આ ક્રિયાન્વિત પ્રક્ષેપણ છે અને પીએસએલવી કાર્યક્રમનું એકંદરે છઠ્ઠું અભિયાન છે. From Wikipedia, the free encyclopedia
પીએસએલવી-સી૩ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચાલતા પીએસએલવી કાર્યક્રમનું છઠ્ઠું અભિયાન અને ત્રીજું કાર્યાન્વિત (operational) અભિયાન હતું. ૧ જાન્યુઆરી ૧૯૬૨થી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા શરૂ થયેલાં અંતરિક્ષ અભિયાનોની શ્રેણીમાં આ ૪૬મું ઉડાણ હતું. આ વાહને પૃથ્વીની સૂર્યાચલ અધઃ કક્ષામાં કુલ ત્રણ ઉપગ્રહો તરતા મૂક્યા.[1][2] આ અભિયાન અંતર્ગત નીચે મુજબના ત્રણ ઉપગ્રહોને ભૂકેન્દ્રી સૂર્યાચલ અધઃ કક્ષામાં તૈનાત કરવામાં આવ્યા.
પીએસએલવી રોકેટનો નમૂનો | |
નામ | ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન |
---|---|
અભિયાન પ્રકાર | ત્રણ ઉપગ્રહોની તૈનાતી |
ઑપરેટર | ઇસરો |
વેબસાઈટ | ઇસરો વેબસાઇટ |
અભિયાન અવધિ | ૧૬૫૮ સેકંડ |
ઉપભૂ (એપોજી) | 586.7 kilometres (365 mi) |
અવકાશયાન ગુણધર્મો | |
અવકાશયાન | ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન |
અવકાશયાન પ્રકાર | વિસ્તરણક્ષમ પ્રક્ષેપક-વાહન |
નિર્માતા | ઇસરો |
પ્રક્ષેપણ દ્રવ્યમાન | 294,000 kilograms (648,000 lb) |
વહનભાર દ્રવ્યમાન | 1,294 kilograms (2,853 lb) |
પરિમાણો | 44.4 metres (146 ft) (overall height) |
અભિયાન પ્રારંભ | |
પ્રક્ષેપણ તારીખ | 10:23:00, October 22, 2001 (IST) (IST) |
રોકેટ | પીએસએલવી |
પ્રક્ષેપણ સાઇટ | શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર |
કોન્ટ્રાક્ટર | ઇસરો |
અભિયાન સમાપન | |
નિવર્તન | દટામણી કક્ષમાં તરતો મૂક્યો |
નિરસ્ત | October 22, 2001 |
કક્ષાકીય પેરામીટર | |
સંદર્ભ કક્ષા | સૂર્યાચલ કક્ષા |
કાર્યકાળ | પૃથ્વીની અધઃ કક્ષા |
વહનભાર | |
તકનીકી પ્રયોગ ઉપગ્રહ (TES) બીઆઈઆરડી ઉપગ્રહ પ્રોબા | |
દ્રવ્યમાન | 1,294 kilograms (2,853 lb) |
ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનનાં અભિયાનો |
પીએસએલવી-સી૨થી શરૂ થયેલો વાણિજ્યિક ઉપયોગ ઇસરોએ આ અભિયાનમાં પણ ચાલુ રાખ્યો. પીએસએલવીએ શ્રીહરિકોટે વિસ્તાર પરના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના પ્રક્ષેપણ પેડ પરથી ૨૨ ઓક્ટોબર ૨૦૦૧ ના સવારે ૧૦:૨૩(IST) વાગે સફળતાથી ઉડાણ કર્યું.[3][4][5][6][7][8]
આ અભિયાન દરમિયાન પહેલાં તકનીકી પ્રયોગ ઉપગ્રહ અને બાઇસ્પેક્ટ્રમ અને અધોરક્ત સુદૂર જ્ઞાપક ઉપગ્રહ(બીઆઈઆરડી)ને ૫૬૮ કિ.મી.ની વૃત્તીય અને ત્યારબાદ ભારતના ઓન બોર્ડ સ્વાયત્ત ઉપગ્રહ (પ્રોબા)ને ૫૬૮ કિ.મી. x ૬૩૮ કિ.મી.ની દીર્ઘવૃત્તીય કક્ષામાં તરતા મૂક્યા. આ અભિયાનમાં ઇસરોએ ફરી એકવાર એકાધિક ઉપગ્રહોને નિર્ધારિત કક્ષામાં તૈનાત કરીને દસલાખ અમેરિકી ડોલરની કમાણી પણ કરી.[1][2][9]
પીએસએલવી-સી૩નું પ્રક્ષેપણ આજના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર એટલે કે, તે વખતના શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર ખાતે ૨૨ ઓક્ટોબર ૨૦૦૧ની સવારે ૧૦:૨૩ વાગે (IST) થયું.
ઉડ્ડયનની યોજના મુજબ કુલ સેકંડના ઉડાણ દરમિયાન પીએસએલવી-સી૩ને 586.668 kilometres (365 mi)નું અંતર કાપવાનું હતું કારણકે પહેલાં ટીઈએસ અને બીઆઈઆરડીની ભૂકેન્દ્રી વર્તુળાકાર કક્ષામાં તૈનાતી કરીને પછી છેલ્લા મુસાફરને ઉપવલયાકાર કક્ષામાં ઉતારવાનો હતો. અને રોકેટે આ કામ સફળતાથી પુરું પણ કર્યું. [9] આરસીએસ પ્રણોદકથી કક્ષોન્નતિ કરવામાં આવી.[11]
ઉડાણની યોજનામાં નિયત કાર્યક્રમ નીચે જણાવ્યા મુજબનો છે. [1][2][3][5][6][7][8]
બહુસ્તરીય રોકેટ | સમય (સેકન્ડ) | ઊંચાઈ (કિ.મી.) | વેગ (મી/સે) | ઘટના | ટિપ્પણી |
---|---|---|---|---|---|
પ્રથમ તબક્કો | T+૦ | ૦.૦૨ | ૪૫૨ | પહેલા તબક્કાનું પ્રજ્વલન | ઉડાણ |
T+1.24 | ચાર સ્ટ્રેપ ઓન મોટરનું પ્રજ્વલન | ||||
T+૨૫.૪ | ૨.૫૧૫ | ૫૫૧ | બે સ્ટ્રેપ ઓન મોટરનું હવામાં પ્રજ્વલન | ||
T+૬૮.૦૪ | ૨૩.૪૭૨ | ૧,૧૫૫ | જમીન પર પ્રજ્વલિત ચાર મોટરનું વિચ્છેદ | ||
T+૯૦.૦૪ | ૪૦.૦૬૧ | ૧,૬૪૪ | હવામાં પ્રજ્વલિત બે મોટરનો વિચ્છેદ | ||
T+૧૧૨.૭૩ | ૬૭.૬૦૧ | ૨,૦૨૮ | પ્રથમ તબક્કાના રોકેટનું વિચ્છેદન | ||
દ્વિતીય તબક્કો | T+૧૧૨.૯૩ | ૬૭.૮૨૮ | ૨,૦૨૭ | બીજા તબક્કાનું પ્રજ્વલન | |
T+૧૫૬.૭૩ | ૧૧૫.૬૦૪ | ૨,૨૮૪ | ઉષ્મા કવચ વિચ્છેદન | ||
T+૨૭૮.૮૧ | ૨૩૬.૭૨ | ૪,૦૯૯ | દ્વિતીય તબક્કાનું વિચ્છેદન | ||
ત્રીજો તબક્કો | T+૨૮૦.૦૧ | ૨૩૭.૪૩૩ | ૪,૦૯૭ | ત્રીજા તબક્કાનું પ્રજ્વલન | |
T+૪૯૮.૩૩ | ૪૫૫.૪૮૭ | ૬,૦૮૬ | ત્રીજા તબક્કાનું વિચ્છેદન | ||
ચોથો તબક્કો | T+૫૨૦.૬૦ | ૪૬૦.૮૧૮ | ૬,૦૬૫ | ચોથા તબક્કાનું પ્રજ્વલન | |
T+૯૧૪.૯૨ | ૫૭૧.૨૪૭ | ૭,૫૭૫ | ચોથા તબક્કાના પ્રણોદનું કપાણ | ||
T+૯૭૧.૯૨ | ૫૭૨.૦૮૦ | ટીઈએસ છૂટો પડ્યો | |||
T+૧,૦૧૧.૯૨ | ૫૭૨.૭૦૯ | બીઆઈઆરડી છૂટો પડ્યો | |||
T+૧૦૯૧.૯૨ | ૫૭૪.૦૬૪ | પ્રોબા કક્ષોન્નતિ શરૂ | |||
T+૧,૫૫૨.૫૦ | ૫૮૫.૦૧૮ | ૭,૫૯૩ | પ્રોબા કક્ષોન્નતિ સમાપ્ત | ||
T+૧,૬૦૨.૫૦ | ૫૮૬.૬૮૮ | ૭,૫૯૨ | પ્રોબા કક્ષામાં છૂટો પડ્યો | અભિયાન પૂર્ણ | |
ચોથા તબક્કામાં વિસ્ફોટના પરીણામે પીએસએલવી ૧૯ ડીસેમ્બરના રોજ તૂટી ગયું હતુ.[12] આ વિસ્ફોટ બાદ નાસાએ ઇસરોએ ઉપરના તબક્કાનું નિષ્ક્રિયનની ચોજના અમલમાં મૂકી.[13] ઇસરોના જણાવ્યા મુજબ આ ઘટનાના કારણે અવકાશમાં કાટમાળના નવા ૩૮૬ ટુકડાઓ ઉમેરાયા, જેમાંથી ૩૧૦ પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશના કારણે બળી ગયા, પણ ૭૬ ટુકડાઓ હજુ પણ પૃથ્વીની નીચલી કક્ષામાં ફરે છે.[14][15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.