From Wikipedia, the free encyclopedia
નૅપ્ચ્યુન (વરુણ) સૂર્યમંડળનો આઠમો ગ્રહ છે.તે એક્ બાહ્ય ગ્રહ્ છે.અન્ય બાહ્ય ગ્રહો ની માફક તે મુખ્ય ત્વે વાયુ નો બનેલ છે.તેની શોધ ઉબ્રેઇન લે વેર્રીઅરે કરી હતી. આનું નામ ગ્રીક દંત કથાના સમુદ્રના દેવ નેપચ્યુનના નામે રાખવામાં આવ્યું છે. સૌર મંડળમાં વ્યાસની દ્રષ્ટીએ આ ચોથો સૌથી મોટો અને દળની દ્રષ્ટીએ ત્રીજો સઓથી મોટો ગ્રહ છે. આ ગ્રહનું દળ પૃથ્વી કરતાં ૧૭ ગણું છે અને તેના જોડીયા એવા યુરેનસ કરતા તે થોડો જ વધુ દળદાર છે. યુરેનસનું દળ પૃથ્વી કરતા ૧૫ ગણું છે પણ તે નેપચ્યુન જેટલું ઘનત્વ ધરાવતો નથી. [1] નેપચ્યુન સૂર્યથી ૩૦.૧ એ.યુ. (એસ્ટ્રોનોમિકલ યુનિટ- અવકાશી એકમ) જેટલા સરાસરી અંતરે સુર્યની પરિક્રમા કરે છે જે પૃથ્વીથી લગભગ ૩૦ ગણું છે. આનું ખગોળીય ચિન્હ♆ છે, જે ગ્રીક દેવતા નેપચ્યુનના ત્રિશુલનું સંસ્કરણ છે.
૧૯૭૯ માં વૉયેજર ૨એ લીધેલી નૅપચ્યુનની છબી. | |
આ ગ્રહની શોધ ૨૩ સ્પ્ટેમ્બર ૧૮૪૬ના દિવસે થઈ હતી. આ એવો પ્રથમ ગ્રહ છે જેને શોધ ખગોળીય અવલોકન થી વિપરીત ગણિતિક સૂત્રોને આધારિત હતી. યુરેનસની કક્ષામાં અણધાર્યાં ફેર બદલને કારણે એલેક્સીસ બુવર્ડનામના ખગોળ શાસ્ત્રીએ તારણ કાઢ્યું કે યુરેનસની કક્ષા જરુરથી કોઈ અજ્ઞાત ગ્રહના ગુરુત્વા કર્ષણ ને કારણે સ્ખલિત થાય છે. ત્યાર બાદ જોહન ગૅલ દ્વારા અર્બેન લી વેરીયરની અનુમાનિત ગણતરી ને અનુસરીને આ ગ્રહ નીહાળ્યો. ત્યાર પછીના ટૂંક સમયમાં તેનો સૌથે મોટો ચંદ્ર ટ્રાઈટન ને પણ જોવાયો હતો. જોકે તેના અન્ય ૧૨ ચંદ્રોને ટેલિસ્કોપથી ૨૦મી સદીમાં જ શોધી શકાયા હતાં. નેપચ્યુનની મુલાકાત માત્ર વોયેજર -2 નમના એક જ અવકાશ યાને લીધી છે. જે ઑગસ્ટ ૨૫ૢ૧૯૮૯ના દિવસે આ ગ્રહની નજીક થી ઉડ્યો હતો.
નેપ્ચ્યુન ની સંરચના યુરેનસ જેવી જ છે, જોએ કે આ બંનેની સંરચના ગુરુ અને શનિ જેવા વાયુમય ગોળાની અપેક્ષાએ જુદી છે. ખગોળ શાસ્ત્રીઓ આ ગ્રહોને (નેપ્ચ્યુન અને યુરેનસ) "વિશાળ હિમ ગોળા" (આઈસ જાયન્ટ્સ)ની શ્રેણીમાં મુકે છે. નેપચ્યુનનું વાતાવરણ મૂળ રીતે ગુરુ અને શનિના હાયડ્રોજન અને હિલિયમ ધરાવતા વાતાવરણ સમાન છે, પરંતુ અહીં તેમની સરખામણી એ પાણી, અમોનિયા અને મિથેનના બરફો વધુ પ્રમાણમાં જોવા મળે છે. [2] નેપચ્યુનના બાહ્ય વાતાવરણમાં રહેલ મિથેનની હાજરીને કારણે તે ભૂરા રંગનો દેખાય છે.[3]
યુરેનસના કોઇપણ ખાસિયત વિનાના વાતાવરણની સરખામણી એ નેપચ્યુનનું વાતાવરણ તેના સક્રીય અને દ્રશ્યમાન વાતાવરણીય બદલાવ માટે નોઁધનીય છે. દા.ત જ્યારે ૧૯૮૯માં વોયેજર-૨ આ ગ્રહની પાસેથી પસાર થયું ત્યારે આ ગ્રહના દક્ષિન ધ્રુવ આગળ એક ઘેરો દાગ નોઁધાયો હતો જે ગુરુના વિશાળ રાતા ધાબા સમાન છે. આ વાતાવરણીય રેખાઓ સૂર્ય મંડળના ગ્રહોની એક સામાન્ય ખાસિયત એવા વિહરમાન પવનને કારણે નિર્માણ થાય છે. જેમાઁ નોઁધાયેલ પવન ની ઝડપ ૨૧૦૦ કિમી/કલાક જેટલી હોઇ શકે છે. [4]
સૂર્યથે અત્યઁત દૂર હોવાને કારણે નેપચ્યુનનું બાહરી વાતાવરણ સૌર મંડળના સૌથે ઠંડા સ્થળોમાં નું એક હોય છે. આના વાદળોનુઁ તાપમાન -૨૧૮°સે જેટલું હોય છે આના કેંદ્રમાઁ વાતા વરણ ૫૪૦૦ °કે જેટલું હોય છે.[5][6]
નેપચ્યુન આંશિક અને ખંડિત એવી વલય સંરચના ધરાવે છે. જેની શોધ ૧૯૬૦માં થઇ હતી પણ તેના પ્ર મતભેદ હતાં અને જેનો પુરાવો વોયેજર-૨ દ્વારા મોકલાયેલા પ્રમાણોથી મળ્યો હતો. [7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.