From Wikipedia, the free encyclopedia
દીવ કિલ્લો[1] ભારતના પશ્ચિમ કિનારે દીવમાં આવેલો એક પોર્ટુગીઝ કિલ્લો છે. ૧૬મી સદી દરમિયાન દીવ ટાપુની પૂર્વીય ટોચ પર પોર્ટુગીઝ ભારતની રક્ષણાત્મક કિલ્લેબંધીના ભાગરૂપે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. દીવ નગરની સરહદ ધરાવતો આ કિલ્લો ઇ.સ. ૧૫૩૫માં ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને પોર્ટુગીઝોની સંધિ પછી બનાવવામાં આવ્યો હતો, જ્યારે મુઘલ બાદશાહ હુમાયુએ આ પ્રદેશ પર આક્રમણ કર્યું હતું. ૧૫૪૬ સુધી તેને મજબૂત બનાવવામાં આવ્યો હતો. ઇ.સ. ૧૫૩૭થી પોર્ટુગીઝોએ ડિસેમ્બર ૧૯૬૧માં ભારત સરકારે દીવ પાછું મેળવ્યું ત્યાં સુધી આ પ્રદેશ પર શાસન કર્યું હતું. આજે તે દીવનું એક સીમાચિહ્ન છે અને વિશ્વમાં પોર્ટુગીઝ મૂળની સાત અજાયબીઓમાંનો એક છે.
દીવ કિલ્લો | |
---|---|
દીવનો ભાગ | |
દીવ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, ભારત | |
દીવના કિલ્લાનો દરવાજો | |
દીવનો નકશો, ઇ.સ. ૧૭૨૯ | |
અક્ષાંશ-રેખાંશ | 20.714°N 70.996°E |
પ્રકાર | કિલ્લો |
સ્થળની માહિતી | |
આધિપત્ય | ભારત સરકાર |
નિયંત્રણ | પોર્ટુગલ (૧૬મી સદી - ૧૯૬૧) ભારત (૧૯૬૧-) |
સ્થિતિ | ખંડિત |
સ્થળ ઈતિહાસ | |
બાંધકામ | ૧૬મી સદી |
બાંધકામ કરનાર | પોર્ટુગીઝો |
બાંધકામ સામગ્રી | રેતીયા પથ્થરો અને ચૂનો |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.