From Wikipedia, the free encyclopedia
ઉત્તરકાશી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલું છે. ઉત્તરકાશી ઉત્તરકાશી જિલ્લા નું મુખ્ય મથક છે. આ નગર ભગીરથી નદીને કિનારે સમુદ્ર સપાટીથી ૧૩૫૨ મી ની ઊંચાઈ આવેલું છે. અહીં ઘણાં આશ્રમો મંદિરો અને નેહરુ પર્વતારોહણ સંસ્થાન આવેલા છે.
ઉત્તરકાશી | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 30°44′N 78°27′E |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તરાખંડ |
જિલ્લો | ઉત્તરકાશી જિલ્લો |
વસ્તી | ૧૬,૨૨૦ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 1,352 metres (4,436 ft) |
ઉત્તરકાશી એ૩૦.૭૩° N ૭૮.૪૫° E.|}} [1] અક્ષાંશ રેખાશ પર આવેલું છે. અહીંનું ભુપૃષ્ઠ પર્વતીય છે. આ જિલ્લામાં ઘણી નાની અને મોટી નદીઓ છે. યમુના અને ગંગા તેમાંથી સૌથી મોટી છે. તેમના મૂળ ગંગોત્રી (ગોમુખ) અને યમુનોત્રી છે. અસી ગંગા, જડ ગંગા એ ગંગાની અમુક ઉપનદીઓ છે
૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર ઉત્તરકાશીની વસ્તી ૧૬,૨૨૦ હતી. તેમાં ૫૭% પુરુષો અને ૪૩% સ્ત્રીઓ હતી. સરાસરી સાક્ષરતા ૭૮% હતી જે રાષ્ટ્રીય સરાસરી સાક્ષરતા ૫૯.૫% થી વધુ હતી. પુરુષોમાં સાક્ષરતા ૮૩% અને સ્ત્રીઓમાં સાક્ષરતા ૭૧% છે. ૧૧% વસતિ ૬ વર્ષથી નીચેનાની છે. અહીં મુખ્યત્વે ભોતિયા જાધ લોકો રહે છે.
ઉત્તરકાશી સાહસિક ખેલ જેવાકે વ્હાઈટ રીવર રાફ્ટીંગ અને પર્વતારોહણ માટે પ્રસિદ્ધ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.