ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
મોરબી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાનો મહત્વના મોરબી તાલુકામાં આવેલું શહેર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. મોરબી જામનગર, વાંકાનેર, ગાંધીધામ જેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.
મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે.[2][3]
એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર ૧૧ ઓગસ્ટ, ૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું. ત્યારબાદ ૨૬ મી જાન્યુઆરી, ૨૦૦૧ ના રોજ આવેલા ભૂકંપમાં પણ મોરબી ને જાન અને માલનું ભારે નુકશાન વેઠવુ પડ્યુ હતું.
૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બનતા ૧૪૧ લોકોના મૃત્યુ થયા હતા.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.