ખરેરા નદી
ગુજરાતની એક નદી / From Wikipedia, the free encyclopedia
ખરેરા નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાંથી વહે છે. મહારાષ્ટ્ર રાજ્ય સાથેની ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં વાંસદા તાલુકામાં આવેલ ટેકરીઓમાંથી નીકળતી આ નદી અંબિકા નદીની ઉપનદીઓ પૈકીની એક છે.[1] આ નદી બીલીમોરા નજીક અંબિકા નદીમાં મળી જાય છે.
Quick Facts ખરેરા નદી, સ્થાન ...
ખરેરા નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | અંબિકા નદી |
બંધ | કેલીયા જળાશય યોજના, કેલીયા |
બંધ કરો
આ નદી પર કેલીયા ગામ નજીક કેલીયા જળાશય યોજના હેઠળ બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધ વાંસદા તેમ જ ચિખલી તાલુકામાં સિંચાઈનો અગત્યનો સ્ત્રોત છે.