ટીમરુ અથવા અકમોલ અથવા સ્વર્ણામ્ર એ એક પીળા, નારંગી કે લાલ રંગ ધરાવતું મીઠા સ્વાદવાળું ફળ હોય છે. આ ફળનો આકાર ૦.૫ લઇને ૪ ઇંચ સુધીનો ગોળાઇમાં હોય છે. ભારત દેશમાં આ ફળનું મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર (ખાનદેશ) અને ગુજરાત (દક્ષિણ-પૂર્વ પટ્ટીમાં) રાજ્યોમાં, ખાસ કરીને વિંધ્યાચળના પહાડી પ્રદેશમાં, ઉત્પાદન લેવામાં આવે છે.
અન્ય ભાષાઓમાં
ટીમરુનાં ફળને અંગ્રેજીમાં "પર્સિમ્મન" (persimmon) કહેવામાં આવે છે અને ક્યારેક ક્યારેક "ડેટ-પ્લમ" (date-plum) પણ કહેવામાં આવે છે કારણ કે ઘણા બધા લોકોને આનો સ્વાદ ખજૂર (અંગ્રેજી: ડેટ) અને આલૂ-બુખારા (અંગ્રેજી: પ્લમ)ના મિશ્રણ જેવો લાગે છે.
ઝાડ
ભારતીય અને અમેરિકામાં જોવા મળતાં ટીમરુનાં વૃક્ષો લગભગ ૧૫ મીટર સુધીની ઉંચાઇ ધરાવતાં હોય છે[1] જાપાની ટીમરુનાં વૃક્ષ ૪-૧૦ મીટર જેટલી ઉંચાઈ ધરાવતાં હોય છે.
સંદર્ભ
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.