કૃષ્ણ વિવર
ઘનિષ્ઠ એસ્ટ્રો-ફિઝિકલ વિસ્તાર કે જેનું ગુરુત્વાકર્ષણ એટલું પ્રબળ છે કે તેનાથી કંઈ પણ છટકી શકે ન / From Wikipedia, the free encyclopedia
કૃષ્ણ વિવર અથવા કાળું કાણું (અંગ્રેજી: Black Hole, Blackhole) એક એવો સૈદ્ધાંતિક વિસ્તાર છે જેની પાસે એટલું શક્તિશાળી ગુરુત્વાકર્ષણનું ક્ષેત્ર છે કે જો કોઇ જાતનું દ્રવ્ય અથવા કિરણોત્સર્ગ (વિદ્યુતચુંબકીય તરંગો જેમકે, પ્રકાશ) એના કેન્દ્રથી અમુક અંતરથી નજીક આવે તો એ એના ખેંચાણથી છૂટી શકે નહિ. જેમ પ્રકાશના કિરણો પણ છૂટી ના શકે તેમ આવી વસ્તુઓ કાળી લાગે અને તેથી એનું નામ કાળું કાણું (Blackhole) અપાયું. તેની હાજરી ફક્ત તેના અન્ય પદાર્થો સાથેની પ્રતિક્રિયા વડે જ જાણી શકાય છે.
જ્યારે એક એટલાં શક્તિશાળી ગુરુત્વાકર્ષણની એવી વસ્તુ જેમાંથી પ્રકાશના કિરણો ના છૂટી શકે તેનો વિચાર અઢારમી શતાબ્દીમાં પ્રસ્તાવાયો, અત્યારે તેને આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ઇ.સ. ૧૯૧૬માં વિકસાયેલ સાપેક્ષવાદ પ્રમાણે સમજવામાં આવે છે.