From Wikipedia, the free encyclopedia
હદીસ (/ hædɪθ / [1] અથવા / hɑːdiːθ /;[2] અરબી: حديث હદીથ, બ.વ.અહાદીસ, أحاديث, 'અહાદીસ [3] અરબી ઉચ્ચાર: [ʔaħadiːθ],"પરંપરાઓ" પણ ) ઇસ્લામમાં ઇસ્લામિક પ્રબોધક કે નબી કે ઇશદૂત મુહમ્મદના શબ્દો, ક્રિયાઓ અને મૌન મંજૂરીનો રેકોર્ડ છે. ઇસ્લામમાં ધાર્મિક કાયદો અને નૈતિક માર્ગદર્શિકાના સ્રોત તરીકે હદીસની સત્તા ફક્ત કુરાન પછી બીજા સ્થાને છે. કુરાનની આયાતો (ઋચાઓ) (જેમ કે ૨૪:૫૪, ૩૩:૨૧) મુસલમાનોને મુહમ્મદનું અનુકરણ કરવા અને તેમના ચુકાદાઓનું પાલન કરવા, હિમાયત માટે શાસ્ત્રોક્ત સત્તા પ્રદાન કરવા આદેશ આપે છે. જ્યારે કુરાનમાં કાયદાને લગતી આયાતોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે, ત્યારે અહાદીસ ધાર્મિક જવાબદારીઓ (જેમ કે નાહવું અથવા વુઝૂ, નમાઝ પઢવા માટે[4] માર્ગદર્શન આપે છે, બધાને અભિવાદન કેવી રીતે કરવું અને [5] ગુલામોની સાથે ઉદારતાપૂર્વકનો વ્યવહાર કરવાનું મહત્વ દર્શાવે છે.[6] આમ, શરિયા કે શરીયત (ઇસ્લામિક કાયદા)ના નિયમોની "મોટા ભાગની બાબતો" કુરાનની જગ્યાએ અહાદીસમાંથી આવી છે.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.