From Wikipedia, the free encyclopedia
પીઝાનો ઢળતો મિનારો અથવા તો માત્ર પીઝાનો મિનારો એ એક સ્વબળે ઉભો રહેલ અર્થાત કેમ્પ લાઇન કે ફ્રી સ્ટેન્ડીંગ ઘંટમિનાર છે. એ ઇટાલીના એક શહેર પિસાના મહત્વપૂર્ણ દેવળ (ચર્ચ)ના પરિસરમાં આવેલો છે. તે દેવળની પાછળના ભાગમાં સ્થિત છે. પીઝાના કેથેડ્રલ સ્ક્વેર (દેવળ ચોગન)ની તે કેથેડ્રલ અને બાપ્ટીસ્ટ્રી પછી ત્રીજી સૌથી જૂની ઈમારત છે.
આમ તો તે સીધો ઊભો રહેવા જ બનાવાયેલ હતો પણ બાંધકામ પછી તરત જ ૧૧૭૩માં નબળી રીતે બંધાયેલ પાયો અને ઢીલાશ પડતી પાયા નીચેની મૃદાને કારણે, મિનારો ઈશાન ખૂણે ઢળવા લાગ્યો. ઢીલાશ પડતી પાયા નીચેની મૃદાને કારણે પાયાએ પોતાની દિશા પણ બદલવા માંડી. અત્યારે આ મિનારો વાયવ્ય તરફ ઢળેલો છે.
આ મિનારાની જમીનથી નીચલા છેડાની ઊંચાઈ ૫૫.૮૬મીટર (૧૮૩.૨૭ફીટ) અને ઉપલા છેડાની ઊંચાઈ ૫૬.૭મીટર (૧૮૬.૦૨ફીટ) છે. પાયા આગળ દીવાલની જાડાઈ ૪.૦૯મીટર અને ટોચ પર ૨.૪૮મીટર (૮.૧૪ફીટ) છે. તેનું વજન ૧૪૫૦૦ મેટ્રીક ટન જેટલું મનાય છે. ટાવરમાં ૨૯૬ કે ૨૯૪ પગથિયાં છે. સાતમે માળે ઉત્તરીય દાદરામાં બે પગથિયાં ઓછાં છે.
ટાવર ૫.૫ અંશ ના ખૂણે ઢળેલો છે.[1] અમુક અન્ય સ્ત્રોત પ્રમાણે તે ૩.૯૭ અઁશ પર ઢળેલો છે.[2] આ હિસાબે ટાવર ને ટોચ પોતાના મૂળ સ્થાનથી ૩.૯મીટર દૂર છે.[3].
પીઝાનો મિનારોએ કળાનો નમૂનો છે, જેને ૧૭૭ વર્ષના ગાળા ત્રણ તબ્બકામાં નિર્માણ કરવામાં આવ્યો. સફેદ આરસપહાણના પ્રથમ સ્તરનું નિર્માણ ઑગસ્ટ ૯,૧૧૭૩ના સન્ય સફળતા અને સમૃદ્ધીમાં શરૂ થયું. આ માળો થાંભલાઓથી ઘેરાયેલો છે. જેના ઉપરના ભાગ પર સુંદર કલાત્મક નક્શી છે જે અંધ કમાન તરફ ઢળે છે.૧૧૭૮માં જ્યારે બાંધકામ ત્રીજા સ્તરે પહોંચ્યું ત્યારે તેનું ઢળવાનું શરૂ થયું. આનું કારણ માત્ર ત્રણ મીટરનો પાયો અને અસ્થિર નિમ્ન મૃદા હતું. આનો અર્થ એ થાય છે કે શરૂઆતથીજ રચનામાં ભૂલો હતી. આ બાંધકામ લગભગ એક સદી સુધી બંધ રખાયું કેમકે પીઝાવાસીઓ સતત ગેનોઆ,લ્યુક્કા અને ફ્લોરેંસ આદિ સાથે યુદ્ધમાં રોકાયેલા હતાં. આ સમયગાળાને લીધે નીચેને જમીનને ઠરીઠામ થવાનો મોકો મળ્યો. નહીંતો ટાવર અવશ્ય ગબડી પડત. ૧૧૯૮માં અર્ધ નિર્મિત માળખાં પર હંગામી રીતે ઘડિયાળ મુકવામાં આવી હતી.
૧૨૭૨માં, કૅમ્પૉસાન્તોના વાસ્તુકાર તોગીયોવાની દી સિમોનના હાથ નીચે બાંધકામ ફરી સરૂ થયું. ઢોળાવના સમતોલન માટે ઈજનેરોએ ઉપરના માળાની એક બાજુ અન્ય બાજુથી ટૂંકી બનાવતા. આને લીધે મિનારો બીજી દિશામાં ઢળવા લાગ્યો. આને લીધે ખરું જોતાં મિનારો ત્રાંસો નહી વાંકો પણ છે. ૧૨૮૪માઁ જ્યારે પીઝાને મેલોરિઆના યુદ્ધમાં ગેનોઅન્સ દ્વારા હરાવવામાં આવ્યા ત્યારે ફરી તેનું બાંધકામ સ્થગિત થયું.
૧૩૧૯માં સાતમો માળ પૂરો કરવામાં આવ્યો. ૧૩૭૨ સુધી તેમાં ઘંટખંડ ઉમેરવામાં આવ્યો ન હતો. તેનું બાંધકામ ટોમૅસો દી ઍંડ્રીઆ પીઝાનો દ્વારા થયું જેણે ઘંટખંડના ગોથીક ભાગઓને મિનારાની રોમન શૈલી સાથે સુમેળ કરાવડાવ્યો. સંગીતના સૂર અનુસાર તમાં સાત ઘંટ છે. ૧૬૫૫માં સૌથી મોટો ઘંટ બેસાડવામાં આવ્યો હતો.
૧૯૯૦-૨૦૦૦ વચ્ચે માળખાકીય મજબૂતાઈના કાર્ય [4]પછી અત્યારે ટાવર હળવા સપાટીના પુન:પ્રસ્થાપન હેઠળ છે. જેમાં તેની દ્રશ્ય તૂટફૂટ અને ખવાણ તથા કાળાશને હટાવાય છે. પવન અને હવાની સ્થિતીને કારણે તે મજબૂત રહ્યા છે.[5]
પીઝાના ઢળતા મિનારાના વાસ્તુકારની સાચી ઓળખ વિષે વિવાદ છે.ઘણાં વર્ષો સુધી તેની રચનાકાર તરીકેનું માન ગુગ્લીએલ્મો અને ૧૨મી સદીના પીઝામાં થયેલ મહાન કલાકાર બૉનાનો પીઝાનો ને મળ્યું જે પોતાની પીઝા ડ્યુમો નામની કાંસ્ય કૃતિ માટે ખૂબ પ્રસિદ્ધી પામ્યાં. બૉનાનો પીઝાનો ૧૧૮૫માં પીઝા છોડીને સિસિલીના મૉનરીયલ ખાતે ચાલ્યાં ગયાં અને તેમના મૃત્યુ કાળ સમયે જ જન્મ ભૂમિ માં પાછાં ફર્યાં. ૧૮૨૦માં તેમની કબર મિનારાની તળીયે મળી આવી હતી. હાલમાં થએલ સંશોધન[6] મુજબ બાંધકામનો સમય અને પીઝાના અન્ય સમકાલીન ઈમારતોના માળખાઓ(ખાસ કરીને સાન નિકોલા પીઝાનો ઘંટ મિનાર અને પીઝાને બાપ્ટીસ્ટ્રી) વચ્ચેની સામ્યતા જોતાં તેના મૂળ વાસ્તુકાર તરીકે ડીઓતીસાલ્વી લાગે છે. પણ તે હમેંશા બેલટાવર પર હસ્તાક્ષર કરતો અને અહીં તેના હસ્તાક્ષર દેખાતાં નથી.
પદાર્થની મુક્ત પતન ગતિ તેના દળ પર આધારિત નથી તે સાબિત કરવા કહેવાય છે કે ગેલેલિયો ગેલેલીએ જુદાજુદા દ્રવ્ય માન ધરાવતા બે તોપનાં ગોળાને ટાવર પરથી નીચે ફેંક્યા. જો કે આ એક મનઘડંત વાર્તા હોઈ શકે છે .[7]કેમકે તેનો એકમાત્ર સ્ત્રોત ગેલેલિયોનો મદદનીશ હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મિત્રો દેશોએ જાણ્યું કે નાઝીઓ તેને એક અવલોકન ચોકી તરીકે વાપરતાં હતાં. આ મિનાર પરની કાર્યવાહીની સત્તા યુ.એસ. થલસેના અમલદારને આપવમાં આવી, જેણે આ મિનાર પર હુમલો ન કરી તેને ધ્વસ્ત થતો બચાવી લીધો.[8]
૨૭ ફેબ્રુઆરી ૧૯૬૪ના દિવસે તેને ગબડી પડતો બચાવવા ઈટલીની સરકારે મદદની વિનંતિ કરી. તેનો ઢોળાવ જાળવી રાખવાનો નિર્ણય લેવાયો કેમકે પીઝાના પ્રવાસ ઉધ્યોગના વિકાસમાં તેનો મહત્ત્વ પૂર્ણ ફાળો હતો. આંતરરાષ્ટ્રીય ઇજનેરો, ગણિતજ્ઞો, અને ઇતિહાસકારો આના સ્થિરીકરણની ચર્ચા માટે ઍઝોર્સ ટાપુઓ પર મળ્યાં તે શોધી કાઢવામાં આવ્યું કે નીચી તરફના નબળાં પાયાના અનુપાતમાં ઢોળાવ વધતો હતો.ટાવરને સ્થિર કરવાના ઘણાં ઉપાયો સૂચવવામાં આવ્યાં તેમાંનો એક ઉપાય ઊંચી બાજુ પર સીસાનો સમતોલી ભાર મુકવાનો પણ હતો.
૧૯૮૭માં મિનારને કેથેડ્રલ બાપ્ટીસ્ટ્રી અને સ્મશાન સહીત પીઝા દી મિરૅકોલીને યુનેસ્કો વિશ્વ ધરોહરમાં ઉમેરવામાં આવ્યો.
૭ જાન્યુઆરી ૧૯૯૦ના દિવસે ટાવર પરના બે સદીના કાર્ય પછી તેને આમ જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો. જ્યારે મિનારને બંધ કરાયો ત્યારે તેમાંના ઘંટને હટાવી દેવાયા જેથી ભાર મુકત થતાં ઢોળાવને અટકાવવામાં રાહત મળે. આ સાથે ત્રીજા સ્તર પર દોરડાં બાંધીને તેને વિરુદ્ધ બાજુ પરથોડાં મીટર દૂર ખોડી દેવાયા. સલામતી માટે તે મિનારની છાયામાં આવતાં ઘરો આદિને ખાલી કરી દેવાયા. મિનારને પડતો વબચાવવાનો અંતિમ ઉપાય એ હતો કે તેની ઊંચકાયેલ બાજુની જમીન નીચેથી થોડી માટી હટાવી ટાવરને એક સલામ ખૂણે સ્થિર કરાય. આમ મિનારને ૧૮ ઈંચ (૪૫ સે.મી.) જેટલો એટલે કે ૧૮૩૮માં જે સ્થિતિ હતી તેટલા સુધી સીધો કરાયો. એક સદીના સુધારક અને સ્થિરીકરણના પ્રયત્નો પછી મિનારાને જાહેઅર જનતા માટે ૧૫ ડિસેમ્બર ૨૦૦૧ના ખુલ્લો મુકાયો અને આવતાં ૩૦૦ વર્ષોમાટે તેને સલામત કહે છે. મેૢ ૨૦૦૮માં અન્ય બીજી માટી હટાવાતા ઈજનેરો એ કદાવો કર્યો છે કે મિનારાએ ઇતિહાસમાં પ્રથમ વખત ઢળવાનું બંધ કર્યું છે. તમણે કહ્યુ છે કે તે લગભગ બીજા ૨૦૦ વર્ષો સુધી સ્થિર રહેશે.
પાંચમા ઘંટપરની નોંધ તેનું નામ ઇસ્ટર પૅસ્ક્વેરેશિયા પડ્યું કેમકે તેને ઇસ્ટર ના દિવસે વગડવામાં આવતો. જો કે આ ધંટ ખંડ કરતાં પણ જુનો છે અને પીઝાના વેરગાટ્ટા પલઝોના મિનારા પરથી લવાયો ચે જ્યાં તેને લા ગુસ્ટીઝિઆ (ન્યાય) કહેવાતો. આ ઘંટ ફાંસીની ૧૨૯૮ના કાઉંટ ઉગોલીનો જેવા ગુનેગાર કે દેશદ્રોહીઓ ની સજાની જાહેરાતમાટે વગાડવામાં આવતો. ૧૮મી સદીના અંતમાં તૂટેલા ઘંટ પૅસ્ક્વેરેશિયાને બદલી નવો ઘંટ બેસાડવામાં આવ્યો.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.