From Wikipedia, the free encyclopedia
રામપરા અભયારણ્ય એ મોરબી જિલ્લામાં આવેલું [1] આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)[2] હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય[3] છે. આ અભયારણ્ય મોટા વૃક્ષો ન ધરાવતો વનરાજીવાળો વિસ્તાર છે. કાંટાળા ઝાડી-ઝાંખરા વચ્ચે ધાસના ઉગાવાથી છવાયેલ અહીનું ભુપૃષ્ઠ પશુ, પક્ષી અને વનસ્પતિની વિવિધ જાતોને આશરો પુરો પાડે છે. ભુપૃષ્ઠ મોટેભાગે સમતલ છે, જે કોઇ કોઇ જગ્યાએ ઉચાણ અને નિચાણ ધરાવે છે. અભયારણ્યની ફરતે આવેલ ટેકરીઓ એ આ અભયારણ્યની સરહદ છે. આ અભયારણ્ય ૨૮૦ જાતની વનસ્પતિ, ૧૩૦ જાતના પક્ષી અને ૨૦ કરતા વધારે સસ્તન અને સરીસૃપ પ્રાણીઓનું નિવાસસ્થાન અને તેની તેમના સંરક્ષણ માટે અગત્યનો ભાગ ભજવે છે. અભયારણ્યની વચ્ચે આવેલો નિરિક્ષણ મિનારો મુલાકાતીઓને અભયારણ્યના દૃષ્યોને માણવાની પુરતી તકો આપે છે. બે નાનકડાં ઝરણાં પણ અહીંયા જોવા મળી જાય છે.
રામપરા અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
સ્થળ | મોરબી જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | મોરબી |
અક્ષાંશ-રેખાંશ | 22°10′N 71°29′E |
વિસ્તાર | 15 |
સ્થાપના | નવેમ્બર ૧૯૮૮ |
નિયામક સંસ્થા | ગુજરાત વનવિભાગ |
www |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.