અકબર
ત્રીજો મોગલ શાસક / From Wikipedia, the free encyclopedia
જલાલુદ્દીન મોહમ્મદ અકબર (૧૫ ઓક્ટોબર ૧૫૪૨ - ૨૭ ઓક્ટોબર ૧૬૦૫) મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સુપ્રસિદ્ધ બાદશાહ હતો. તેનો શાસનકાળ ૧૫૫૬ થી ૧૬૦૫ સુધીનો હતો. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સંગઠીત કર્યો હતો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી હતી. તેણે અગિયાર લગ્નો કર્યા હતા.[11]
Quick Facts અકબર, ૩જો મુઘલ બાદશાહ ...
અકબર | |||||
---|---|---|---|---|---|
હાથમાં બાજ સાથે અકબર. | |||||
૩જો મુઘલ બાદશાહ | |||||
શાસન | ૧૧ ફેબ્રુઆરી ૧૫૫૬ – ૨૭ ઓક્ટોબર ૧૬૦૫[1][2] | ||||
રાજ્યાભિષેક | ૧૪ ફેબ્રુારી ૧૫૫૬[1] | ||||
પુરોગામી | હુમાયુ | ||||
અનુગામી | જહાંગીર | ||||
પાલક મંત્રી કે કારભારી | બૈરામ ખાન (૧૫૫૬–૧૫૬૦)[3] | ||||
જન્મ | જલાલ-ઉદ-દીન મહંમદ અકબર (1542-10-15)15 October 1542 ઉમરકોટ, રાજપૂતાના (હાલમાં સિંધ, પાકિસ્તાન) | ||||
મૃત્યુ | 27 October 1605(1605-10-27) (ઉંમર 63) ફતેપુર સીક્રિ, આગ્રા, મુઘલ સામ્રાજ્ય (હાલમાં ઉત્તર પ્રદેશ, ભારત) | ||||
અંતિમ સંસ્કાર | સિકંદરા, આગ્રા | ||||
મુખ્ય પત્નિ | રુકૈયા સુલ્તાન બેગમ[4][5][6] | ||||
પત્નિઓ | સલીમા સુલ્તાન બેગમ મરીયમ-ઉઝ-ઝમાની ઉર્ફ હીરા કુંવર ઉર્ફ હરખાબાઈ[7]ઉર્ફ(ખો.ના.)જોધાબાઈ[8] રઝિયા બેગમ કાસિમા બાનુ બેગમ બીબી દૌલત શાદ | ||||
વંશજ | હસન મિર્ઝા હુસૈન મિર્ઝા જહાંગીર ખાનુમ સુલ્તાન બેગમ સુલ્તાન મુરાદ મિર્ઝા દનિયાલ મિર્ઝા શક્ર-ઉન-નિસ્સા બેગમ અરામ બાનુ બેગમ શામસ-ઉન-નિસ્સા બેગમ મહી બેગમ | ||||
| |||||
રાજવંશ | તૈમુર વંશ | ||||
પિતા | હુમાયુ | ||||
માતા | હમીદા બાનુ બેગમ | ||||
ધર્મ | સુન્ની ઇસ્લામ,[9][10] દિન-એ-ઇલાહી |
બંધ કરો