ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ From Wikipedia, the free encyclopedia
શિંગાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ ગાઢ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર તાલુકામાં આવેલું ગામ છે. શિંગાણા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલી અને ગામિત બોલીનો ઉપયોગ કરે છે.
શિંગાણા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°45′00″N 73°41′00″E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ડાંગ |
તાલુકો | સુબિર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | નાગલી, અડદ, વરાઇ |
મુખ્ય બોલી | કુકણા બોલી |
અહીં જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી, સંસ્કાર કેન્દ્ર વગેરે સગવડો પ્રાપ્ય છે. આ ઉપરાંત સરકારી આશ્રમશાળા તેમ જ સરકારી ઉત્તર બુનિયાદી શાળા ગુજરાત સરકાર દ્વારા ચાલે છે. આ ઉપરાંત અહીં ગુજરાત રાજ્ય વન વિભાગની કચેરી પણ આવેલી છે. ડાંગ જિલ્લાનું છેલ્લું ગામ હોવાથી અહીં વન વિભાગ તરફથી નાકું ગોઠવવામાં આવેલ છે, જેમાંથી કોઇપણ વાહન જંગલ ઉત્પાદનની વસ્તુઓ પૂર્વમંજુરી વગર વહન કરી શકતું નથી. અહીં વન વિભાગના રેન્જર, ફોરેસ્ટર, કારકૂન તેમ જ બીટગાર્ડનાં રહેઠાણો પણ આવેલાં છે.
આ ગામ આહવાથી નવાપુર જવાના રસ્તા પર આવેલું છે. અહીંથી પશ્ચિમ દિશામાં આશરે ૮ કિલોમીટર અંતરે ગિરમાળ ગામે ગિરા નદી પર આવેલો ધોધ જોવા જઇ શકાય છે. ગામમાં દર સોમવારે હાટવાડો ભરાય છે. આ ગામની પૂર્વ દિશામાં તથા ઉત્તર દિશામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનો વિસ્તાર આવેલો છે.
આ ગામ ખાતે નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.