From Wikipedia, the free encyclopedia
ફરીદાબાદ (હિંદી: फरीदाबाद) હરિયાણા રાજ્યની અગ્નિ દિશામાં આવેલા ફરીદાબાદ જિલ્લામાં આવેલું એક શહેર છે. આ શહેર ૨૮°૨૫′૧૬″ ઉ અક્ષાંશ અને ૭૭°૧૮′૨૮″ પૂર્વ રેખાંશ પર વસેલું છે. આ શહેરની ઉત્તરી સીમાએ રાજધાની દિલ્હી આવેલી છે, તેની પશ્ચિમે ગુરગાંવ જિલ્લો અને પૂર્વ તથા દક્ષિણ બાજુએ ઉત્તરપ્રદેશ રાજ્ય આવેલું છે. આ શહેર ભૌગોલિક અને રાજકીય દ્રષ્ટીએ ખૂબ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. [1] યમુના નદી આ જિલ્લાની ઉત્તર પ્રદેશ સાથેની સીમા નક્કી કરે છે. દિલ્હી-આગ્રા રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લાની મધ્યમાંથી પસાર થાય છે. દિલ્હી-મથુરા રેલ્વે માર્ગ પરના ઘણાં રેલ્વે સ્થાનકો આ શહેરમાં આવેલાં છે. તેમાં જુનું ફરીદાબાદ અને એન.આઈ.ટી. (ન્યુ ઈંડસ્ટ્રીયલ ટાઉનશીપ) મુખ્ય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.