લક્ષદ્વીપ (મલયાલમ: ലക്ഷദ്വീപ്, Mahl: ލަކްޝަދީބު Lakshadīb) દ્વીપસમુહ એ ભારત દેશનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર કવરત્તી નગરમાં આવેલું છે. લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરળના દરિયા કિનારાથી ૨૦૦ થી ૩૦૦ કિ.મી. જેટલા અંતરે આવેલા છે. તેમાંથી માત્ર અગિયાર ટાપુઓ પર માનવ વસ્તી છે. ૨૦૦૧માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે લક્ષદ્વીપની વસ્તી ૬૦,૫૯૫ છે. અહીંના બધા ટાપુઓ મળીને કુલ ૩૨ ચોરસ કિલોમીટર (૧૧ ચોરસ માઇલ) જેટલો જમીન વિસ્તાર ધરાવે છે. ભારતને આઝાદી મળી તે પહેલાં આ ક્ષેત્ર બ્રિટિશ શાસનના મલબાર વિભાગના શાસનમાં આવતું હતું.

Quick Facts લક્ષદ્વીપ ലക്ഷദ്വീപ് ލަކްޝަދީބު, દેશ ...
લક્ષદ્વીપ

ലക്ഷദ്വീപ്
ލަކްޝަދީބު
Thumb
મિનિકોય, દક્ષિણ લક્ષદ્વીપમાં આવેલો ટાપુ
Thumb
અક્ષાંશ-રેખાંશ: 10.57°N 72.64°E / 10.57; 72.64
દેશભારત
વિસ્તારદક્ષિણ ભારત
સ્થાપના૧ નવેમ્બર ૧૯૫૬
પાટનગરકવરત્તી
સરકાર
  સંચાલકવિજય કુમાર IAS
  લક્ષદ્વીપ લોક સભા સભ્યમહંમદ ફૈઝલ પી. પી.
વિસ્તાર
  કુલ૩૨ km2 (૧૨ sq mi)
વિસ્તાર ક્રમ૩૬મો
વસ્તી
 (૨૦૧૧)
  કુલ૬૫,૪૭૩
ભાષાઓ
  અધિકૃતમલયાલમ, અંગ્રેજી[1]
માહલ (દ્વિવેહી) મિનિકોય ટાપુ પર બોલાય છે.
વંશ
  વંશીય સમૂહ≈૮૪.૩૩% મલયાલી
≈૧૫.૬૭% માહલી
ISO 3166 ક્રમIN-LD
જિલ્લાઓ
સૌથી મોટું શહેરએન્ડરોટ્ટ
HDIIncrease
0.796
HDI વર્ષ૨૦૦૫
HDI વર્ગઉંચો
વેબસાઇટwww.lakshadweep.gov.in
બંધ કરો

લક્ષદ્વીપના મુખ્ય ટાપુઓ

Thumb
લક્ષદ્વીપ ટાપુઓનો નક્શો
  • કઠમઠ ટાપુ
  • મિનીકોય ટાપુ
  • કવરત્તી ટાપુ
  • બંગારામ ટાપુ
  • કલ્પેની ટાપુ
  • અગાતી ટાપુ
  • અન્દરોત ટાપુ

અન્દરોત ટાપુ પર પર્યટકો માટે જવાની અનુમતિ મળતી નથી.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.