ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ અને ભારતીય નૌકાદળમાં સર્જન વાઇસ એડમિરલ From Wikipedia, the free encyclopedia
સર્જન વાઇસ એડમિરલ (લેફ્ટનન્ટ જનરલ) પુનિતા અરોરા એ ભારતીય નૌકાદળ અને ભારતીય સેનાના ભૂતપૂર્વ ફ્લેગ ઓફિસર છે. તેઓ ભારતીય સશસ્ત્ર દળોના પ્રથમ મહિલા હતા જેમને થ્રી-સ્ટાર રેન્કમાં બઢતી આપવામાં આવી હતી.[1] તેઓ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ અને ભારતીય નૌકાદળમાં સર્જન વાઇસ એડમિરલનો હોદ્દો ધરાવતા હતા.[2]
સર્જન વાઇસ ઍડમિરલ લેફ્ટનેન્ટ જનરલ પુનિતા અરોરા PVSM, SM, VSM | |
---|---|
જન્મ | લાહોર, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત | May 31, 1946
દેશ/જોડાણ | India |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના ભારતીય નૌસેના |
હોદ્દો | લેફ્ટનન્ટ જનરલ વાઈસ એડમિરલ |
Commands held | સશસ્ત્ર દળ મેડિકલ કૉલેજ |
પુરસ્કારો | પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક સેના ચંદ્રક વિશિષ્ટ સેવા ચંદ્રક |
તેમનો જન્મ મૂળ લાહોરના એક પંજાબી પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ માત્ર એક વર્ષનાં હતાં ત્યારે તેમનો પરિવાર ભાગલા દરમિયાન ભારત આવી ગયો હતો અને ઉત્તર પ્રદેશના સહારનપુરમાં સ્થાયી થયો હતો.[3]
તેમણે સહારનપુરની સોફિયા સ્કૂલમાં ૮મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ ગુરુ નાનક ગર્લ્સ ઇન્ટર કોલેજમાં અભ્યાસ માટે જોડાયાં હતા. ૧૧ માં ધોરણમાં સરકારી શાળામાં પ્રવેશ મેળવતી વખતે તેમણે વિજ્ઞાન વિષયને કારકિર્દી તરીકે લેવાનું નક્કી કર્યું. તેઓ ૧૯૬૩માં આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ (એએફએમસી), પુણેમાં જોડાયા હતા.[4]
પુનિતા અરોરાની સૈન્ય કારકિર્દીની શરૂઆત જાન્યુઆરી ૧૯૬૮માં થઈ હતી.[5] ભારતીય નૌકાદળના સર્જન વાઇસ એડમિરલ બનતા પહેલા તેઓ સશસ્ત્ર બળ (આર્મ્ડ ફોર્સિસ) મેડિકલ કોલેજ (એએફએમસી) પુણેના કમાન્ડન્ટ હતા. તેમણે ૧ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજના કમાન્ડન્ટનો હવાલો સંભાળ્યો હતો, ત્યારબાદ મેડિકલ કોલેજની કમાન સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા. [6] આ પહેલાં તેઓ આર્મી હેડક્વાર્ટર ખાતે આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (મેડિકલ રિસર્ચ)ના અધિક મહાનિદેશક (એડિશનલ ડિરેક્ટર જનરલ) તરીકે સશસ્ત્ર દળોના મેડિકલ રિસર્ચનું સંકલન કરતા હતા.[5] તેઓ આર્મીમાંથી નેવીમાં ગયા કારણ કે એએફએમએસમાં એક સામાન્ય પૂલ છે જે અધિકારીઓને જરૂરિયાતના આધારે એક સેવાથી બીજી સેવામાં સ્થળાંતર કરવાની મંજૂરી આપે છે.[7]
ભારતીય સશસ્ત્ર દળોમાં તેમની ૩૬ વર્ષની કારકિર્દીમાં તેમને ૧૫ ચંદ્રકોથી નવાજવામાં આવ્યા છે.
પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક | સેના ચંદ્રક (૨૦૦૬) | વિશિષ્ટ સેવા ચંદ્રક (૨૦૦૨) | |
વિશેષ સેવા ચંદ્રક | સંગ્રામ ચંદ્રક | સૈન્ય સેવા ચંદ્રક | ૫૦મી સ્વતંત્રતા વર્ષગાંઠ ચંદ્રક |
૨૫મી સ્વતંત્રતા વર્ષગાંઠ ચંદ્રક | ૩૦ વર્ષીય દીર્ઘકાલીન સેવા ચંદ્રક | ૨૦ વર્ષીય દીર્ઘકાલીન સેવા ચંદ્રક | ૯ વર્ષીય દીર્ઘકાલીન સેવા ચંદ્રક |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.