વશિષ્ટી નદી
ભારતની નદી From Wikipedia, the free encyclopedia
ભારતની નદી From Wikipedia, the free encyclopedia
વશિષ્ટી નદી (અંગ્રેજી: River Vashishti) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમા કોંકણના દરિયાકિનારા ખાતે આવેલી મોટી નદીઓ પૈકીની એક નદી છે. આ નદી પશ્ચિમી ઘાટ ખાતેથી શરૂ થાય છે અને સર્પાકાર માર્ગ દ્વારા પશ્ચિમ દિશા તરફ વહેતી અરબી સમુદ્ર ખાતે મળી જાય છે. અલોર નજીક આ નદીની ઉપશાખા પર કોલ્કેવાડી બંધ આવેલો છે, જેના દ્વારા વિશાળ જળાશય રચાયેલ છે.
ચિપલૂણ નગર આ નદીના કિનારા પર આવેલું છે. વર્ષ ૨૦૦૫ દરમિયાન મહારાષ્ટ્રમાં થયેલ અતિવર્ષાને કારણે પૂર આવતાં તેના કિનારા પર મોટા પાયે ધોવાણ થતાં નદીની પહોળાઇમાં વધારો થયેલ છે, જેને કારણે ઘણા શહેરના રહેવાસીઓએ રહેઠાણો ખાલી કરવા પડ્યાં હતાં.
આ નદીના પટમાં ઘણા ટાપુઓ છે. જે પાણીમાં વસતા મગરો[1][2] માટે જાણીતા છે.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.