હર્ષનાથ મંદિર ભારત દેશના રાજસ્થાન રાજ્યના સિકર જિલ્લાના મુખ્ય શહેર સિકરથી નજીક પહાડી પર સ્થિત એક ઐતિહાસિક મંદિર છે. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર આ સ્થાન પૂર્વકાળમાં ૩૬ માઇલના ઘેરામાં વસેલ હતું[1]. વર્તમાન સમયમાં હર્ષનાથ નામનું ગામ હર્ષગિરિ પહાડીની તળેટીમાં વસેલ છે અને સિકરથી આશરે આઠ માઇલ જેટલા અંતરે દક્ષિણ-પૂર્વ દિશામાં આવેલ છે. આ હર્ષગિરિ પર્વત ૨૯૭૩ ફૂટ (૯૦૦ મીટર) ઊંચાઈ ધરાવે છે અને તેના ઉપર લગભગ ૯૦૦ વર્ષ કરતાં વધુ પ્રાચીન મંદિરોના ખંડેરો આવેલ છે. આ મંદિરો ખાતે એક કાળા પથ્થર પર કોતરેલ લેખ પ્રાપ્ત થયેલ છે, જેની શરૂઆત શિવસ્તુતિથી થાય છે અને પૌરાણિક કથાના સ્વરૂપમાં લેખ લખવામાં આવેલ છે, જેમાં હર્ષગિરિ પર્વત અને મંદિરનું વર્ણન છે અને તેમાં લખ્યું છે કે આ મંદિરના નિર્માણનું કાર્ય અષાઢ શુક્લ ત્રયોદશ, સોમવાર, વિક્રમ સંવત ૧૦૧૨ (૯૫૬ એડી) થી શરુ કરવામાં આવ્યું હતું અને વિગ્રહરાજ ચૌહાણના સમયકાળમાં વિક્રમ સંવત ૧૦૩૦ (૯૭૩ એડી) પૂર્ણ કરવામાં આવ્યું હતું[2]. આ લેખ સંસ્કૃત ભાષામાં છે અને તે રામચંદ્ર નામના કવિ દ્વારા લખાયો હતો. આ મંદિરના ભગ્નાવશેષોમાં અનેક સુંદર કલાપૂર્ણ મૂર્તિઓ અને સ્તંભો વગેરે પ્રાપ્ત થયેલ છે, જેમાંથી મોટા ભાગના અવશેષો સિકર ખાતે સંગ્રહાલયમાં સુરક્ષિત છે.

Quick Facts હર્ષનાથ મંદિર, ધર્મ ...
હર્ષનાથ મંદિર
हर्षनाथ मंदिर
Thumb
હર્ષનાથ મંદિર, રાજસ્થાન
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોસિકર જિલ્લો
દેવી-દેવતાશિવ (હર્ષનાથ)
સ્થાન
સ્થાનસિકર
રાજ્યરાજસ્થાન
દેશભારત
Thumb
હર્ષનાથ મંદિર
હર્ષનાથ મંદિરનું સ્થાન
Thumb
હર્ષનાથ મંદિર
હર્ષનાથ મંદિર (ભારત)
અક્ષાંશ-રેખાંશ27°30′59.79″N 75°11′1.76″E
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીમહામેરુ શૈલી, વાસ્તુશાસ્ત્ર તેમ જ પંચરાત્રશાસ્ત્ર
નિર્માણકારશૈવ સંત ભાવરક્ત
પૂર્ણ તારીખવિક્રમ સંવત ૧૦૩૦ (ઇ.સ. ૯૭૩)
બંધ કરો

ચૌહાણ શાસકોના કુળ દેવતા - શિવ હર્ષનાથનું આ મંદિર હર્ષગિરિ પર આવેલ છે અને તેનું નિર્માણ મહામેરુ શૈલીમાં કરવામાં આવેલ છે. વિક્રમ સંવત ૧૦૩૦ (૯૭૩ એડી)ના એક અભિલેખ મુજબ આ મંદિરનું નિર્માણ ચૌહાણ શાસક વિગ્રહરાજ પ્રથમના શાસનકાળમાં એક શૈવ સંત ભાવરક્ત દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં એક ગર્ભગૃહ, અંતરાલ, કક્ષાસનયુક્ત રંગમંડપ અને અર્ધમંડપ સાથે એક અલગ નદીમંડપ પણ છે. તેના મૂળભૂત તબક્કામાં આ મંદિર એક શિખર દ્વારા પરિપૂર્ણ હતું, જે હાલમાં ખંડિત થઈ ગયેલ છે. વર્તમાન ખંડિત અવસ્થામાં પણ આ મંદિર તેની સ્થાપત્ય વિશિષ્ટતાઓ અને દેવી-દેવતાઓની પ્રતિમાઓ સહિત નૃત્યકારો, સંગીતકારો, યોદ્ધાઓ અને કીર્તિમુખના પ્રારૂપવાળી સુશોભન દૃશ્યાવલિઓની ઉત્તમ શિલ્પકૌશલ માટે ઉલ્લેખનીય છે. આ મંદિરની સંલગ્ન એક ઉચ્ચ અધિષ્ઠાન પર સ્થિત બીજું મંદિર ઉત્તર મધ્યકાલીન છે અને તે માટે ભગવાન શિવને સમર્પિત છે. નજીકમાં સ્થિત એક અન્ય મંદિર ભૈરવને સમર્પિત છે[3].

સંદર્ભો

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.