સુકભાદર નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
સુકભાદર નદી અથવા સુખભાદર નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વહેતી મહત્વની નદી છે.
Quick Facts સુકભાદર નદી, અન્ય નામો ...
સુકભાદર નદી | |
---|---|
અન્ય નામો | સુખભાદર નદી |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૧૯૪ કિમી |
વિસ્તાર | ૨૧૧૮ ચો. કિમી. |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | સાબરમતી નદી |
બંધ કરો
સુકભાદર નદી સાબરમતી નદીની ઉપનદી છે. વૌઠા ખાતે આ નદી સાબરમતી નદીમાં મળી જાય છે. આ નદી ૧૯૪ કિલોમીટર જેટલી લાંબી છે અને એનો સ્રાવ વિસ્તાર ૨૧૧૮ ચોરસ કિલોમીટર જેટલો છે.[1]
પુરાતત્વ ક્ષેત્રે ખૂબ જ જાણીતું લોથલ બંદર સુકભાદર નદી પર આવેલું હતું. આ નદીના કિનારે ધંધુકા, ધોલેરા અને રંગપુર જેવાં શહેરો આવેલાં છે.