From Wikipedia, the free encyclopedia
મોર બાજ (અંગ્રેજી: Changeable Hawk-Eagle, Crested Hawk-Eagle), (Nisaetus cirrhatus) એ ભારતીય ઉપખંડ, ખાસ કરીને ભારત અને શ્રીલંકા અને દક્ષિણપૂર્વ હિમાલયની ધારે દક્ષિણપૂર્વ એશિયાથી ઇન્ડોનેશિયા અને ફીલીપાઈન્સ સુધી જોવા મળતું પક્ષી છે. આ પક્ષી સામાન્યપણે જંગલોમાં અને ટાપુઓની ઘાટી વનરાજીમાં એકલું (સંવનનકાળ સિવાયના સમયમાં) જોવા મળે છે. વૃક્ષ પર ડાંખળીઓથી માળો બાંધે છે અને એક ઈંડું મૂકે છે. તેના માથા પર મોરની જેમ કલગી હોવાથી તેને મોર બાજ કહેવામાં આવે છે.
મોર બાજ | |
---|---|
મોર બાજ બાંદીપુર રાષ્ટ્રીય અભયારણ્ય, ભારત | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Accipitriformes |
Family: | Accipitridae |
Genus: | 'Nisaetus' |
Species: | ''N. cirrhatus'' |
દ્વિનામી નામ | |
Nisaetus cirrhatus (Gmelin, 1788) | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Spizaetus cirrhatus |
આ પક્ષી 60–72 centimetres (24–28 in) લંબાઈ, 127–138 centimetres (50–54 in) પાંખોનો વ્યાપ અને ૧.૨ કિ.ગ્રા.થી ૧.૯ કિ.ગ્રા. વજન ધરાવતું હોય છે.[2] ઉપરના ભાગે કથ્થઈ અને પાંખોની નીચેના ભાગે સફેદ રંગના પીંછા ધરાવે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.