From Wikipedia, the free encyclopedia
નોકિયા કોર્પોરેશન (NOKIA) ફિનિશ બહૂરાષ્ટ્રીય કમ્યૂનિકેશન કંપની છે. જેનું મૂખ્યાલય કઈલનિએમી, એસ્પૂ ખાતે આવેલું છે. આ શહેર ફિનલેન્ડના પાટનગર હેલસિંકિ નજીક આવેલું છે.[4] નોકિયા 120 દેશોમાં 128,445 કર્મચારીઓ, 150થી વધુ દેશોમાં વેચાણ અને 2008ના અંતે નોકિયાની વૈશ્વિક વાર્ષિક આવક 50.7 અબજ યુરો અને સંચાલકીય નફો 5.0 અબજ યુરો સાથે મોબાઈલ ઉપકરણ ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલી છે અને ઈન્ટરનેટ તેમજ કમ્યૂનિકેશન ઉદ્યોગમાં જોડાઇ રહી છે.[8][9] નોકિયા વિશ્વની સૌથી મોટી મોબાઈલ ફોન બનાવતી કંપની છે. નોકિયાનો વિશ્વમાં મોબાઈલ (Handset)ના બજારમાં હિસ્સો 2009ના બીજા ત્રિમાસિક ગાળા સુધી 38 ટકા હતો જે 2008ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 40 ટકા હતો. જો કે 2009ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન તેનો બજાર હિસ્સો 37 ટકા હતો.[3] નોકિયા બધા જ પ્રકારના બજાર અને પ્રોટોકોલ માટે મોબાઈલ ફોન બનાવે છે. જેમાં જીએસએમ (GSM), સીડીએમએ (CDMA), અને ડબલ્યુ-સીડીએમએ (W-CDMA) (યુએમટીએસ (UMTS))નો સમાવેશ થાય છે. નોકિયા ઈન્ટરનેટ સેવા પણ આપે છે જેના દ્વારા લોકો સંગીત, નક્શાઓ, મીડિયા, મેસેજિંગ અને રમતોનો આનંદ માણી શકે છે. નોકિયાની પેટાકંપની નોકિયા સિમેન્સ નેટવર્ક્સ ટેલિકમ્યૂનિકેશન નેટવર્કના સાધનો અને સોલ્યુસન્સ બનાવે છે.ઉપરાંત સેવા પણ પ્રદાન કરે છે.[5]આ ઉપરાંત તેની સંપૂર્ણ માલિકીની કંપની નેવટેક દ્વારા ડિજિટલ નકશાની માહિતી પૂરી પાડે છે.[6]
Public – Oyj (ઢાંચો:OMX, NYSE: NOK, FWB: NOA3) | |
ઉદ્યોગ | Telecommunications Internet Computer software |
---|---|
સ્થાપના | Tampere, Finland (1865) incorporated in Nokia (1871) |
સ્થાપકો | Fredrik Idestam |
મુખ્ય કાર્યાલય | Espoo, Finland |
સેવા અપવામાં અવતા વિસ્તારો | Worldwide |
મુખ્ય લોકો | Jorma Ollila (Chairman) Olli-Pekka Kallasvuo (President & CEO) Richard A. Simonson (CFO) Mary T. McDowell (CDO) |
ઉત્પાદનો | Mobile phones Smartphones Mobile computers Networks (See products listing) |
સેવાઓ | Services and Software Online services |
આવક | €50.722 bn (2008)[1][2] |
સંચાલન આવક | €4.966 bn (2008) |
ચોખ્ખી આવક | €3.988 bn (2008) |
કુલ સંપતિ | €39.582 bn (2008) |
કુલ ઇક્વિટી | €16.510 bn (2008) |
કર્મચારીઓ | 120,827 in 120 countries (June 30, 2009)[3] |
વિભાગો | Devices Services Markets |
ઉપકંપનીઓ | Nokia Siemens Networks Navteq Symbian Vertu Qt Software |
વેબસાઇટ | Nokia.com |
નોકિયા સંશોધન અને વિકાસ (આર એન ડી), ઉત્પાદન અને વેચાણ માટે ઘણા દેશોમાં સ્થાન ધરાવે છે.ડિસેમ્બર 2008ના અંતે નોકિયાના 16 દેશોમાં સંશોધન અને વિકાસ ક્ષેત્રે હાજરી ધરાવતી હતી અને અને તેમાં 39,350 કર્મચારીઓને રોજગારી આપતી હતી જે કંપનીના કુલ કર્મચારીની સંખ્યાના 31 ટકા જેટલા છે.[1] 1986માં સ્થપાયેલું નોકિયા રિસર્ચ સેન્ટર નોકીયાનું ઔદ્યોગિક સંશોધન એકમ છે. આ સેન્ટરમાં 500 જેટલા સંશોધકો, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો કામ કરે છે.[7][8] આ ઉપરાંત નોકિયા સાત દેશો : ફિનલેન્ડ, ચીન, ભારત, કેન્યા, સ્વિત્ઝલેન્ડ, અને યુનાઈટેડ કિંગ્ડમ તેમજ યુનાઈટેડ સ્ટેટ્સમાં સ્થાનો ધરાવે છે.[9] સંશોધન કેન્દ્ર ઉપરાંત, નોકિયાએ 2001માં બ્રાઝિલમાં રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ આઈએનડીટી (INdT) – નોકિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીની સ્થાપના કરી છે.[10]નોકિયા 15 જેટલી નિર્માણ(ઉત્પાદન) સગવડ ધરાવે છે. જેમા ફિનલેન્ડમાં [11] એસ્પૂ, ઓલુ અને સાલો, જ્યારે બ્રાઝિલમાં મનૌસ,ચીનમાં બીજિંગ, ડોનગુઆન સુઝહાઉ, ઈંગ્લેન્ડમાં ફર્નબોરો, હંગેરીમાં કોમારોમ, ભારતમાં ચેન્નાઈ, મેક્સિકોમાં રેનોસા, રોમાનિયામાં જુકુ, અને દક્ષિણ કોરિયામાં મસાનનો સમાવેશ થાય છે.[12][13] નોકિયાનો ડિઝાઈન વિભાગ ફિલલેન્ડના સાલો ખાતે આવેલો છે.
નોકિયા એક પબ્લિક લિમિટેડ કંપની છે જે હેલસિંકિ, ફ્રેન્કફર્ટ, અને ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી છે.[11]નોકિયા ફિનલેન્ડના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ધરાવે છે. તે અન્ય ફિનિશ કંપનીઓ કરતા ઘણી મોટી છે. 2007ના રીપોર્ટ મુજબ હેલસિંકિ સ્ટોક એક્સચેન્જ(ઓએમએક્સ હેલસિંકિ)માં નોંધાયેલી કંપનીઓના બજાર મુડીકરણ(માર્કેટ કેપિટલાઈઝેશનમાં નોકિયાનો હિસ્સો 33 ટકા જેટલો છે, જે કોઈ પણ ઔધોગિક દેશ માટે અલગ પ્રકારની સ્થિતિ દર્શાવે છે.[14] ફિનલેન્ડમાં નોકિયા એક મહત્વની નોકરીદાતા કંપની છે. નોકિયાની સાથે ભાગીદારી તેમજ પેટાકોન્ટ્રાક્ટ કરીને કેટલીય કંપનીઓ પોતાનું કામ ચલાવે છે.[15] નોકિયાએ 1999માં ફિનલેન્ડના જીડીપી(GDP)માં 1.5 ટકાનો વધારો કર્યો હતો. 2004માં નોકિયાનો ફિનલેન્ડના જીડીપીમાં 3.5 ટકા હિસ્સો હતો, અને 2003માં ફિનલેન્ડની કુલ નિકાસમાં કંપનીનો હિસ્સો 25 ટકા જેટલો માતબર હતો.[16]
ફિન્સ નોકિયાને શ્રેષ્ઠ બ્રાન્ડ અને શ્રેષ્ઠ નોકરીદાતા કંપની માને છે.નોકિયા બ્રાન્ડની કિંમત 35.9 અબજ અમેરિકન ડોલર થાય છે. નોકિયા સૌથી વધુ કિંમતી બ્રાન્ડ અંગેના /બિઝનેસવીક ના ઈન્ટ્રાબ્રાન્ડ બેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ લીસ્ટ 2008માં (પહેલી નોન-અમેરિકન કંપની). સ્થાન મેળવું છે. તેનો ક્રમ આ યાદીમાં પાંચમો છે.[17][18] (2007 મુજબ) તે એશિયા અને (2008 મુજબ) યુરોપમાં પ્રથમ નંબરની બ્રાન્ડ છે.[19] જ્યારે ફોર્ચ્યૂનની વિશ્વની સૌથી વધુ પ્રશંશાપાત્ર કંપનીઓના લીસ્ટમાં તેનો 42મો નંબર આવે છે. (નેટવર્ક કમ્યૂનિકેશનમાં ત્રીજો, અને સાતમી નોન-અમેરિકન કંપની),[20] તેમજ આવક મુજબ 2009ના ફોર્ચ્યૂન ગ્લોબલ 500 લીસ્ટમાં તેનો નંબર વિશ્વની 85માં નંબરની સૌથી મોટી કંપની છે જે ગત વર્ષે 88મો ક્રમાંક હતો.[21] એએમઆર રીસર્ચ દ્વારા, 2009 મુજબ નોકિયાને વિશ્વમાં પૂરવઠા લાઈન(સપ્લાય ચેન)માં છઠ્ઠો નંબર આપવામાં આવ્યો છે.[22]
નોકિયાની પૂરોગામી કંપનીઓ નોકિયા કંપની (નોકિયા એક્ટીબોલાગ), ફિનિશ રબર વર્કસ લી. (સુમેન ગુમ્મિટેહદાસ ઓવાય ) અને ફિનિશ કેબલ વર્ક્સ લિમિટેડ (સુમેન કાપેલીટેહ્ડસ ઓવાય.) હતી.[23]
નોકિયાનો ઇતિહાસ 1865માં શરૂ થાય છે જ્યારે ખાણ એન્જિનિયર ફ્રેડરિક ઈડેસ્ટામએ ગ્રાઉન્ડવૂડ પલ્પ મીલની દક્ષિણ-પશ્ચિમ ફિનલેન્ડના ટેમ્પેરે ખાતે આવેલા ટેમ્મેરકોસ્કિમાં પેપરના ઉત્પાદન માટે શરૂઆત કરી હતી.[24] 1868માં ઈડેસ્ટામે ટેમ્પેરેના 15 કિમી પશ્ચિમમાં નોકિયાનવિત્રા નદી કિનારે આવેલા નોકિયા ખાતે જળશક્તિ (હાઈડ્રોપાવર)નું વિપૂલ પ્રમાણમાં ઉત્પાદન થઈ શકે તેમ હોવાથી બીજી મીલ શરૂ કરી.[25] 1871માં ઈડેસ્ટામે તેના નજીકના મિત્ર અને મુત્સદ્દી એવા લીઓ મેકલિનની મદદ લઈને તેની કંપનીનું નવું નામ આપ્યું તેમજ તેને શેર કપંની બનાવી. જેથી નોકિયા કંપનીની સ્થાપના થઈ. આ નામ હજૂ પણ જાણીતું છે.[25]
નજીકમાંથી પસાર થઈ રહેલી નદીને કારણે નોકિયા શહેરને નોકિયા નામ મળ્યું છે. નદીનું નામ નોકિયાનવિત્રા પણ એક પ્રાચીન ફિનિશ શબ્દ જેનો મતલબ નાનું, ઘેરી રૂવાંટી ધરાવતા પ્રાણી કે જે નદી કિનારે રહેતું હતું તેના નામ પરથી આવ્યું છે.આધૂનિક સમયમાં ફિનિશમાં, નોકિ નો મતલબ મેશ અને નોકિયા તેનું અપભ્રંશ બહૂવચન છે. જો કે આ જ શબ્દ વિશ્વમાં પ્રચલિત છે.જૂનો શબ્દ નોઈસ (બહૂવચન નોકિયા ) અથવા નોકિયા (nokinäätä) ("સૂટ માર્ટેન"), મતલબ થાય છે સેબલ(એક રુવાંટી ધરાવતું પ્રાણી).[26] ફિનલેન્ડમાં શિકારને કારણે નાશપ્રાય સ્થિતિમાં આવેલા ગયેલા આ પ્રાણીને કારણે અત્યારે આ વિસ્તારની આજૂબાજૂમાં મળતા કોઈપણ ઘેરા-રુવાંટી ધરાવતા પ્રાણી માટે માર્ટેસ , જેમ કે પાઈન માર્ટેન નામ વપરાય છે.[27]
19મી સદીના અંત ભાગમાં મેકલિન ઈલેક્ટ્રીસીટી ઉદ્યોગ વિકસાવા માંગતો હતો પણ તેને ઈન્ડેસ્ટામના વિરોધનો સામનો કરવો પડે તેમ હતો. જો કે 1896માં ઈન્ડેસ્ટામે કંપનીના સંચાલનમાંથી નિવૃતિ લેતા મેકલિન કંપનીનો ચેરમેન બન્યો (1898થી 1914 સુધી) અને કંપનીના શેરધારકોને પોતાની યોજના સમજાવી જેને કારણે તેની ભાવિ યોજનાઓનો ચિતાર મળ્યો[25] 1902માં નોકિયાએ વીજળી ઉત્પાદનનું કામ શરૂ કર્યું.[24]
1898માં એડ્યુર્ડ પોલોને ફિનિશ રબર વર્કસની સ્થાપના કરી જે રબરના પગરખાં અને રબરની અન્ય બનાવટોનું ઉત્પાદન કરતી હતી. જે બાદમાં નોકિયાનો રબર બિઝનેસ બન્યો [23] 20મી સદીની શરૂઆતમાં, ફિનિશ રબર વર્કસની ફેક્ટરીઓ નોકિયા શહેરની નજીક સ્થાપવામાં આવે અને નોકિયાનો તેઓ પોતાની વસ્તૂ માટે બ્રાન્ડ તરીકે ઉપયોગ કરતા હતા.[28] 1912માં, એરવિડ વિકસ્ટ્રોમે ફિનિશ કેબલ વર્કસની સ્થાપના કરી જે ટેલિફોન, ટેલિગ્રાફ અને ઈલેક્ટ્રીકલ કેબલનું ઉત્પાદન કરતી હતી. આ કંપનીએ નોકિયાના કેબલ અને ઈલેક્ટ્રોનિકસ ઉદ્યોગનો પાયો નાંખ્યો હતો.[23] 1910ના દાયકાના અંત અને પહેલા વિશ્વ યુદ્ધ બાદ નોકિયા કંપની નાદારીને આરે આવી ગઈ હતી.[29] નોકિયાના જનરેટરોને વીજળીનો પૂરવઠો મળી રહે તે માટે ફિનિશ રબર વર્કસે નાદાર કંપની ખરીદી લીધી હતી.[29] 1922માં ફિનિશ રબર વર્કસે ફિનિશ કેબલ વર્કસ કંપની ખરીદી લીધી[30] 1937માં ફિનલેન્ડના પ્રથમ ઓલ્મપિક સૂવર્ણચંદ્રક વિજેતાવેરનેર વેકમેન, 16 વર્ષ સુધી તક્નીકી ડિરેક્ટર રહ્યા બાદ ફિનિશ કેબલ વર્કસના પ્રમુખ બન્યા.[31] બીજા વિશ્વ યૂદ્ધ બાદ, ફિનિશ કેબલ વર્કસ યુદ્ધ ભરપાઈ બદલ સોવિયેટ યુનિયનને કેબલની નિકાસ કરતું હતું.આ કારણે કંપનીને ભવિષ્યમાં સારો એવો લાભ મળ્યો.[31]
1922 સુધી ત્રણેય કંપનીઓની સંયૂક્ત માલિકી હતી જેનું વિલિનીકરણ કરીને એક નવું ઔધોગિક કોન્ગલોમેરેટ(મંડળ), શરૂ કર્યું. જેને 1967માં નોકિયા કોર્પોરેશન નામ આપવામાં આવ્યું. જેના કારણે તે વૈશ્વક કોર્પોરેશન તરીકે ઉભરી શકવા માટે સક્ષમ બન્યું.[32] નવી કંપની ઘણા ઔધોગિક ઉત્પાદનમાં સામેલ હતી. એક સમયે પેપર, કાર અને સાયકલ ટાયર, ફૂટવેર, (જેમા વિલિંગ્ટન બૂટનો સમાવેશ થાય છે.), કમ્યૂનિકેશન કેબલ, ટેલિવિઝન અને અન્ય કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, પર્સનલ કમ્પ્યુટર, વીજળી ઉત્પાદન,મશીનરી, રોબોટીક્સ, કેપેસીટર્સ, લશ્કરી કમ્યૂનિકેશન અને સાધનો ( ફિનિશ સૈન્ય માટે, જેમ કે સાનલા એમ-90 (SANLA M/90) સાધન અને એમ-61(M61) ગેસ માસ્ક ), પ્લાસ્ટીક, એલ્યૂમિનિયમ અને કેમિકલનું ઉત્પાદન કરતી હતી.[33] દરેક બિઝનેસ યુનિટ માટે એક અલગ ડિરેક્ટર હતા અને તેમણે નોકિયા કોર્પોરેશનના પ્રથમ પ્રમુખ બીજોર્ન વેસ્ટરલૂંડને રીપોર્ટ કરવાનો રહેતો હતો. ફિનિશ કેબલ વર્કસના પ્રમુખ તરીકે તેઓ 1960માં કંપનીના પ્રથમ ઈલેક્ટ્રોનિક્સ વિભાગની સ્થાપના માટે જવાબદાર હતા. આ કંપનીએ જ નોકિયા ટેલિકમ્યૂનિકેશનના બીજ રોપ્યા તેમ કહી શકાય.[34]
ઉત્તરોત્તર,કંપનીએ 1990માં કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો છોડવાનો અને ઝડપથી વિક્સી રહેલા ટેલિકમ્યૂનિકેશન સેગ્મેન્ટમાં ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય લીધો.[35] 1988માં ટાયરની ઉત્પાદક કંપની નોકિયા ટાયર્સ નોકિયા કોર્પોરેશનથી અલગ થઈ, [36] અને બે વર્ષ બાદ રબર બૂટ્સની ઉત્પાદન કંપની નોકિયન ફૂટવેરની સ્થાપના થઈ.[28] 1990ના અંતિમ દાયકા દરમિયાન નોકિયાએ પોતાનું ધ્યાન ટેલિકમ્યૂનિકેશન બિઝનેસ સિવાયના ઉદ્યોગોમાંથી હટાવી લીધું.[35]
હાલની નોકિયા કંપનીના મુળિયા 1960માં કેબલ વિભાગમાં ઈલેક્ટ્રોનિક્સ વિભાગની શરૂઆત સાથે સંકળાયેલા છે. 1962માં પ્રથમ ઈલેક્ટ્રોનિક સાધનનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ સાધન ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતું પલ્સ એનાલાઈઝર હતું.[34]1967માં તેના જ વિભાગમાંથી એક અલગ વિભાગ ઉભો કરવામાં આવ્યો અને ટેલિકમ્યૂનિકેશન સાધનોના ઉત્પાદનની શરૂઆત થઈ.
1970ના દાયકામાં, નોકિયા ટેલિકમ્યૂનિકેશનના સાધનોના ઉત્પાદનમાં વધુ ધ્યાન કેન્દ્રીય કર્યું. નોકિયાએ ટેલિફોન એક્સચેન્જ માટેની ડિજિટલ સ્વીચ નોકિયા ડીએક્સ 200(Nokia DX 200) બનાવી હતી.1982માં, ડીએક્સ 200 સ્વીચ વિશ્વની પ્રથમ માઈક્રોપ્રોસેસરથી અંકૂશિત ટેલિફોન એક્સચેન્જ સ્વીચ બની ગઈ. આ બાદ પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એક્સચેન્જને યુરોપમાં શરૂ કરવામાં આવ્યું હતું. ડીએક્સ 200 નેટવર્ક ઈક્વિપમેન્ટ ડિવિજન માટે ખૂબ મહત્વની પૂરવાર થઈ હતી. તેના મૉડયુલર અને ફ્લેક્સિબલ ડિઝાઈનને કારણે તેમાંથી વિવિધ પ્રકારની સ્વીચો બની શકતી હતી.[37] 1984માં, નોર્ડિક મોબાઈલ ટેલિફોની એક્સચેન્જ નેટવર્કની શરૂઆત થઈ.[38]
1970ના દાયકામાં, નોકિયા નેટવર્ક સાધનોનું ઉત્પાદન અલગ પાડવામાં આવ્યું. આ સાધનોનું ઉત્પાદન ટેલિફેનો , કંપની કરતી હતી. આ કંપનીની માલિકી નોકિયા અને ફિનિશ રાજ્યની સંયુક્ત હતી.1987માં, રાજ્યે તેનો હિસ્સો નોકિયાને વેંચી દિધો અને 1992માં કંપનીનું નામ બદલીને નોકિયા ટેલિકમ્યૂનિકેશન્સ રાખવામાં આવ્યું. 1970 અને 1980ના દાયકા દરમિયાન, નોકિયાએ Sanomalaitejärjestelmä (" મેસેજ ડિવાઈસ સિસ્ટમ"), બનાવી. જેનો ઉપયોગ ફિનલેન્ડના સૈન્યમાં કરવામાં આવતો હતો.[39] હાલમાં સૈન્ય દ્વારા જે મુખ્ય યુનિટ વાપરવામાં આવે છે તે છે સાનોમાલાઈટે એમ-90 (Sanomalaite M/90) (SANLA M/90).[40]
હાલની સેલ્યુલર મોબાઈલ ટેલિફોન સિસ્ટમ પહેલાની પદ્ધતિ "ઓજી" મોબાઈલ રેડિયો ટેલિફોની હતી.નોકિયા 1960ના દાયકાથી કેટલાક વ્યવસાયિક અને કેટલાક લશ્કરી મોબાઈલ રેડિયો કેમ્યુનિકેશનના ડિવાઈસ બનાવતી હતી. તેમ છતાં, નોકિયા એક કંપની બની તે પહેલા આ સાધનોનું ઉત્પાદન કરતી કંપનીને વેંચી દેવામાં આવી હતી. 1964થી, નોકિયાએ સલોરા ઓવાય(Oy)ની સાથે વીએચએફ(VHF) રેડિયો પણ વિકસાવ્યો હતો.1966માં, નોકિયા અને સલોરાએ કારમાં મોબાઈલ રેડિયો ટેલિફોની સિસ્ટમ એઆરપી(ARP) સ્ટાન્ડર્ડ બનાવવાનું શરૂ કર્યું.(જેને અંગ્રેજીમાં કાર રેડિયો ફોન કહેવાય છે.), આ સિસ્ટમનો પ્રથમ વખત ફિનલેન્ડમાં જાહેર મોબાઈલ ફોન નેટવર્ક તરીકે ઉપયોગ શરૂ કરવામાં આવ્યો.1971માં તે ઓનલાઈન થયું અને 1978માં 100 ટકા કવરેજનો દાવો કરવામાં આવ્યો હતો.[41]
1979માં નોકિયા અને સલોરાનું વિલિનિકરણ થતા મોબીરા ઓવાય નામની કંપની ઉભી થઈ. મોબીરાએ એનએમટી (NMT) (નોર્ડિક મોબાઈલ ટેલિફોની) માટે નેટવર્ક સ્ટાન્ડ વિકસાવવાનું શરૂઆત કરી. જેને કારણે પ્રથમ યુગની સેલ્યુલર ફોન સેવાની 1981માં શરૂઆત થઈ.[42]1982માં, મોબીરાએ તેનો પ્રથમ કાર ફોન, એનએમટી-450 નેટવર્ક માટે મોબીરા સેનેટર બનાવ્યો.[42]
1984માં નોકિયાએ સલોરા ઓવાયને ખરીદી લીધી હવે સલોરાનો 100 ટકા હિસ્સો નોકિયા પાસે હતો જેથી કંપનીએ તેની ટેલિકમ્યૂનિકેશન્સ બ્રાન્ચનું નામ બદલીને નોકિયા-મોબીરા ઓવાય કર્યું. 1984માં મોબીરા ટોકમેન લોંન્ચ કરવામાં આવ્યો, આ ફોન વિશ્વનો પ્રથમ ગમે ત્યાં ફરી શકતો ફોન હતો.1987માં, નોકિયાએ વિશ્વનો પ્રથમ હાથમાં રાખી શકાય તેવો ફોન, એનએમટી-900 નેટવર્ક્સ ( જે એનએમટી-450 કરતા વધુ સારા સિંગ્નલ ઓફર કરતું હતું.જો કે તે ટૂંકા હતા) માટે મોબીરા સીટીમેન 900 બનાવ્યો.. 1982ના મોબીલાર સેનેટરનું વજન9.8 kg (22 lb)જે ટોક્મેનના વજન કરતા ઓછુ હતું 5 kg (11 lb), તો મોબીરા સીટીમેનનું બેટરી સાથે વજન ઓછુ હતું જેની 800 g (28 oz) કિંમત 24,000 ફિનિશ માર્ક્સ ( અંદાજિત 4,560 યુરો).[43] હતી આ ફોનની કિંમત ઉંચી હોવા છતાં, આ પ્રથમ ફોનની સારી એવી ડિમાન્ડ નીકળી હતી.પહેલા મોબાઈલ ફોન "યુપ્પી(yuppie)" સાધન હતું અને તે મોટાભાગે મોભો દર્શાવતું હતું.[33]
1987માં નોકિયાના મોબાઈલ ફોનને વધુ મોટી પ્રસિદ્ધ મળી જ્યારે સોવિયેટ નેતા મિખાઈલ ગર્બાચોવ તેમના મોસ્કો સ્થિત સંચાર પ્રધાનને મોબીરા સીટીમેન દ્વારા હેલસિંકિથી ફોન કરતા દર્શાવવામાં આવ્યા હતા.આને કારણે ફોનને હુલામણું નામ મળ્યું "ગોરબા".[43] 1988માં, જોર્મા નીમિનેને મોબાઈલ ફોન યુનિટના સીઈઓ(CEO) પદેથી રાજીનામું આપ્યું હતું. તેમની સાથે અન્ય બે અધિકારીઓએ પણ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેમણે એક નોંધપાત્ર મોબાઈલ ફોન કંપની, બેનેફોન ઓવાય(Benefon Oy) શરૂ કરી. (ત્યાર બાદ તેનું નામ જીયોસેન્ટ્રીક કરવામાં આવ્યું.)[44] એક વર્ષ બાદ નોકિયા-મોબીરા ઓવાય નોકિયા મોબાઈલ ફોન્સ બની.
નોકિયા જીએસએમ (GSM) (ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યૂનિકેશન) નેટવર્ક્સ ની એક મહત્વની શોધક કંપની હતી.[45] જે મોબાઈલ ટેલિફોન ટેક્નોલોજીનો બીજો યૂગ કહી શકાય. આ નેટવર્ક્સ દ્વારા અવાજની સાથે સાથે ડેટા પણ લઈ જઈ શકાતો હતો.વિશ્વની પ્રથમ મોબાઈલ ટેલિફોન નેટવર્ક્સ એનએમટી (NMT) (નોર્ડિક મોબાઈલ ટેલિફોની), જેને કારણે આંતરરાષ્ટ્રીય રોમિંગ શક્ય બનતું હતું તેણે નોકિયા માટે જીએસએમ નેટવર્ક્સના વિકાસ માટે મહત્વનું અનુભવ પૂરો પાડ્યો હતો. 1987માં જીએસએમને ડિજિટલ ટેલિફોન ટેક્નોલોજી માટે નવું યુરોપીયન સ્ટાન્ડર્ડ બનાવવામાં આવ્યું હતું.[46][47]
1989માં નોકિયાએ તેનું પ્રથણ જીએસએમ નેટવર્ક ફિનિશ ઓપરેટર રેડિયોલીન્જાને પૂરૂં પાડ્યું.[48] વિશ્વનો પ્રથમ વ્યવસાયિક જીએસએમ ફોન 1 જૂલાઈ, 1991ના રોજ હેલસિંકિં, ફિનલેન્ડથી નોકિયાએ પૂરા પાડેલા નેટવર્ક દ્વારા તે વખતના ફિનલેન્ડના વડાપ્રધાન હારી હોલકેરીએ, નોકિયા જીએસએમ ફોનનો ઉપયોગ કરીને કર્યો હતો.[48] 1992માં, પ્રથમ જીએસએમ ફોન નોકિયા 1011, લોન્ચ કરવામાં આવ્યો.[48][49] મોબાઈલ ફોનનો નંબર જે તારીખે ફોન લોન્ચ થયો હોય તે દર્શાવતો હતો. એટલે કે 10 નવેમ્બર.[49] જો કે નોકિયા 1011માં નોકિયાની પ્રખ્યાત નોકિયા ટ્યુનનો સમાવેશ થતો ન હતો.આ ટ્યુનને રિંગટોન તરીકે 1994માં નોકિયા 2100 સિરિઝના ફોનમાં દાખલ કરવામાં આવી.[50]
જીએસએમ દ્વારા ઉંચી અવાજની ગુણવત્તા, સરળ આંતરરાષ્ટ્રીય રોમિંગ તેમજ ટેક્સ્ટ મેસેજિંગ (એસએમએસ(SMS))ને કારણે વિશ્વભરમાં મોબાઈલ ફોનની માંગમાં ઉછાળો આવવા લાગ્યો.[48]1990ના દાયકામાં મોબાઈલ ટેલિફોનીમાં જીએસએમનો વર્ચસ્વ વધી ગયું, 2008ના મધ્ય દરમિયાન વિશ્વમાં 3 અબજ મોબાઈલ ટેલિફોન જીએસએમના છે. આ ટેકનોલોજીનો વિશ્વના 218 જેટલા દેશોમાં ફેલાયેલા 700થી વધુ મોબાઈલ ઓપરેટરો ઉપયોગ કરી રહ્યા છે.દર પંદર સેકન્ડે અથવા એક દિવસમાં 13 લાખ જીએસએમ કનેક્નનો ઉમેરો થઈ રહ્યો છે.[51]
1980ના દાયકામાં, નોકિયાનો કમ્પ્યુટર ઉત્પાદક ભાગ નોકિયા ડેટાએ માઈક્રોમાઈક્કો તરીકે ઓળખાતા પર્સનલ કમ્પ્યુટર્સની એક શ્રેણીનું ઉત્પાદન કર્યું હતું.[52]માઈક્રોમાઈક્કો દ્વારા નોકિયા ડેટા બિઝનેસ કમ્પ્યુટર માર્કેટમાં પ્રવેશ મેળવવા માંગતું હતું. માઈક્રોમાઈક્કો 1ને 29 સપ્ટેમ્બર, 1981ના રોજ રિલીઝ કરવામાં આવ્યું,[53] આ જ સમયગાળા દરમિયાન આઈબીએમ કમ્પ્યુટર(IBM PC)એ પણ કમ્પ્યુટર લોંચ કર્યું હતું. જો કે નોકિયાના કમ્પ્યુટર ડિવિઝનને 1991માં બ્રિટિશ કંપની આઈસીએલ(ICL) (ઈન્ટરનેશનલ કમ્પ્યુટર લિમિટેડ)ને વેંચી દેવામાં આવ્યું. જે બાદમાં ફૂજિત્સુનો એક ભાગ બની.[54]માઈક્રોમાઈક્કો આઈસીએલનો ટ્રેડમાર્ક બની રહ્યું હતું ત્યાર બાદ તે ફૂજિત્સૂનો ટ્રેડમાર્ક બન્યો.ફૂજિત્સૂ દ્વારા માઈક્રોમાઈક્કોનું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઈર્ગોપ્રો તરીકે માર્કેટિંગ કરવામાં આવતું હતું.
ફુજિત્સુએ બાદમાં તેનો પર્સનલ કમ્પ્યુટર બિઝનેસ ફુજિત્સુ સિમેન્સ કમ્પ્યુટરને આપી દીધો હતો, આ બાદ માર્ચ 2000માં ફિનલેન્ડના એસપૂ(કિલો જિલ્લામાં જ્યાં 1960ના અંતિમ ભાગ સુધી કમ્પ્યુટરનું ઉત્પાદન થતું હતું.) ખાતે આવેલી એકમાત્ર ફેક્ટરીને બંધ કરી દેવામાં આવી હતી.[55][56] જેને કારણે ફિનલેન્ડમાં મોટાપ્રમાણમાં કમ્પ્યુટર ઉત્પાદનનું કામ બંધ થયું.. નોકિયા ઉંચી ગૂણવત્તા ધરાવતા સીઆરટી(CRT) અને ટીએફટી એલસીડી (TFT LCD) માટે પણ જાણીતી હતી. નોકિયા ડિસ્પ્લે પ્રોડ્ક્ટ્સે તેનો આ વેપાર 2000માં વ્યુસોનિકને વેંચી દિધો હતો.[57] પર્સનલ કમ્પ્યુટર અને ડિસ્પ્લેની સાથે સાથે નોકિયા ડીએસએલ મોડેમ (DSL modem)અને ડિજિટલ સેટ-ટોપ બોક્સના ઉત્પાદનમાં પણ સંકળાયેલી હતી.
નોકિયાએ મીની લેપટોપ નોકિયા બૂકલેટ 3જીની રજૂઆત સાથે ઓગસ્ટ 2009માં પીસી માર્કેટમાં ફરી પ્રવેશ કર્યો.[58]
કંપનીના સીઈઓ કારી કાઈરામોના કાર્યકાળ દરમિયાન એટલે કે 1980ના દાયકામાં નોકિયા હસ્તાંતરણ દ્વારા નવા નવા ક્ષેત્રોમાં પ્રવેશતી હતી.1980ના અંતિમ અને 1990ના આરંભિક કાળમાં નોકિયામાં ગંભીર આર્થિક કટોકટી ઉભી થઈ હતી.આ માટે મોટું કારણ ટેલિવિઝન ઉત્પાદન ડિવિઝન દ્વારા થતી ભારે ખોટ હતી.[59] આ સમસ્યાના થાકને કારણે 1988માં કાઈરામોનું મૃત્યુ થયું હતું.કાઈરામોના મૃત્યુ બાદ સીમો વેરીલેહ્તો નોકિયાના ચેરમેન અને સીઈઓ બન્યા. 1990–1993માં ફિનલેન્ડ ગંભીર આર્થિક મંદીમાં અટવાયેલું હતું,[60] જેને કારણે તેની અસર નોકિયા પર પણ પડી હતી.વેરીલેહ્તોના સંચાલન દરમિયાન નોકિયાની સ્થિત સૂધરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા.કંપનીએ આ સમય દરમિયાન તેને ટેલિકમ્યૂનિકેશન ડિવિઝનને વ્યવસ્થિત કર્યું તેમજ ટેલિવિઝન અને પીસી ડિવિઝન તરફથી ધ્યાન હટાવીને ટેલિકમ્યૂનિકેશન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.[61]
નોકિયાના ઇતિહાસમાં સૌથી મહત્વનું વ્યૂહાત્મક પરિવર્તન 1992માં કરવામાં આવ્યું. જ્યારે નવા સીઈઓ જોર્મા ઓલાઈલાએ માત્ર ટેલિકમ્યૂનિકેશન સેક્ટરમાં જ ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું.[35] જેથી કરીને 1990ના અંતિમ સમયમાં રબર, કેબલ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ડિવિઝનને ધીમેધીમે નોકિયાએ વેંચી દીધા.[35]
1991નાં અંતિમ સમયમાં નોકિયાની 33 ટકાથી વધુ આવક ફિનલેન્ડમાંથી આવતી હતી. જો કે, 1992માં લેવામાં આવેલા વ્યુહાત્મક પરિવર્તનને કારણે, નોકિયાના ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને એશિયામાં કંપનીના વેચાણમાં મોટો વધારો જોવા મળ્યો.[62]નોકિયાના અનુમાન કરતા પણ વિશ્વમાં મોબાઈલ ટેલિફોનની જોરદાર લોકપ્રિયતાને કારણે, 1990ના દાયકાના મધ્યમાં લોજિસ્ટિક્સ સંકટ ઉભું થયું.[63] આને કારણે નોકિયાને તેના લોજિસ્ટિક્સ ઓપરેશનને ફરીથી ચકાસવાની ફરજ પડી.[64]1998 સુધીમાં, નોકિયાનું ધ્યાન માત્ર ટેલિકમ્યૂનિકેશનમાં જ હતું, આ બાદ જીએસએમ ટેકનોલોજીમાં કરેલા મોટા રોકાણને કારણે કંપની વિશ્વની સૌથી મોટી મોબાઈલ ફોન ઉત્પાદક કંપની બની હતી.[62] 1996 અને 2001 વચ્ચે નોકિયાનું ટર્નઓવર પાંચ ગણું વધીને 6.5 અબજ યુરોથી વધીને 31 અબજ યુરો થયું હતું.[62] લોજિસ્ટિક એક નોકિયાની મહત્વની તાકાત છે, આને કારણે નોકિયા તેની હરીફ કંપનીઓ કરતા આગળ રહે છે. આ ઉપરાંત માપદંડના અર્થતંત્રને કારણે પણ તે મજબૂતાઈ મેળ છે.[65][66]
આ વિભાગમાં ઘણી ઉણપો છે. તેમાં સુધારો કરીને અથવા તેના ચર્ચા પાનાં પર તેની ઉણપો વિષે ચર્ચા કરો.
કોઇ ઉણપ દર્શાવી નથી. મહેરબાની કરીને ઉણપ દર્શાવો અથવા આ ઢાંચો દૂર કરવો. |
નોકિયાએ હંગેરીના કોમારોમ(Komárom), ખાતે 5 મે, 2000ના રોજ મોબાઈલ ફેક્ટરી શરૂ કરી.[67]
માર્ચ 2007, નોકિયાએ રોમાનિયાની ક્લુજ કાઉન્ટી કાઉન્સિલ, સાથે જુકુ શહેર નજીક પ્લાન્ટ શરૂ કરવા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા.[13][68][69] જર્મનીના બોચુમ ખાતે આવેલી ફેક્ટરીને સસ્તા શ્રમ ધરાવતા દેશોમાં ખેસડવાના નિર્ણયએ જર્મનીમાં સારોએવો વિવાદ જગાવ્યો હતો. [70][71]
મે 2007ના રોજ નોકિયાએ જાહેરાત કરી કે 2003માં લોંચ કરવામાં આવેલા નોકિયા 1100ના [72]20 કરોડથી વધુ હેન્ડસેટનું વેચાણ થયું છે. આ હેન્ડસેટ વિશ્વનો સૌથી વધુ વેચાણ ધરાવતો મોબાઈલ ફોન તેમજ વિશ્વની સૌથી વધુ વેચાતી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક પ્રોડ્કટ બની છે.[73]
નવેમ્બર 2007ના રોજ નોકિયાએ નોકિયા એન82 હેન્ડસેટને લોંચ કર્યો હતો. એનસિરિઝના આ મોબાઈલમાં (અત્યારે પણ એકમાત્ર એનસિરિઝ ફોન જેમાં ક્ષેનોન ફ્લેસ છે.) ક્ષેનોન ફ્લેસનો ઉપયોગ થયો હતો.
ડિસેમ્બર 2007માં નોકિયા વર્લ્ડ કોન્ફોરન્સમાં, નોકિયાએ જાહેરાત કરી કે તેઓ મ્યૂઝીક પ્રોગ્રામ સાથે આવી રહ્યા છે. જેમાં નોકિયા મોબાઈલના ખરીદનાર એક વર્ષ સુધી મફત મ્યૂઝીક ડાઉનલોડ કરી શકશે.[74] આ સેવા 2008ના મધ્ય દરમિયાન વ્યવસાયિક રીતે ઉપલબ્ધ બની.
એપ્રિલ 2008માં, નોકિયાએ લોકોને જોડવાના નવા રસ્તા શોધવા માંડ્યા, જે મુજબ કંપની લોકોને તેમની સર્જનાત્મકતા દેખાવવાનો મોકો આપ્યો. અને નોકિયાના ફોનને એક ઉત્પાદનનું સાધન બનાવવાનું આહ્વવાન કર્યુ. કંપનીએ લોકોને ફોન દ્વારા વિડીયો, એડિટીંગ અને ફિલ્મ પ્રોડ્યુસિંગ કરવાનું જણાવ્યું. આ પ્રકારની પ્રથમ મોબાઈલ ફિલ્મના પ્રોજેક્ટનું દિગ્દર્શન સ્પાઈક લીએ કર્યું હતું. આ એક સંયુક્ત પ્રયાસ હતો જેમાં બધા જ દેશોના લોકોને ભાગ લેવાનું આમંત્રણ હતું.આ ફિલ્મનું પ્રિમિયર ઓક્ટોબર 2008ના રોજ થયું હતું.[75]
2008માં, નોકિયાએ નોકિયા ઈ71 (NokiaE71) ફોન રિલીઝ કર્યો. આ ફોન લાવવાનો ઉદ્દેશ બ્લેકબેરી ફોનની સ્પર્ધા કરવાના હતો. આ ફોનમાં બ્લેકબેરની જેમ ફૂલ કીબોર્ડ હતું અને કિંમત પણ ઓછી હતી.
નોકિયાએ ઓગસ્ટ 2009માં જાહેરાત કરી કે તેઓ વિન્ડોઝ(windows) આધારિત મીની લેપટોપ કહેવાતા નોકિયા બૂકલેટ 3જીને બજારમાં લોંચ કરશે.[58]
3 સપ્ટેમ્બર 2009ના રોજ નોકિયાએ બે નવા મ્યૂઝીક અને સોશિયલ નેટવર્કિંગ ફોન એક્સ6 અને એક્સ3(X3) લોંચ કર્યા.[76]
એક્સ6માં 32જીબી મેમરી હતી તેમજ 3.2" ફિંગર ટચ ઈન્ટરફેશ હતું જેમાં એકધારૂં 35 કલાક સુધી સંગીત વગાડવાની શક્તિ હતી.એક્સ3(X3) ફોન 40 ઓવીઆઈ સિરિઝના પ્રથમ ફોન હતા. જેમાં ઓવીઆઈની સેવાઓ સામેલ હતી.નોકિયા એક્સ3(X3)એ મ્યુઝીક મોબાઈલ ફોન હતો જે સ્ટીરિયો સ્પીકર, બિલ્ટ ઈન એફએમ રેડિયો અને 3.2 મેગાપિક્સલ કેમેરો ધરાવતો હતો.
એપ્રિલ 2009માં, નેટવર્ક્સ ઈક્વિપમેન્ટ ડિવિઝનમાં આવેલી કટોકટીને કારણે અત્યારે જે પ્રકારની છટણી કરવામાં આવે છે તે પ્રકારની કર્મચારીઓની છટણી કરાઈ અને સંગઠનનું પુનર્ગઠન કરાયું.[77] આને કારણે ફિનલેન્ડમાં નોકિયાની છબીને નુકસાન પહોંચ્યું[78][79] તેમજ તેની સામે કેટલાય કોર્ટ કેસ થયા તેમજ નોકિયાની ટીકા કરતો એક દસ્તાવેજી ટેલિવિઝન શો બનાવવામાં આવ્યો.[80]
ફેબ્રુઆરી 2006માં, નોકિયા અને સાનયોએ સીડીએમએ(CDMA) હેન્ડસેટના વેપારમાં જોડાણ કરવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ(સમજૂતીપત્ર) પર હસ્તાક્ષર કર્યા. પરંતુ બન્ને વચ્ચે કોઈ સમજૂતી થાય તે પહેલા જ જૂનમાં બન્ને કંપનીઓ વચ્ચે મંત્રણા પડી ભાંગી.નોકિયાએ સીડીએમએ(CDMA)ના સંશોધન અને વિકાસમાંથી પાછી પાની કરી, પરંતુ માત્ર કેટલાક ચોક્કસ માર્કેટમાં સીડીએમએના વેપારમાં નોકિયાએ કામ કરવાનું ચાલુ રાખ્યું.[81][82][83]
જૂન 2006માં, જોર્મા ઓલિલ્લાએ સીઈઓ પદેથી રાજીનામું આપ્યું અને રોયલ ડચ શેલ કંપનીના ચેરમેન બન્યા. આને કારણે [84] ઓલી-પેક્કા કાલિસાવું કંપનીના સીઈઓ બન્યા.[85][86]
મે 2008માં, નોકિયાએ તેમની વાર્ષિક સભામાં જાહેરાત કરી કે કંપની તેનો ઈન્ટરનેટ વેપાર શીફ્ટ કરવા માંગે છે.નોકિયા માત્ર ટેલિફોન કંપની જ હોવાનું દર્શાવવા માંગતી નથી.ગૂગલ(Google), એપલ અને માઈક્રોસોફ્ટ(Microsoft) કંપનીના સીધા જ સ્પર્ધકો દેખાતા નથી પરંતુ તેની નવી છબીને કારણે નોકિયા માટે આ કંપનીઓ પડકારરૂપ છે.[87]
નવેમ્બર 2008માં, નોકિયાએ જાહેરાત કરી કે કંપની જાપાનમાં મોબાઈલ ફોનના વેચાણને બંધ કરશે.[88] જેને કારણે ડિસેમ્બરમાં નોકિયા ઈ71 (NokiaE71) (E71)નું એનટીટી (NTT) ડોકોકોમો અને સોફ્ટબેંક મોબાઈલ મારફતે વેચાણ બંધ થયું. નોકિયાએ જાપાનમાં તેનો સંશોધન અને વિકાસ કાર્યક્રમ ચાલૂ રાખ્યો છે. તેમજ ડોકોમોના નેટવર્ક્સનો ઉપયોગ કરવાનું ચાલ્ રાખ્યું અને વર્ચ્યુ વૈભવશાળી મોબાઈલનું સાહસ એમવીએનઓ(MVNO)માં પણ કામ કરવાનું ચાલું રાખ્યું.
22 સપ્ટેમ્બર, 2003મા નોકિયાએ સેગા કંપનીની સેગા(Sega.com), કંપની ખરીદી લીધી. આ કંપની નોકિયાના એન સિરિઝના ફોન વિકસાવવામાં મહત્વનો ફાળો આપી રહી છે.[89]
નવેમ્બર 15, 2005માં, નોકિયા અને ડેટા અને પીઆઈએમ સિંક્રોનાઈઝેશન સોફ્ટવેર બનાવતી ઈન્ટેલસિંક કોર્પોરેશન વચ્ચે ઈન્ટેલસિંકનું હસ્તાંતરણ કરવા અંગે સમજૂતી થઈ.[90] નોકિયાએ આ હસ્તાંતરણ 10 ફેબ્રુઆરી 2006ના રોજ પૂરું કર્યં.[91]
19 જૂન, 2006માં નોકિયા અને સિમેન્સ એજીએ જાહેરાત કરી કે કંપનીઓ તેમનો મોબાઈલ અને ફિક્સ લાઈન ફોન નેટવર્ક ઈક્વિપમેન્ટ બિઝનેસ વિલિન કરશે. અને વિશ્વની સૌથી મોટી નેટવર્ક કંપની નોકિયા સિમેન્સ નેટવર્ક્સ સ્થાપશે.[92] દરેક કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં 50 ટકા હિસ્સો ધરાવતી હતી અને કંપનીનું મુખ્યમથક ફિનલેન્ડના ઈસ્પૂ ખાતે રહેશે.કંપનીએ આગાહી કરી હતી કે કંપનીનું વેચાણ € 16 અબજ થશે જેને કારણે 2010 સુધીમાં 1.5 અબજ યુરોની બચત થશે.આશરે 20,000 જેટલા નોકિયાના કર્મચારીઓ નવી કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
8 ઓગસ્ટ, 2006ના રોજ નોકિયા અને લાઉડઆઈ કોર્પોરેશન દ્વારા સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા જે દ્વારા નોકિયા ઓનલાઈન મ્યૂઝીક ડિસ્ટ્રીબ્યુટર લાઉડઆઈ કોર્પોરેશનને 60 મિલિયન અમેરિકન ડોલરમાં ખરીદી લેવાની જાહેરાત કરાઈ.[93] આ કંપની દ્વારા નોકિયા તેના નવા હેન્ડસેટમાં ઓન લાઈન સર્વિસનો ઉપયોગ કરી શકશે તેવી આશા સાથે આ હસ્તાંતરણ કર્યું છે.આઈટ્યુન્સ(iTunes)ને ટાર્ગેટ કરવા માટે 29 ઓગસ્ટ, 2007ના રોજ સેવા લોંચ કરવામાં આવી.નોકિયાએ આ હસ્તાંતરણ 16 ઓક્ટોબર 2006ના રોજ પૂરૂં કર્યું. [94]
જૂલાઈ 2007માં, નોકિયાએ ટ્વાન્ગો (Twango), કંપનીની બધી જ સંપત્તિ ખરીદી લીધી. આ કંપની પાસે ફોટો શેરિંગ, ઓર્ગેનાઈઝીંગ, વિડિયો અને અન્ય અંગત મીડિયા સાધનોની મહારત હાસંલ હતી.[95][96]
સપ્ટેમ્બર 2007માં નોકિયાએ જાહેરાત કરી કે કંપની મોબાઈલ એડવર્ટાઈઝિંગ ટેક્નોલોજી અને સર્વિસ પૂરી પાડતી કંપની . એનપોકેટ(Enpocket)ને ખરીદવા ઈચ્છે છે.[97]
ઓક્ટોબર 2007માં નોકિયાએ ડિજિટલ મેપિંગ ડેટા પૂરી પાડતી કંપની નાવટેક(Navteq)ને 8.1 અબજ અમેરિકન ડોલરમાં ખરીદી લીધી.[6][98] નોકિયાએ હસ્તાંતરણને 10 જૂલાઈ 2008ના રોજ અંતિમ સ્વરૂપ આપ્યું.[99]
સપ્ટેમ્બર 2008માં નોકિયાએ કેનેડાના મોન્ટ્રેલમાં મુખ્ય મથક તેમજ 220 કર્મચારીઓ ધરાવતી ઓઝેડ કમ્યૂનિકેશન્સ (OZ Communications) ખરીદી લીધી. [100]
24 જૂલાઈ, 2009માં નોકિયાએ જાહેરાત કરી કે તેઓ મોબાઈલ સોફ્ટવેર કંપની સેલિટી(cellity)ની ચોક્કસ સંપતિઓ ખરીદી લેશે. આ કંપની જર્મનીના હેમ્બર્ગમાં 14 કર્મચારીઓ ધરાવે છે.[101] સેલિટી(cellity)નું હસ્તાંતરણ 5 ઓગસ્ટ, 2009ના રોજ પૂરૂં કર્યું.[102]
જાન્યૂઆરી 2008થી નોકિયા ભાગમાં વહેંચાયેલી છે.: ડિવાઈસ , સેવા અને બજાર .[103] આ મુખ્ય ત્રણ યુનિટને સંચાલન મદદ કોર્પોરેટ ડેવલપમેન્ટ ઓફિસર પાસેથી મળે છે. હાલમાં મેરી. ટી. મેકડોવેલઆ હોદ્દા પર આરૂઠ છે. તેમની પર કોર્પોરેટ રણનીતી ઘડવાની અને ભવિષ્યની વિકાસની તકો તપાસવાની છે.[103]
1 એપ્રિલ 2007ના દિવસે નોકિયાના નેટવર્ક્સ બિઝનેસ ગ્રૂપનેસિમેન્સ (Siemens)ના કેરિયર સાથે સંકળાયેલા સંચાલન અને ફિક્સ તેમજ મોબાઈલ નેટરવર્કસને નોકિયા સિમેન્સ નેટવર્ક્સ/1}માં ભેળવી દેવામાં આવ્યં. આ કંપની નોકિયા અને સિમેન્ટની સંયુકત માલિકી ધરાવતી કંપની છે.
ડિવાઈસ ડિવિઝનનું કામ નોકિયાના મોબાઈલ ફોન પોર્ટફોલિયો જાળવવાનું છે. આ વિભાગમાં મોબાઈલમાં સંશોધન તેમજ કેટલાક ખાસ ભાગોની ખરીદી કાય છે. આ વિભાગની આગેવાની કાઈ ઓઈસ્તામોની છે.[103] આ વિભાગમાં મોબાઈલના ઉત્પાદનની સાથે સાથે એક પેટા વિભાગ પણ છે.(એનસિરિઝ(Nseries) ડિવાઈસ) અને એન્ટરપ્રાઈઝ સોલ્યુસન્સ(ઈસિરિઝ(Eseries) ડિવાઈસ) તેમજ પહેલા કહેવાતી આરએન્ડી સેવા અત્યારે ટેક્નોલોજી પ્લેટફોર્મનો પણ આ વિભાગમાં સમાવેશ થાય છે.
આ વિભાગમાં વિવિધ પ્રકારના મોબાઈલ ફોનનું ઉત્પાદન કરાય છે. જેમાં મોટાભાગે વૈભવશાળી, મોંઘાથી લઈને સસ્તા ફોનનો પણ સમાવેશ થાય છે. આ ફોન જીએસએમ(GSM)/ઈડીજીઈ(EDGE), થ્રીજી(3G)/ડબલ્યુ-સીડીએમએ(W-CDMA) અને સીડીએમએ(CDMA) સેલ્યુલર ટેક્નોલોજી પર આધારિત હોય છે.નોકિયાના એનસિરિઝ મલ્ટીમિડિયા કમ્પ્યુટરમાં સાંબિયન ઓએસ(Symbian OS)નો ઉપયોગ કરવામાં આવે છે.
2006ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એમપી3 હોય તેવા 15 કરોડ મોબાઈલ ફોન કંપનીએ વેંચ્યા હતા, જેનો મતલબ એવો થાય કે વિશ્વમાં સૌથી વધુ મોબાઈલ ફોનના વેચાણ કરવાની સાથે સાથે કંપની ડિજિટલ કેમેરા ( નોકિયાના મોટાભાગના મોબાઈલ ટેલિફોનમાં ડિજિટલ કેમેરા હોય છે, એવું માનવામાં આવે છે કે નોકિયાએ તાજેતરમાં જ કેમેરાના ઉત્પાદનમાં કોડાક કંપનીને પાછળ રાખી દીધી છે.) નોકિયા હવે ડિજિટલ ઓડિયો પ્લેયર (એમપી3 પ્લેયર્સ)માં આગળ પડતું સ્થાન ધરાવે છે. તેણે એપલના આઈપોડ(iPod)ને પાછળ રાખી દિધું છે.2007ના અંત સુધીમાં નોકિયાએ 44 કરોડ મોબાઈલ ફોનનું વેચાણ કર્યું હતું જે વૈશ્વિક મોબાઈલ વેચાણના 40 ટકા જેટલું થવા જાય છે.[104]
સેવા વિભાગ પાંચ ભાગોમાં વહેંચાયેલી છે, જેમાં સંગીત, નક્શા, મિડીયા, મેસેજિંગ અને રમતોનો સમાવેશ થાય છે.[103] આ ડિવિજનમાં મલ્ટિમિડિયાને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. પરંતુ હવે હસ્તાંતરણ બાદ તેમની સેવાઓ વધી ગઈ છે (લાઉડઆઈ(Loudeye, Gate5), એનપોકેટ(Enpocket), ઈન્ટેલસિન્ક(Intellisync), એવ્ન્યુ અને ઓઝેડ કમ્યૂનિકેશન્સ (Avvenu and OZ Communications), આ વિભાગની આગેવાની નિકાલસ સવાન્ડેર કરી રહ્યા છે.
ટેકનોલોજીમાં આગળ રહેવા માટે કંપની ટેલિકમ્યૂનિકેશન સિવાયની કંપનીઓ સાથે પણ કામ કરી રહી છે જેથી નવી ઓનલાઈન સર્વિસ આપી શકાય જેમ કે ઓપ્ટિક્સ, મ્યુઝીક સિંક્રોનાઈઝેશન અને સ્ટ્રીમિંગ મિડિયાનો સમાવેશ થાય છે.
માર્કેટ ડિવિઝનએ નોકિયાનું પહેલાનું કસ્ટમર અને માર્કેટ ઓપરેશન ડિવિઝન છે. આ વિભાગ નોકિયા પૂરવઠા લાઈનને જાળવી રાખવાની તેમજ વેચાણ સાંકળ, બ્રાન્ડ અને માર્કેટિંગ ફંક્શન જોવાનું છે. આ વિભાગની આગેવાની આન્સી વાન્જોકી કરી રહ્યા છે.[103]
નોકિયા ઘણી પેટાકંપનીઓ ધરાવે છે જેમાંથી 2009 સુધીમાં બે મહત્વની છે તેમાં નોકિયા સિમેન્સ નેટવર્ક્સ(Nokia Siemens Networks) અને નવટેક(Navteq) છે.[103] અન્ય નોંધપાત્ર પેટાકંપનીઓમાં બ્રિટન સ્થિત વૈભવી મોબાઈલ ફોન ઉત્પાદક કંપની વર્ચ્યુ(Vertu), નોર્વે સ્થિત સોફ્ટવેર કંપની ક્યુટી સોફ્ટવેર(Qt Software), અને ઓઝેડ કમ્યૂનિકેશન્સ(OZ Communications)નો સમાવેશ થાય છે.
2009 સુધી નોકિયા સોફ્ટવેર ડેવલપમેન્ટ અને લાયસેન્સિંગ કંપની સાંબિયન લિમિટેડ(Symbian Limited)માં એક મોટો હિસ્સો ધરાવતું હતું. આ કંપની સાંબિયન ઓએસ(Symbian OS)ની ઉત્પાદક કંપની છે. જેનો ઉપયોગ નોકિયા અને અન્ય ઉત્પાદકો કરે છે.2009માં નોકિયાએ સાંબિયન લિમિટેડને ખરીદી લીધી તેમજ તેની સાથે અન્ય કંપનીઓને ભેળવીને સાંબિયન ફાઉન્ડેશનની રચના કરી. આ કંપનીનો ઉદ્દેશ સાંબિયન પ્લેટફોર્મનો રોયલ્ટી ફ્રી અને ઓપન સોર્સ તરીકે વેચાણ કરવાનો હતો.
નોકિયા સિમેન્સ નેટવર્ક્સ ( પહેલા નોકિયા નેટવર્ક્સ) વાયરલેસ અને વાયર ધરાવતા નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કમ્યૂનિકેશન અને નેટવર્ક સર્વિસ પ્લેટફોર્મનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત ઓપરેટરો અને સર્વિસ પ્રોવાઈડર્સને સેવાઓ પણ પૂરી પાડે છે.[103] નોકિયા સિમેન્સ નેટવર્ક જીએસએમ(GSM), ઈડીજીઈ(EDGE), થ્રીજી(3G)/ ડબલ્યુ-સીડીએમએ(W-CDMA) અને વાઈમેક્સ(WiMAX) રેડિયો એક્સેસ નેટવર્ક, કોર નેટવર્ક પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
19 જૂન, 2006માં નોકિયા અને સિમેન્સ એજીએ જાહેરાત કરી કે બંને કંપની તેમનો મોબાઈલ અને ફિક્સ લાઈન ફોન નેટવર્ક ઈક્વિપમેન્ટ બિઝનેસને ભેળવી દેશે અને વિશ્વની સૌથી મોટી નેટવર્ક કંપની નોકિયા સિમેન્સ નેટવર્ક્સ બનાવશે..[92] નોકિયા સિમેન્સ નેટવર્કની બ્રાન્ડ આઈડેન્ટીટી ફેબ્રુઆરી 2007માં બાર્સેલોનામાં યોજાયેલી થ્રીજીએસએમ (3GSM) વર્લ્ડ કોન્ફોરન્સમાં જાહેર કરવામાં આવી.[105][106]
માર્ચ 209 સુધીમાં, નોકિયા સિમેન્સ નેટવર્ક્સ 150થી વધુ દેશોના 600 જેટલા ઓપરેટરને સેવા પૂરી પાડે છે. આ કંપનીઓના નેટવર્કનો ઉપયોગ લઈને 1.5 અબજ લોકો જોડાયેલા છે.[107]
નવટેકએ શિકાગો, ઈલિનોઈસ- સ્થિત નેવિગેશન સિસ્ટમ, મોબાઈલ નેવિગેશન ડિવાઈસ, ઈન્ટરનેટ આધારિત મેપિંગ એપ્લિકેશન અને સરકાર અને બિઝનેસ સોલ્યુસન્સ માટે ડિજિટલ મેપ ડેટા પૂરી પાડતી કંપની છે.[103] નવટેકને નોકિયાએ 1 ઓક્ટોબર 2007ના રોજ સંપાદિત કરી હતી..[6] નવટેકના નક્શા ઓનલાઈન સેવા નોકિયા મેપ્સ(Nokia Maps)માં હોય છે. જે દ્વારા વપરાશકર્તાઓ નકશા ડાઉનલોડ કરી શકે છે અને અવાજ આધારિત નેવિગેશન સિસ્ટમનો લાભ ઉઠાવી શકે છે.[103] નોકિયા મેપ્સએ ઓવીઆઈ (Ovi) બ્રાન્ડ નોકિયાની ઈન્ટરનેટ આધારિત ઓનલાઈન સર્વિસનો એક ભાગ છે.
નોકિયાનો અંકુશ અને સંચાલન વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકો વચ્ચે વહેંચવામાં આવે છે. ગ્રુપ એક્ઝિક્યુટીવ બોર્ડ (ડાબે),[108]બોર્ડ ઓફ ડિરેક્ટર્સના હાથ નીચે કાર્ય કરે છે.(જમણે).[109] ચેરમેન અને એક્ઝિક્યુટીવ બોર્ડના અન્ય સભ્યોની નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે. માત્ર ગ્રુપ એક્ઝિક્યુટીવ બોર્ડના ચેરમેન જ બોર્ડ ઓફ ડિરેક્ટર અને ગ્રુપ એક્ઝિક્યુટીવ બોર્ડ એમ બંનેમાં સ્થાન મેળવી શકે છે.. બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઑડિટ કમીટી.,[110] પર્સનલ કમીટી[111] અને કોર્પોરેટ ગવર્નન્સ અને નોમિનેશન કમીટી હોય છે.[112][113]
ફિનિશ કંપની એક્ટ [114] નોકિયા આર્ટીકલ ઓફ એસોસિયેશન[115] અને કોર્પોરેટ ગવર્નન્સ ગાઈડલાઈન [116] અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણો મુજબ કંપનીની કામગીરી થાય છે.
style="width:50%;border:none;vertical-align:top" align="center" |
|
style="width:50%;border:none;vertical-align:top" align="center" |
|
ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર્સ | બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન [118] | |||||
---|---|---|---|---|---|---|
બીજોર્ન વેસ્ટરલુંડ | 1967–1977 | લાઉરી જે. કિવેકાસ | 1967–1977 | સીમો વિરીલેહતો | 1988–1990 | |
કારી કાઈરામો | 1977–1988 | બીજોર્ન વેસ્ટરલુંડ | 1977–1979 | મીકા ટીવોલા | 1990–1992 | |
સીમો વિરેલેહતો | 1988–1992 | મીકા ટીવોલા | 1979–1986 | કાશ્મીરી અર્નમુથ | 1992–1999 | |
જોર્મા ઓલીલા | 1992–2006 | કારી કાઈરામો | 1986–1988 | જોર્મા ઓલીલા | 1999) | |
ઓલિ-પેક્કા-કાલાસુવો | 2006). |
પબ્લિક લિમિટેડની જવાબદારીવાળી કંપની નોકિયાજે એક જ નામ ધરાવતી હેલસિંકિં સ્ટોક એક્સચેન્જમાં લીસ્ટેડ થયેલી સૌથી જૂની કંપની છે. ( 1915થી).[33] નોકિયાના શેર ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ (1988થી) અને ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ (1994થી).[11]નોંધાયેલા છે.[33]
નોકિયાનો સત્તાવાર કોર્પોરેટ કલ્ચર ઢંઢેરો, ધ નોકિયા વે માં ઝડપી અને જરૂરિયાત પ્રમાણે નિર્ણય લેવા પર ભાર મુકવામાં આવ્યો છે. તેમજ જોડાયેલા સંગઠનમાં નિર્ણય શક્તિને ખૂબ મહત્વની ગણાવાઈ છે. જો કે કોર્પોરેશનનું કદ કેટલીક અમલદારશાહીને પ્રોત્સાહન આપે છે.[119]
નોકિયામાં સત્તાવાર બિઝનેસ ભાષા અંગ્રેજીછે. બધા જ દસ્તાવેજો અંગ્રેજીમાં લખાયેલા હોય છે. અને ઓફિસરની અંદર બોલવામાં તેમજ ઈમેઈલ કરવામાં અંગ્રેજીનો જ ઉપયોગ થાય છે.
મે 2007 સુધી નોકિયા વેલ્યુઝ માં ગ્રાહકનો સંતોષ, સન્માન, સિદ્ધી, અને રિન્યુવલનો સમાવેશ થાય છે.મે 2007માં, નોકિયા એક વૈશ્વિક ચર્ચા યોજીને નોકિયાના મુલ્યો નક્કી કર્યા છે. કર્મચારીઓના સુચનો મુજબ, નવા મુલ્યો આ મુજબ છે. : જાત સાથે સંકળાયેલા રહો, જોડે સિદ્ધી મેળવો, નવા કાર્યો માટેનું પેશન અને માનવીય સંવેદના રાખો.[119]
નોકિયાએ મોબાઈલ વેબ માટે ઉચ્ચ સ્તરનું ડોમેઈન (TLD) નામનો પ્રસ્તાવ મુક્યો, જેને કારણે .mobi(ડોટ.મોબી) ડોમેઈન એક્સ્ટેન્સન સપ્ટેમ્બર 2006થી મળ્યું.[120][121] આ બાદ, નોકિયા સૌથી મોટી મોબાઈલ પોર્ટલ, નોકિયા.મોબી(Nokia.mobi) સંગ્રહિત ૨૦૧૮-૧૧-૨૫ ના રોજ વેબેક મશિન, લોંચ કરી છે જેની પર દર મહિને 10 કરોડ મુલાકાતીઓ નોંધાય છે.[122] આ બાદ વધતા મોબાઈલ એડવર્ટાઈઝમેન્ટ માર્કેટને કારણે એડ સર્વિસ સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૧ ના રોજ વેબેક મશિનને પણ લોંચ કરવામાં આવી.[123]
ઓવીઆઈ(Ovi),ની જાહેરાત 29 ઑગ્સટ, 2007ના રોજ કરવામાં આવી. આ નોકિયાનો ઈન્ટરનેટ સેવાનો "મહત્વપૂર્ણ કન્સેપ્ટ" છે.[124] Ovi.comમાં " અંગત ડેસબોર્ડ" આપવામાં આવે છે જેથી વપરાશકર્તા તે દ્વારા મિત્રો સાથે ફોટોગ્રાફ શેર કરી શકાય છે તો મ્યૂઝીક, નકશા અને રમતો સીધા જ તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાય છે. આ ઉપરાંત ત્રીજા પક્ષની સેવાઓ જેવી કે યાહૂ(Yahoo)ની ફ્લિકર(Flickr) સાઈટ જોઈ શકાય છે.ઈન્ટરનેટમાં જેમ જેમ નોકિયા ઉંડું ઉતરતું જાય છે તેમ તેમ તેની સ્પર્ધા માઈક્રોસોફ્ટ(Microsoft), ગૂગલ(Google) અને એપલ(Apple)સાથે થશે.[125]
ઓવીઆઈમાં જે સેવા ઓફર કરવામાં આવે છે તેમાં ઓવીઆઈ સ્ટોર(નોકિયાનો એપ્લિકેશન સ્ટોર), નોકિયા મ્યૂઝીક સ્ટોર, નોકિયા મેપ્સ(Nokia Maps), ઓવીઆઈ મેઈલ(Ovi Mail), એન-ગેજ(N-Gage) એસ60(S60) અને સ્માર્ટફોન માટે ગેમનું પ્લેટફોર્મ, ઓવીઆઈ શેર, ઓવીઆઈ ફાઈલ્સ, સંપર્ક અને કેલેન્ડરનો સમાવેશ થાય છે.[126] ઓવીઆઈ સ્ટોર, ઓવીઆઈ ઍપ્લિકેશનની શરૂઆત મે 2009માં કરવામાં આવી હતી.[127] ઓવીઆઈ સ્ટોર શરૂ કરવાની પહેલા નોકિયાએ તેના સોફ્ટવેર ડાઉનલોડનું એકીકરણ કર્યું.! સ્ટોર, મોશ(MOSH) અને વાઈડસેટ્સ(WidSets)ને તેમાં સામેલ કરી દિધું.[128]
નોકિયા તેના ગ્રાહકો માટે એક પર્સનલાઈઝ સેવા ઓફર કરે છે જેને માય નોકિયા કહે છે (my.nokia.com ખાતે જૂઓ).[129] માય નોકિયાના નોંધાયેલા વપરાશકર્તાઓ નીચેની સેવાઓ મફત મેળવી શકે છે.
4 ડિસેમ્બર 2007ના રોજ નોકિયાએ "નોકિયા કમ્સ વિથ ધ મ્યૂઝીક"નો પ્રારંભ કર્યો, આ કાર્યક્રમમાં સાથી તરીકે યુનિવર્સલ મ્યૂઝીક ગ્રૂપ ઈન્ટરનેશનલ,સોની બીએમજી, વોર્નર મ્યૂઝીક ગ્રૂપ, અને ઈએમઆઈ તેમજ અન્ય કેટલાક સ્વતંત્ર લેબલ તેમજ મ્યૂઝીક ભેગા કરતા લોકોને લેવામાં આવ્યા. આ દ્વારા નોકિયા કમ્સ વિથ ધ મ્યૂઝીક એડિશનના મોબાઈલ ફોન ખરીદનાર ગ્રાહક 12,18, કે 24 મહિના સુધી અનલિમિટેડ મ્યૂઝીક ડાઉનલોડ કરી શકતા હતા.મફત ડાઉનલોડનો સમય પૂર્ણ થઈ જાય ત્યાર બાદ આ ટ્રેકને લવાજમ ભર્યા વગર રાખી શકાતો હતો.પીસી અને મોબાઈલ પરથી આ ડાઉનલોડ તઈ શકતું હતું.[74]
13 ઑગસ્ટ, 2008ના રોજ, નોકિયાએ "નોકિયા ઈમેઈલ સર્વિસ"નું બીટા સંસ્કરણ લોંચ કર્યું જેણે ઈમેઈલ સેવાને એક નવો ઘક્કો આપ્યો, આ બાદ તે નોકિયા મેસેજિંગનો એક ભાગ બની ગયું છે.[130]
નોકિયાના મેસેજિંગ ઓપરેટર્સ કેન્દ્રીય પદ્ધતિથી કામ કરે છે. તેઓ નોકિયા મેસેજિંગ ગ્રાહક અને વપરાશકર્તાના ઈમેઈલ સર્વર વચ્ચે પ્રોક્સીનું કામ કરે છે. આ સેવા દ્વારા ફોન અને ઈમેઈલ સર્વર વચ્ચે સીધો સંપર્ક ન હોવાથી નોકિયા સર્વર સાથે જોડાયેલા ઈમેઈલ કનેક્શનની જરૂર રહે છે.[131]
2008માં, નોકિયા અને સિમેન્સ એજી વચ્ચેના સંયુક્ત સાહસ એવા નોકિયા સિમેન્સ નેટવર્ક્સએ ઈરાન સરકારની ટેલિકોમ કંપનીની એવી ટેકનોલોજી આપી જે દ્વારા કંપની ઈરાનના નાગરિકોના ઈન્ટરનેટ વપરાશ પર નજર રાખી શકતી હતી.[132] આ ટેકનોલોજીને કારણે કંપની ઈમેઈલથી લઈને ઈન્ટરનેટ ફોન, ઈમેજ ફેસબૂક(Facebook) અને ટ્વીટર(Twitter)જેવી વેબસાઈટ પર પોસ્ટ થતા મેસેજને જોવાથી લઈને તેને બદલી શકવાની ક્ષમતા ધરાવતી હતી.". ધ વોલ સ્ટ્રીટ જર્નલ ના એક નિષ્ણાતના જણાવ્યાં મુજબ આ ટેકનોલોજીને કારણે "સત્તાવાળાઓ કમ્યૂનિકેશન રોકવાની સાથે સાથે તેમજ વ્યકિતગત ધોરણે માહિતી ભેગી કરી શકે છે અને તેને બદલી પણ શકે છે."ઈરાનમાં જૂન 2009માં યોજાયેલી ચૂંટણી બાદના વિરોધ પ્રદર્શનો દરમિયાન, ઈરાનની ઈન્ટરનેટ સ્પીડ 10 ઘણી ઓછી થઈ ગઈ હતી, અને નિષ્ણાતોને શંકા છે કે આ માટે ઈન્ટરસેપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી હોઈ શક્યો છે.[133]
નોકિયા સિમેન્સ નેટવર્ક્સે એ પ્રેસ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તેમણે ઈરાનને 'કાયદાને આધીન ઈન્ટરસેપ્ટ કેપેબિલીટી' " આપી છે જે માત્ર લોકલ વોઈસ કોલ પર દેખરેખ રાખવા માટે છે.". "નોકિયા સિમેન્સ નેટવર્ક્સે ખૂબ જ ઉંડાણપૂર્વક તપાસ કરતી ટેકનોલોજી, વેબ સેન્સરશીપ કે ઈન્ટરનેટ ફિલ્ટરિંગ કેપેસીટી આપી નથી".[134]
જૂલાઈ 2009માં, ઈરાનમાં તેની વસ્તુઓ અને તેની સેવાઓનો બહિષ્કાર કરવાની શરૂઆત કરવામાં આવી.ચૂંટણી બાદ વિરોધ ચળવળ ચલાવતા નેતાઓએ આ ચળવળની આગેવાની લીધી હતી અને ઈરાન સરકાર સાથે સહયોગ કરી રહેલી કંપનીઓને નિશાન બનાવી હતી. તેના હેન્ડસેટની માંગ ઘટવા લાગી અને લોકો એસએમએસ(SMS) મેસેજિંગથી દૂર રહેવા લાગ્યા.[135]
2009માં, નોકિયાએ ફિનલેન્ડમાં એક વિવાદાસ્પદ કાયદાને પસાર કરવામાં મદદ કરી હતી જે દ્વારા કંપનીઓ માહિતી લીક કરી રહેલા શંકાસ્પદ કર્મચારીઓના ઈલેક્ટ્રોનિક કમ્યૂનિકેશન પર નજર રાખી શકે છે.[136] વિરોધીભાષી રીતે, નોકિયાએ ઈલેક્ટ્રોનિક દેખરેખ(surveillance) કાયદાને નહીં બદલવામાં આવે તો તેઓ પોતાનું મુખ્યમથક ફિનલેન્ડથી બદલી દેશે તેવી વાતને કંપનીએ નકારી હતી.[137] આ કાયદા માટે ફિનિશ મિડીયાએ "લેક્સ નોકિયા" એવું નામ આપ્યું હતું.
ઈલેક્ટ્રોનિક વસ્તૂઓ જેવી કે સેલ ફોન તેના ઉત્પાદન અને વપરાશ દરમિયાન પર્યાવરણને નુકશાન કરે છે. આ વસ્તૂઓ ઉપયોગ બાદ પણ ઈલેક્ટ્રોનિક વેસ્ટ બની પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. પર્યાવરણીય સંગઠન ગ્રીનપીસના જણાવ્યા મુજબ ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની અન્ય કંપનીઓ કરતા આ બાબતે નોકિયાનો રૅકોર્ડ સારો છે. નોકિયા તેના ઉત્પાદન દરમિયાન ઝેરી રસાયણોનો ઓછો ઉપયોગ તેમજ રીસાયક્લિંગ કરીને આબોહવા બદલાવને ઓછી કરવામાં મદદ કરે છે.12મી ગ્રીનપીસ ગાઈડ મુજબ ઈલેક્ટ્રોનિક ગ્રીનરની યાદીમાં નોકિયા પહેલા ક્રમે છે, કંપનીનો કૂલ સ્કોર 7.45/10 છે.[138][139]
આ ગાઈડના સંસ્કરણ 12 મુજબ, નોકિયા 85 દેશોમાં 5000 જેટલા કલેક્શન સેન્ટર રાખ્યા છે જેમાં આવરદા પૂરી કરી ચૂકેલા મોબાઈલ ફોનને પરત લેવાની સગવડ કરવામાં આવી છે. આ પ્રોગ્રામને સૌથી વધુ માર્ક મળ્યા છે.[140] આવી વસ્તૂઓનું શું કરવું જોઈએ તેવી માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવા અંગે પણ કંપનીને ફૂલ માર્ક મળ્યા છે.[141] જો કે, નોકિયા દ્વારા ગ્રાહક સર્વે મુજબ નોકિયા ફોનનો રીસાયક્લિંગ દર 2008માં માત્ર 3–5% છે. [142] ઝેરી રસાયણ બાબતે નોકિયાનો દેખાવ સારો છે. તેણે પીવીસી(PVC) મુક્ત મોડેલ 2005થી બજારમાં મુક્યા છે. તો બીએફઆર(BFR) વગરના ફોન મોડેલ જાન્યૂઆરી 2007થી બજારમાં મુકાયા છે. આ 2010ની શરૂઆત સુધીમાં બધા જ નવા મોડેલોને બ્રોમિનટેડ અને ક્લોરિનેટેડ કંપાઉન્ડ અને એન્ટીમોની ટ્રાયોક્સાઈડથી મુક્ત કરવાની કંપનીની નેમ છે.[143] નોકિયા તેની બધી જ વસ્તુઓ માટે ઈકો-ડિક્લેરેશન આપે છે.[144] નોકિયા ખૂબ જ જોખમી [[કાર્બન ડાયોક્સાઈડ|ઢાંચો:સીઓટુ(co2)]]રસાયણનું પણ ખૂબ ઓછું દહન કરે છે, 2009માં આ પ્રમાણ 10 ટકા હતૂં. 2010માં તેનું પ્રમાણ 18 ટકા રહેવાની ધારણા છે. 2006ને પાયાનું વર્ષ ગણવામાં આવ્યું છે.[145] ઉર્જા કાર્યક્ષમતા માટે તેને ઉંચા માર્ક મળ્યા છે. તેમજ નોકિયાના નવા મોડેલના ચાર્જર્સ ઈપીએ(EPA)ના એનર્જી સ્ટાર જરૂરિયાતના 30થી 90 ટકાને પાર કરી જાય છે.[146]
નોકિયા રિસાયક્લ કરાયેલા પ્લાસ્ટીક અંગે સંશોધન કરી રહી છે જેથી તેનો ઉપયોગ પ્રોડ્કટમાં કરી શકાય હાલમાં આ પ્લાસ્ટિકનો ઉપયોગ માત્ર પેકેજિંગમાં કરવામાં આવે છે.[147] પર્યારવણીય અસરોને દૂર કરવા માટે નોકિયા ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેના નવા ફોન કોન્સેપ્ટ, રીમેડ, ને ફેબ્રૂઆરી 2008માં રિલીઝ કરાયો હતો.[148] આ ફોન રીસાયકલ્ડ મટીરીયલ્સમાંથી બનાવવામાં આવતો હતો.[148] ફોનનો બહારનો ભાગ રીસાયકલ્ડ મટિરિયલ જેવા કે એલ્યુમિનયમ કેન, પ્લાસ્ટીક બોટેલ્સ, અને વપરાયેલી કારના ટાયરમાંથી બનાવવામાં આવતો હતો.[149] તો ફોનની સ્ક્રીન રીસાયકલ્ડ ગ્લાસમાંથી અને હિજ રબર ટાયરમાંથી બનાવવામાં આવતા હતા.તો ફોનનો આંતરીક ભાગ રીફર્નિશ કરાયેલા ફોનના ભાગો દ્વારા બનતો હતો. આ ઉપરાંત કેટલીક સગવડો એવી હતી જે દ્વારા ઉર્જાને બચાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરાતા હતા જેમાં અમુક સ્તર સુધી બેકલાઈટ રાખવાની, તેમજ લાંબા સમય સુધી ચાલે તેવી બેટરી વાપરવા જેવી બાબતોનો સમાવેશ થતો હતો.
નોકિયા મુક્ત સંશોધનના સિદ્ધાંતમાં માને છે. આ માટે તે કેટલીક મોટી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંશોધન સહયોગ સાધે છે. કંપની યુનિ. અને સંસ્થાઓ સાથે આઈડિયા અને તેના સ્ત્રોતને શેર કરે છે. હાલના સહયોગમાં સામેલ છે:[150]
ઢાંચો:Companies portal
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.