ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ From Wikipedia, the free encyclopedia
નલિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક છે.[2] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[2].
નલિયા/નલીયા | |||
— નગર — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°15′39″N 68°49′35″E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
વસ્તી | ૮,૯૬૮ (૨૦૦૧[1]) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
નલિયા ભૂતકાળમાં સમૃદ્ધ વ્યાપારી નગર હતું જે ઝાંઝીબાર અને મુંબઈ સાથે વ્યાપારી સંબંધો ધરાવતું હતું. ૧૮૮૦માં તેની વસતી ૫૨૩૮ હતી.[3]
નલિયામાં સદીઓ પહેલાં બંધાયેલું જૈન દેરાસર આવેલું છે.[4][5] તે પ્રખ્યાત જૈન તીર્થ છે અને અબડાસાની પંચતીર્થી તરીકે ઓળખાતા પાંચ જૈન દેરાસરોમાંનું એક છે. આ મંદિરના સ્થાપત્યકારો કચ્છના મિસ્ત્રીઓ હતા.[6][7] અહીં મુખ્ય મૂર્તિ ચંદ્રપ્રભુની છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.