![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/60/Pig_lungs.jpg/640px-Pig_lungs.jpg&w=640&q=50)
ફેફસાં
From Wikipedia, the free encyclopedia
હવા વડે શ્વસન કરનાર પ્રાણીઓમાં ફેફસાં એ અત્યાવશ્યક શ્વસન અવયવ છે. ટેટ્રાપોડ. અમુક માછલીઓ અને ગોકળગાય સહિત મોટાભાગના પ્રાણીઓ ફેફસાં ધરાવે છે. સસ્તનપ્રાણીઓ અને વધુ જટીલ સંરચના ધરાવતા પ્રાણીઓમાં ફેફસાં તેમની કરોડની બાજુમાં હ્રદયની બન્ને બાજુએ આવેલાં છે. તેમનું પ્રમુખ કાર્ય હવામાંના પ્રાણવાયુને ખેંચી રક્તપ્રવાહમાં ભેળવવનું અને રક્તમાંના કાર્બન ડાયોક્સાઈડને પાછું હવામાં મુક્ત કરવાનું છે. હવાના સ્થાનાંતરણનું આ કાર્ય અમુક ખાસ્ પ્રકારના કોષ દ્વારા કરવામાં આવે છે જેને એલ્વેઅલી કહે છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/60/Pig_lungs.jpg/640px-Pig_lungs.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e6/Heart-and-lungs.jpg/320px-Heart-and-lungs.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7a/Gray962.png/640px-Gray962.png)
ફેફસાંની કાર્ય રચના સમજવા માટે મોઢાથી લઈને એલ્વેઅલી સુધી પ્રવાસ જાણવો જોઈએ. નાક કે મોઢા વાટે પ્રવેશ કર્યા પછી હવા ઓરોફેરીન્ક્સ, નેસોફેરીન્ક્સ, લેરીન્ક્સ અને ટ્રાચીમાંથી વધી બ્રોંચીઅને બ્રોંચીઅલ્સની શાખાઓમાં વહેંચાઈ જાય છે. ત્યાંથી તે એલ્વેઅલ સુધી પહોંચે છે. અહીં ઑક્સીજન અને કાર્બનડાયોક્સાઈડની અદલાબદલી થાય છે. [2]
ફેફસામાં હવાનું આગમન અને નિર્ગમન સ્નાયુઓ દ્વારા કરવામાં આવે છે. શરૂઆતના કાળના ટેટ્રાપોડ વાયુવિજન બ્યુકલ છીદ્રો માં થઈને ફેરીન્જીયલ (કંઠ) સ્નાયુઓ દ્વારા થતો. જ્યારે સરીસૃપો, પક્ષીઓ અને સસ્તનોમાં એક જટિલ અસ્થિસ્નાયુ તંત્ર દ્વારા આક્રિયા થાય છે.
અંગ્રેજીમાં ફેફસાંને લાગતી સંજ્ઞાઓ સાથે પ્રાય: pulmo- પૂર્વર્ગ લગાડવામાં આવે છે. પ્રાચીન લેટિનમાં ફેફસાંને સંબંધી વિશેષણ pulmonarius (ફેફસાંનું) કે પ્રાચીન ગ્રીકમાં pneumo- (πνεύμων - ન્યૂમો) શબ્દ વપરાતો.