો પણ દાવો કરાયો હતો કે વાયરસની જીંદગી ૧૨ કલાકની હોય છે અને ૧૪ કલાક કર્ફ્યુ પાળવાથી વાયરસ મરી જશે પણ આ દાવો ખોટો હતો.[૯] એક અન્ય ખોટો દાવો પણ કરાયો હતો કે જેના અનુસાર આકાશમાંથી કોરોનાવાયરસને મારવાની દવા છાંટવામાં આવશે.[૧૦]
સોશિયલ મીડિયા પર કોરોનાવાયરસના ઉપચારની ખોટી માહિતી ફરતી થઈ હતી, જેમાં મુખ્યત્વે નીચેના ઉપચારોનો દાવો કરાયો હતો:
ઉપરોક્ત બધાં જ ઉપાયો ખોટા સાબિત થયા છે. દા.ત. અલ્ટ્રાવાયોલેટ, ક્લોરિન અને ઉંચા તાપમાનથી મનુષ્યની ચામડી પર માઠી અસર પહોંચે છે. SARS-CoV 2 વાયરસ પર ૫૬ સેં તાપમાનની અસરો વિશે હજુ જાણી શકાયું નથી. આદુની કોઇપણ પ્રકારની વાયરસ બિમારી પર અસર થઇ નથી અને વિટામીન-C કોરોનાવાયરસ સામે અસરકારક પુરવાર થયું નથી.
વિશ્વના વિવિધ આરોગ્ય સંગઠનોએ રોગ અને ચેપ વધુ ફેલાતો અટકાવવા માટેની પદ્ધતિઓ જાહેર કરી છે. આ પદ્ધતિઓમાં અન્ય કોરોનાવાયરસ રોગોની જેમ: ઘરે રહેવું, જાહેર સ્થળોએ પ્રવાસ ન કરવો, વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા; આંખ, નાક અને મોઢાને હાથ ધોયા વગર ન અડકવું; અને શ્વસન અવયવોને સ્વચ્છ રાખવા જેવા પગલાંઓનો સમાવેશ થાય છે.[૧૯][૨૦]
તંદુરસ્ત લોકોએ ચીન સિવાયના દેશોમાં મોઢાં પરના માસ્ક પહેરવાની જરૂર નથી એમ જણાવવામાં આવ્યું છે.[૨૧][૨૨][૨૩]
ચેપગ્રસ્ત લોકોએ તબીબી સારવાર સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઇ છે અને સારવાર માટે જતા પહેલાં જાણ કરવી; મોઢાં પર જાહેરમાં મોઢાં-નાકને ઢાંકતો માસ્ક પહેરવો; છીંક અને ખાંસીને રૂમાલ વડે ઢાંકવી; નિયમિત સાબુ-પાણી વડે હાથ ધોવા અને અંગત વસ્તુઓને અન્ય લોકો સાથે ન વાપરવાની સલાહ અપાઇ છે.[૨૪]
વધુમાં સાબુથી હાથ ધોતી વખતે ઓછામાં ઓછા ૨૦ સેકંડ સુધી હાથ ધોવાનું સૂચન કરાયું છે - ખાસ કરીને શૌચાલય ગયા પછી, જમતા પહેલા તેમજ શરદી-ખાંસી થઇ હોય ત્યારે. આલ્કોહોલ યુક્ત હાથ સાફ કરવાના પ્રવાહીઓનો (જેમાં ઓછામાં ઓછું ૬૦ ટકા આલ્કોહોલ હોય) ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.[૨૫] હાથ ધોયા વગર આંખ, નાક અને મોઢાંને ન અડવાનું જણાવવામાં આવ્યું છે.[૨૬]
૨૦૨૦ની શરૂઆતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે SARS-CoV-2ની રસી માટે ઓછામાં ઓછો ૧૮ મહિનાનો સમય લાગી શકે છે.[૨૭]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.