From Wikipedia, the free encyclopedia
વાંસ એ એક વનસ્પતિ છે. આ વનસ્પતિ ગ્રામિનીઈ (Gramineae) કુળમાં આવતું એક અત્યંત ઉપયોગી ઘાસ છે, જે ભારત દેશના પ્રત્યેક ક્ષેત્રમાં જોવા મળે છે. વાંસ એક સામૂહિક શબ્દ છે, જેમાં અનેક પ્રજાતિઓનો સમાવેશ થાય છે. મુખ્ય જાતિઓ, બામ્બુસા (Bambusa), ડેંડ્રોકેલૈમસ (નર વાંસ) (Dendrocalamus) આદિ છે. બામ્બુસા શબ્દ મરાઠી બાંબુનું લેટિન નામ છે. વાંસના લગભગ ૨૪ વંશ ભારતમાં જોવા મળે છે.
વાંસ એક સપુષ્પક, આવૃતબીજી, એક બીજપત્રી પોએસી કુળની વનસ્પતિ છે. વાંસના પરિવારના અન્ય મહત્વપૂર્ણ સદસ્ય કડબ, ઘઉં, મકાઈ, જુવાર અને જવ છે. વાંસ પૃથ્વી પર સૌથી ઝડપથી વિકાસ પામતો કાષ્ઠીય છોડ છે. વાંસની કેટલીક પ્રજાતિઓ એક દિન (૨૪ કલાક)માં ૧૨૧ સેંટીમીટર (૪૭.૬ ઇંચ) સુધી વધી જાય છે. થોડા સમય માટેજ પરંતુ ક્યારેક ક્યારેક તો આ વનસ્પતિની વધવાની ગતિ ૧ મીટર (૩૯ મીટર) પ્રતિ કલાક સુધી પહોંચી જાય છે. વાંસનું થડ, લાંબુ, પર્વસન્ધિયુક્ત, સામાન્ય રીતે ખોખલું (પોલું) તથા શાખાન્વિત હોય છે. થડમાં રહેલી નીચલી ગાંઠોંમાંથી અપસ્થાનિક મૂળ નિકળે છે. થડ પર સ્પષ્ટ પર્વ તથા પર્વસન્ધિઓ રહેલી હોય છે. પર્વસન્ધિઓ ઠોસ તથા ખોખલી હોય છે. આ પ્રકારના થડને સન્ધિ-સ્તમ્ભ કહેવામાં આવે છે. વાંસનાં મૂળ અસ્થાનિક તથા રેષાદાર હોય છે. તેનાં પર્ણો સરળ હોય છે, જેનો શીર્ષ ભાગ ભાલાના ફણાની સમાન અણીયાળો હોય છે. પાંદડાંઓ વૃન્ત યુક્ત હોય છે તથા તેમાં સામાનાન્તર વિન્યાસ હોય છે. વાંસનો છોડ પોતાના જીવનકાળમાં માત્ર એકજ વાર ફલ ધારણ કરે છે. ફૂલ સફેદ રંગનાં આવે છે. પશ્ચિમી એશિયા તથા દક્ષિણ-પશ્ચિમી એશિયાના વિસ્તારોમાં વાંસ એક મહત્વપૂર્ણ વનસ્પતિ ગણાય છે. વાંસનું આર્થિક તેમજ સાંસ્કૃતિક મહત્વ રહેલું છે. વાંસમાંથી ઘર તો બનાવવામાં આવેજ છે, આ ઉપરાંત તે ભોજન માટેનો પણ સ્રોત છે. ૧૦૦ (સો) ગ્રામ વાંસના બીજમાં ૬૦.૩૬ ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને ૨૬૫.૬ કિલો કેલરી ઊર્જા રહેલી હોય છે. આટલી અધિક માત્રામાં કાર્બોહાઇડ્રેટ અને આટલી અધિક ઊર્જા ધરાવતો કોઈ પણ પદાર્થ સ્વાસ્થ્યવર્ધક અવશ્ય હશે.[1] ૭૦થી અધિક વંશ ધરાવતા વાંસની ૧૦૦૦ (એક હજાર) કરતાં પણ વધુ પ્રજાતિઓ છે.
ઠંડા પહાડી પ્રદેશો થી લઇને ઉષ્ણ કટિબંધના પ્રદેશો સુધી, સંપૂર્ણ પૂર્વી એશિયામાં, ૫૦૦ ઉત્તરી અક્ષાંશ થી લઇને ઉત્તરી ઓસ્ટ્રેલિયા તથા પશ્ચિમમાં, ભારત તથા હિમાલયમાં, આફ્રિકા ખંડમાં આવેલા ઉપસહારા ક્ષેત્રો તથા અમેરિકામાં દક્ષિણ-પૂર્વ અમેરિકા થી લઇને આર્જેન્ટીના તથા ચિલીમાં (૪૭૦ દક્ષિણ અક્ષાંશ) સુધી વાંસનાં જંગલો જોવા મળે છે. વાંસની ખેતી કરી કોઈપણ વ્યક્તિ લાખોપતિ બની શકે છે. એક વાર વાંસ ખેતરમાં લગાવી દેવામાં આવે તો ૫ વરસ બાદ તે ઉપજ આપવા લાગે છે. અન્ય ફસલ પર સૂકરો તથા કીટકજન્ય બીમારીઓનો પ્રકોપ લાગુ પડતો હોય છે. જેના કારણે ખેડુતને આર્થિક હાનિ સહન કરવી પડતી હોય છે. પરંતુ વાંસ એક એવી ફસલ છે જેના પર દુષ્કાળ તથા ભારે વર્ષાનો અધિક પ્રભાવ નથી પડતો.[2] વાંસનો છોડ અન્ય વૃક્ષોની સરખામણીમાં ૩૦ પ્રતિશત અધિક ઑક્સીજન છોડે છે અને કાર્બન ડાઈઑક્સાઇડને ખેંચી લે છે. સાથે સાથે જ વાંસ પીપળાના વૃક્ષની માફક દિવસના સમયમાં કાર્બન ડાઈઑક્સાઇડ ખેંચે છે અને રાતના સમય દરમિયાન પ્રાણવાયુ (ઓક્સીજન) છોડે છે.[3]
વાંસને આઇસલેંડની ભાષા અને જર્મન ભાષામાં બંબુસ (bambus) તરીકે ઓળખવામાં આવે છે.; સ્પેનિસ ભાષામાં બંબુ (bambú); ટૅગલૉગ ખાતે કવાયાં (kawayan); ચમારૉ ખાતે પિયાઓ (piao); માનક મંદારિન ખાયે જહુ (ચીની:竹; પિનયિન: જ઼્હુ), જાપાની ભાષામાં (કાંજી:竹; હિરાગના:たけ?); કોરિયાઈ ભાષામાં દાઇ (대) અથવા દાઇનામુ (대나무); વિયેતનામી ભાષામાં ત્રે / tʃe /; ફારસી ભાષામાં ની (نی) ; રૂસી ભાષામાં બઁબૂક(бамбук) અથવા સજ઼ા (саза); અને ઇંડોનેશિયાઈ ભાષામાં બંબુ નામથી ઓળખવામાં આવે છે.
ભારત દેશમાં જોવા મળતા વિભિન્ન પ્રકારના વાંસનું વર્ગીકરણ ડો. બ્રેંડિસ નામના જીવવિજ્ઞાનીએ તેના પ્રકાંડ અનુસાર આ પ્રકારે કર્યું છે:
(ક) કેટલાક વાંસની જાતમાં ભૂમિગત પ્રકાંડ (rhizome) નાનાં અને જાડાં હોય છે. શાખાઓ સામૂહિક રૂપમાં નિકળતી હોય છે. ઉપર્યુક્ત પ્રકાંડવાળા વાંસ નિમ્નલિખિત યાદી મુજબ છે :
(ખ) કેટલાક વાંસની જાતમાં પ્રકાંડ જમીનની નીચેના ભાગમાં જ ફેલાતું હોય છે. આ વાંસ લાંબા અને પાતળા હોય છે તથા એમાંથી એક એક કરીને શાખાઓ નિકળતી હોય છે. ઉપર્યુક્ત પ્રકાંડવાળા વાંસ નિમ્નલિખિત યાદી મુજબ છે :
વાંસ નો સૌથી ઉપયોગી ભાગ થડ છે. ઉષ્ણ કટિબંધમાં વાંસ મોટા મોટા સમુહોમાં જોવા મળે છે. વાંસ ના થડ થી નવી નવી શાખાઓ નિરંતર બહાર તરફ નીકળી આના ઘેરાવને વધારે છે, પરંતુ સમશીતોષ્ણ અને શીતકટિબંધમાં આ સમૂહ અપેક્ષાકૃત નાનો હોય છે તથા થડની લંબાઈ જ વધે છે. થડ ની લંબાઈ 30 થી ૧૫૦ ફુટ સુધી અને પહોળાઈ ૧/૪ ઇંચ થી લઈ એક ફુટ જેટલી હોય છે. થડમાં પર્વ (internode), પર્વસંધિ (ગાંઠ) (node) થી જોડાયેલો હોય છે. કોઈ કોઈ જાતમાં પૂરા થડ ઠોસ રહે છે. નીચે ના બે તૃતિયાંશ ભાગમાં કોઈ ડાળી નથી હોતી. નવી શાખાઓ ઊપર પાંદડાની સંરચના જોઈને જ વિભિન્ન વાંસ ની ઓળખ થાય છે. પહલા ત્રણ માસમાં શાખાઓ સરાસરી ત્રણ ઇંચ પ્રતિ દિન વધે છે, ત્યાર બાદ આમાં નીચે થી ઊપર તરફ લગભગ ૧૦ થી ૫૦ ઇંચ સુધી થડ બને છે.
થડ ની મજબુતી તેમાં એકત્રિત સિલિકા તથા તેમની જડાઈ પર નિર્ભર છે. પાણીમાં બહુ દિવસ સુધી વાંસ ખરાબ નથી થતાં અને કીડા ને કારણે નષ્ટ થવાની સંભાવના રહે છે.
વાંસ નું જીવન ૧ થી ૫૦ વર્ષ સુધી હોય છે, જ્યાં સુધી કે ફૂલ નથી ખિલતા. ફૂલ બહુ જ નાના, રંગહીન, ડંઠલ વગરના , નાના નાના ગુચ્છામાં ઊગે છે. સૌથી પહલાં એક ફૂલમાં ત્રણ ચાર, નાના, સૂકા તુષ (glume) જોવા મળે છે. આ બાદ હોડીના આકાર ના અંતપુષ્પકવચ (palea) હોય છે. તેમાં છ પુંકેસર (stamens) હોય છે. અંડાશય (ovary) ના ઊપરી ભાગ પર બહુ નાના નાના વાળ હોય છે. આમાં એક જ દાણો બને છે. સાધારણત: વાંસ ત્યારે ફૂલે છે જ્યારે દુકાળને કારણે ખેતી મરી જાય છે અને દુર્ભિક્ષ પડે છે. શુષ્ક અને ગરમ હવા ને કારણે પાંદડા ને સ્થાને કળીઓ ખીલે છે. ફૂલ ખિલતા પાંદડા ખરી પડે છે. ઘણાં વાંસ એક વર્ષમાં ફળે છે. આવા અમુક વાંસ નીલગિરિ ની પહાડીઓ પર મળે છે. ભારતમાં અધિકાંશ વાંસ સામુહિક તથા સામયિક રૂપે ખીલે છે. ત્યાર બાદ જ વાંસ નું જીવન સમાપ્ત થઈ જાય છે. સુકાયેલા થડ પડી રાસ્તા બંધ કરી દે છે. આગલા વર્ષની વર્ષા પછી બીમાંથી નવી કલમો ફૂટે છે અને જંગલ ફરી લીલું થઈ જાય છે. જો ફૂલ ખીલવાનો સમય જ્ઞાત હોય, તો કાપી કરી ખિલવું રોકી શકાય છે. પ્રત્યેક વાંસમાં ૪ થી ૨૦ સેર સુધી જવ કે ચોખા સમાન ફળ લાગે છે. જ્યારે પણ એ ફળે છે, ચોખાની અપેક્ષા સસ્તા વેંચાય છે. ૧૮૧૨ ઈ. ના ઓરિસ્સા દુકાળમાં આ ગરીબ જનતા નો આહાર તથા જીવન રક્ષક રહે છે.
વાંસ બીજમાંથી ધીરે ધીરે ઉગવા લાગે છે. માટીમાં આવવાના પ્રથમ સપ્તાહમાં જ બીજ ઉગવાની પ્રક્રિયાનો આરંભ થઇ જાય છે. કેટલીક વાંસની પ્રજાતિઓમાં છોડ પર બે નાના નાના અંકુર નિકળતા હોય છે. આ અંકુર ફુટવાના ૧૦ થી ૧૨ વર્ષ બાદ કામ લાયક વાંસ તૈયાર થતા હોય છે. ભારતમાં દાબ કલમ પદ્ધતિ દ્વારા વાંસની ઉપજ કરવામાં આવે છે. આ વનસ્પતિના થડનો નિચલો ભાગ, ત્રણ ઇંચ લંબાઈ ધરાવતો, પર્વસંધિ (node) કરતાં થોડે નીચેથી કાપીને, વરસાદની શરૂઆત થયા બાદ લગાવી દેવામાં આવે છે. જો તેમાં પ્રકાંડનો પણ અંશ હોય તો તે અતિ ઉત્તમ છે. તેના નિચલા ભાગમાંથી નવાં નવાં મૂળ નિકળતાં હોય છે.
કાગળ બનાવવા માટે વાંસ ખુબ જ ઉપયોગી સાધન છે, વાંસમાંથી બહુ જ ઓછી દેખભાળની સાથે સાથે અધિક માત્રામાં કાગળનું ઉત્પાદન કરી શકાય છે. આ પ્રક્રિયામાં ઘણી કઠિનાઇઓ ઝીલવી પડતી હોય છે. આમ છતાં પણ વાંસમાંથી કાગળ બનાવવાનો ઉદ્યોગ ચીન તેમજ ભારતનો પ્રાચીન ઉદ્યોગ છે. ચીનમાં વાંસના નાના મોટા દરેક ભાગોમાંથી કાગળ બનાવવામાં આવે છે. આ માટે પાંદડા ને છૂટા પાડી, થડ ને નાના નાના ટુકડામાં કાટકર, પાણી થી ભરેલા પીપળામાં ચૂના સાથે ત્રણ ચાર માહ સડાવવામાં આવે છે, જેની બાદ માં તેને મોટી મોટી ફરતી કુંડીમાં ગોંધી , સાફ કરવામાં આવે છે. આ લુગ્દી ને આવશ્યકતા અનુસાર રસાયણ નાખી સફેદ કે રંગીન બનાવી લેવાય છે અને પછી ગરમ તવા પર દબાવી ને સુકાવાય છે.
વિશેષત: બૈંબ્યૂસા અરન્ડિનેસીના પર્વ (ગાંઠ વચ્ચે નો ભાગ) માં થી મળી આવતી, આ પથરીલી વસ્તુ સફેદ અથવા હલકા ભૂરા રંગની હોય છે. અરબી ભાષામાં તેને તબાશીર કહે છે. યૂનાની ભાષાના ગ્રંથોમાં તેનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ભારતવાસીઓ પ્રાચીન કાળથી દવા તરીકે વંશલોચનનો ઉપયોગ કરતા આવ્યા છે. આયુર્વેદ મત પ્રમાણે તે ઠંડું તથા બળવર્ધક હોય છે. વાયુદોષ તથા હૃદય અને ફેફસાંની વિવિધ પ્રકારની બિમારીઓમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. તાવની બિમારીમાં વંશલોચન લેવાથી તરસ પર નિયંત્રણ કરી શકાય છે. વાંસની નવી ફુટેલી શાખાઓનો રસ એકત્રિત થઇને વંશલોચન બનતું હોય છે અને તે તૈયાર થાય ત્યારે તેમાંથી સુગંધ નિકળે છે.
વંશલોચનમાંથી એક ચૂર્ણ પણ બનાવવામાં આવે છે, જે મંદાગ્નિથી પીડાતા રોગીઓ માટે વિશેષ ઉપયોગી હોય છે. આ ચૂર્ણમાં ૮ ભાગ વંશલોચન, ૧૦ ભાગ પીપર, ૧૦ ભાગ રૂમી મસ્તગી તથા ૧૨ ભાગ નાની એલચી હોય છે. આ ચૂર્ણને મધ સાથે મેળવીને ખાવાથી અને તે પછી દૂધ પીવાથી ખુબજ શીઘ્ર સ્વાસ્થ્યલાભ થતો હોય છે.
નાની નાની ડાળીઓ તથા પંદડાઓને નાખી ઉકાળેલ પાણી, બાળક જન્મ પછી પેટ ને સફાઈ માટે જાનવરોં ને દેવાય છે છે. જ્યાં દાક્ટરી ઓજાર ઉપલબ્ધ નથી હોતા, વાંસ ના થડ અને પાંદડાને કાપી ચૂંટી સફાઈ કરી સળીઓનો ઉપયોગ કરાય છે. વાંસ નો પોલો થડ અપંગ લોકોનો સહારો છે. આના ખુલા ભાગમાં પગ ટેકવી દેવાય છે. વાંસની સળીઓની ભાત ભાતની ચટાઇઓ, ખુર્સી, ટેબુલ, પલંગ અને અન્ય વસ્તુઓ બનાવવાના કામમાં આવે છે. માછલી પકડવાનો કાંટો, ડળિઓ આદિ વાંસ ના જ બનાવાય છે. મકાન બનાવવા તથા પુલ બાંધવા માટે આ અત્યંત ઉપયોગિ છે. આમાંથી જાત જાત ની વસ્તુઓ બનાવાય છે, જેમકે ચમચી, ચાકૂ, ભત રાંધવાનું વાસણૢ નાગા લોકોમાં પૂજા ના અવસર પર આ જ વાસણ કામમાં દેવાય છે. આનાથી ખેતી ના ઓજાર, ઊન તથા સૂતરાઉ કાપડ ની તકલી બનાવાય છે. નાની નાની તક્તિઓ પાણીમાં વહાવી, તેને માછલી પકડ઼વાના કામમાં લેવાય છે. વાંસ થી તીર, ધનુષ, ભાલે આદિ લડ઼ાઈ ના સામાન તૈયાર કરાતા હતાં. પ્રાચીન સમયમાં વાંસ ની કાઁટેદાર ઝાડીઓ થી કિલાની રક્ષા કરાતી હતી. પૈનગિસ નામક એક તેજ ધારવાળી નાની વસ્તુ થી દુશ્મનોં ના પ્રાણ લઈ શકાય છે. આનાથી જાત જાતના વાદ્ય, જેમકે વાંસળી, વૉયલિન, નાગા લોગોં નો જ્યૂર્સ હાર્પ અને મલાયા નો ઑકલાંગ બનાવાય છે. એશિયામાં આની લાકડી બહુ ઉપયોગી મનાય છે અને નાની નાની ઘરેલૂ વસ્તુઓં થી લઈ મકાન બનાવવાના કામમાં આવે છે. વાંસ નો પ્રરોહ (young shoot) ખાઈ શકાય છે અને આનું અથાણું તથા મુરબ્બો પણ બને છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.