કારગિલ યુદ્ધ
1999 ભારત-પાકિસ્તાન યુદ્ધ / From Wikipedia, the free encyclopedia
કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999 ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય (હિન્દી: विजय, શાબ્દિક "વિજય") તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતું.[22]આ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી નિયંત્રણ રેખાની બીજી તરફ ખદેડી મુકવાનો હતો.[23] આ ખાસ ઓપરેશનનું કોડનેમ ઓપરેશન સફેદ સાગર રાખવામાં આવ્યું હતું.
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
કારગિલ યુદ્ધ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
the Indo-Pakistani wars and conflicts and the Kashmir conflict નો ભાગ | |||||||||
| |||||||||
યોદ્ધા | |||||||||
![]() |
![]() | ||||||||
સેનાનાયક | |||||||||
![]() (President of India) ![]() (Prime Minister of India) ![]() (Chief of the Army Staff) ![]() (Vice Chief of the Army Staff) ![]() (Chief of the Air Staff) |
![]() (President of Pakistan) ![]() (Prime Minister of Pakistan) ![]() (Chief of the Army Staff) ![]() (Chief of the General Staff) ![]() (Chief of the Air Staff) | ||||||||
શક્તિ/ક્ષમતા | |||||||||
30,000 | 5,000 | ||||||||
મૃત્યુ અને હાની | |||||||||
Indian official figures
Pakistani claims
|
Independent figures
Pakistani figures Other Pakistani claims
Indian claims |
પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીરી આતંકવાદીઓ જેવો વેશ ધારણ કરીને એલઓસી( જે બે દેશો વચ્ચેની ડે ફેક્ટો, de facto બોર્ડર છે.) ઓળંગી ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી, જે આખરે યુદ્ધમાં પરિણમી.[24] યુદ્ધની શરૂઆતમાં પાકિસ્તાને, પાકિસ્તાનથી તદ્દન સ્વતંત્ર એવા કાશ્મીરી વિદ્રોહીઓને આ લડત માટે દોષી ઠેરવ્યા, પરંતુ યુદ્ધમાં મૃત્યુ પામેલા પાકિસ્તાની સૈનિકોના દસ્તાવેજો પરથી પાકિસ્તાની અર્ધલશ્કરી દળોની સંડોવણી સામે આવી, પછીથી પાકિસ્તાની વડાપ્રધાન અને મુખ્ય સૈન્ય અધિકારીના નિવેદનમાં પણ આ વાતની પુષ્ટિ થઇ.[25][26][27] પાકિસ્તાની અર્ધલશ્કરી દળોના આગેવાન જનરલ અશરફ રશીદ હતા.[28] એલઓસીની ભારતીય બાજુ પરની ટેકરીઓ પર પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી, ભારતીય ભૂમિદળે વાયુસેનાના સહયોગ વડે મોટા ભાગની ટેકરીઓ પર ફરીથી કબ્જો કર્યો. આંતરરાષ્ટીય સ્તરે રાજદ્વારી વિરોધનો સામનો કરી રહેલા પાકિસ્તાને બાકીના ભારતીય વિસ્તારમાંથી પીછેહઠ કરી.
આ યુદ્ધ પર્વતીય ભૂપ્રદેશમાં ઉચ્ચ ઊંચાઈ પર લડાયેલ યુદ્ધનું સૌથી તાજેતરનું ઉદાહરણ છે, જેણે યુદ્ધના બંને દળો માટે નોંધપાત્ર લોજિસ્ટિક સમસ્યાઓ ઉભી કરી હતી. પરમાણુ રાજ્યો (એટલે કે, પરમાણુ શસ્ત્રો ધરાવતા લોકો) વચ્ચે સીધો, પરંપરાગત યુદ્ધનો પણ આ એકમાત્ર દાખલો છે. ભારતે 1974 માં તેનું પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ હાથ ધર્યું હતું, પાકિસ્તાને, તે જ સમયથી ગુપ્ત રીતે તેની પરમાણુ ક્ષમતા વિકસાવવા માંડી હતી, ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણના માત્ર બે અઠવાડિયા પછી પાકિસ્તાને 1998 માં તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.