બદામ
From Wikipedia, the free encyclopedia
બદામ (Prunus dulcis, syn. Prunus amygdalus Batsch., Amygdalus communis L., Amygdalus dulcis Mill.), એ મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાનું વતની છે. "બદામ"ના બી ખાદ્ય પદાર્થ તરીકે વપરાય છે અને તે માટે જ તેનું વાવેતર કરવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રમાં તે પ્રુનસ (Prunus) પ્રજાતિનું વૃક્ષ ગણાય છે. તેની નીચે તેને પીચ, એમીગૅડલસ વિભાગમાં વર્ગીકૃત કરાય છે. આ વૃક્ષના બીજની આજુબાજુ એક કઠણ આવરણ હોય છે. તેના બીજ પરનું આવરણ કાઢીને તેની બીજને વેચવામાં આવે છે. આવરણ વાળી બદામને શેલ્ડ આલ્મન્ડ કે આખી બદામ અને આવરણ રહિત બદામને અનશેલ્ડ આલ્મન્ડ કહે છે. બદામને બ્લાન્ચ કરીને તેની છાલ ઉતારીને સફેદ બદામ પણ વેચાય છે તેને બ્લાન્ચ્ડ આલ્મન્ડ કહેવાય છે. [1]
Quick Facts બદામ, વૈજ્ઞાનિક વર્ગીકરણ ...
બદામ | |
---|---|
Almond tree with ripening fruit. Majorca, Spain. | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Rosales |
Family: | Rosaceae |
Genus: | 'Prunus' |
Subgenus: | 'Amygdalus' |
Species: | ''P. dulcis'' |
દ્વિનામી નામ | |
Prunus dulcis (Mill.) D.A.Webb | |
બંધ કરો