સુબ્રહ્મણ્યમ જયશંકર (જન્મ ૯ જાન્યુઆરી ૧૯૫૫) એક ભારતીય રાજદ્વારી અને રાજકારણી છે, જેઓ ૩૦ મે ૨૦૧૯થી ભારત સરકારના વિદેશ મંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને ૫ જુલાઈ ૨૦૧૯થી રાજ્યસભામાં સાંસદ છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે અગાઉ જાન્યુઆરી ૨૦૧૫થી [1][2][3] જાન્યુઆરી ૨૦૧૮ સુધી વિદેશ સચિવ તરીકે સેવા આપી હતી.

Quick Facts એસ. જયશંકર, ૩૦મા વિદેશમંત્રી ...
એસ. જયશંકર
Thumb
૩૦મા વિદેશમંત્રી
પદ પર
Assumed office
૩૦ મે ૨૦૧૯
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
પુરોગામીસુષ્મા સ્વરાજ
રાજ્ય સભાના સાંસદ
પદ પર
Assumed office
૫ જુલાઈ ૨૦૧૯
પુરોગામીઅમિત શાહ
બેઠકગુજરાત
૩૧મા વિદેશ સચિવ
પદ પર
૨૮ જાન્યુઆરી ૨૦૧૫  ૨૮ જાન્યુઆરી ૨૦૧૮
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
પુરોગામીસુજાતા સિંઘ
અનુગામીવિજય કેશવ ગોખલે
અંગત વિગતો
જન્મ
સુબ્રહ્મણ્યમ જયશંકર

(1955-01-09) 9 January 1955 (ઉંમર 69)
નવી દિલ્હી, ભારત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીક્યોકો જયશંકર
સંતાનો3
માતૃ શિક્ષણસંસ્થાસેંટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હી (બી.એ., એમ.એ.)
જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય, એમ.ફિલ., પી.એચડી.
વ્યવસાયસનદી સેવક, રાજદ્વારી, રાજકારણી
પુરસ્કારોપદ્મશ્રી (૨૦૧૯)
બંધ કરો

તેઓ ૧૯૭૭માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા અને તેમની ૩૮ વર્ષથી વધુની રાજદ્વારી કારકિર્દી દરમિયાન, તેમણે સિંગાપોરમાં હાઈકમિશનર (૨૦૦૭-૦૯) અને ઝેક રિપબ્લિકમાં રાજદૂત (૨૦૦૧-૦૪), ચીનમાં રાજદૂત (૨૦૦૯-૧૩), અને અમેરિકામાં રાજદૂત(૨૦૧૪-૧૫) સહિત ભારત અને વિદેશમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી હતી. જયશંકરે ભારત-યુએસ નાગરિક પરમાણુ કરારની વાટાઘાટોમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

નિવૃત્તિ પછી જયશંકર ટાટા સન્સમાં વૈશ્વિક કોર્પોરેટ અફેર્સના પ્રમુખ તરીકે જોડાયા.[4] ૨૦૧૯માં તેમને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.[5] ૩૦ મે ૨૦૧૯ના રોજ તેમણે મોદીના બીજા મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધાં.[6] તેમને ૩૧મે ૨૦૧૯ના રોજ ભારતના વિદેશમંત્રી બનાવવામાં આવ્યા હતા. કેબિનેટ મંત્રી તરીકે વિદેશ મંત્રાલયનું નેતૃત્વ કરનાર તેઓ પ્રથમ ભૂતપૂર્વ વિદેશ સચિવ છે.[7][8]

સંદર્ભો

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.