ઔરંગા નદી
ગુજરાત, ભારતની એક નદી / From Wikipedia, the free encyclopedia
ઔરંગા નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલી એક મહત્વની નદી છે. આ નદી ધરમપુરનાં જંગલોમાં થઇને વલસાડ શહેર અને બીજા કાંઠાના ગામડામાંથી વહેતી અરબ સાગરમાં મળી જાય છે. વલસાડનું નાનું અવિકસિત બંદર પણ આ નદી ને કિનારે આવેલું છે. માન નદી અને તાન નદી આ નદીની મુખ્ય ઉપનદીઓ છે. આ નદીની કુલ લંબાઈ ૯૭ કિલોમીટર અને સ્ત્રાવ વિસ્તાર ૬૯૯ ચોરસ કિ.મી. જેટલો છે.[1]