દિલ્હી સલ્તનત

From Wikipedia, the free encyclopedia

દિલ્હી સલ્તનત

સલ્તનત-એ-હિન્દ અથવા દિલ્હી સલ્તનત (ફારસી/ઉર્દુ: پادشاهی دهلی, પાદશાહી દહેલી) ૧૨૦૬–૧૫૨૬, ૩૨૦ વર્ષો સુધી ઉત્તર ભારતમાં સ્થાપાયેલ એક સલ્તનત અથવા ઇસ્લામી સામ્રાજ્ય હતું. આ સલ્તનતના શાસકો પાંચ રાજવંશોથી આવ્યા, ગુલામ વંશ (૧૨૦૬–૯૦), ખિલજી વંશ (૧૨૯૦–૧૩૨૦), તુઘલક વંશ (૧૩૨૦–૧૪૧૪), સૈયદ વંશ (૧૪૧૪–૫૧) તથા અફઘાન લોદી વંશ (૧૪૫૧–૧૫૨૬). દિલ્હી સલ્તનતનો મુખ્ય સ્થાપક મહંમદ ઘોરીનો ગુલામ કુતુબુદ્દીન ઐબક હતો.

Quick Facts
દિલ્હી સલ્તનત
پادشاهی دهلی
૧૨૦૬–૧૫૨૬
Thumb
કેટેલાન એટલાસ પ્રમાણેનો દિલ્હી સલ્તનતનો ધ્વજ
Thumb
Location of દિલ્હી સલ્તનત
દિલ્હી સલ્તનત, વિવિધ વંશો હેઠળ.
રાજધાની દિલ્હી (૧૨૦૬–૧૨૧૦)
બદાયૂં (૧૨૧૦–૧૨૧૪)
દિલ્હી (૧૨૧૪–૧૩૨૭)
દૌલતાબાદ (૧૩૨૭–૧૩૩૪)
દિલ્હી (૧૩૩૪–૧૫૦૬)
આગ્રા (૧૫૦૬–૧૫૨૬)
ભાષાઓ ફારસી (અધિકૃત),[૧] હિન્દાવી (૧૪૫૧થી)[૨]
ધર્મ સુન્ની ઇસ્લામ
સત્તા સલ્તનત
સુલ્તાન
   ૧૨૦૬-૧૨૧૦ કુતુબુદ્દિન ઐબક (પ્રથમ)
  ૧૫૧૭-૧૫૨૬ ઇબ્રાહિમ લોદી (છેલ્લો)
ઐતિહાસિક યુગ મધ્યકાલીન સમય
  સ્થાપના[૩] ૧૨ જૂન ૧૨૦૬
  અમરોહાનું યુદ્ધ ૨૦ ડિસેમ્બર ૧૩૦૫
  પાણીપતનું યુદ્ધ (૧૫૨૬) ૨૧ એપ્રિલ ૧૫૨૬
પહેલાનું શાસન
પછીની સત્તા
ઘુરિડ વંશ
વાઘેલા વંશ
મુઘલ યુગ
સાંપ્રત ભાગ  અફઘાનિસ્તાન
 બાંગ્લાદેશ
 ભારત
 પાકિસ્તાન
બંધ કરો

૮મી સદીના મધ્યભાગમાં મહમદ બીન કાસીમ ભારત આવનાર પ્રથમ મુસ્લિમ શાસક ગણાય છે. ત્યારબાદ તુર્કમાથી અનેકપ્રજા ભારતની આર્થિક સંપતિ લૂટવાને ઇરાદે આવે છે. ૧૧મી સદીના મધ્યભાગમાં મહમદ ગઝનવીએ સોમનાથ પર ૧૭વાર આર્થિક લૂંટ કર્યાની દંતકથા મળે છે. તે સમયના ભારતનું વર્ણન ગઝની સાથે આવેલ પ્રવાસી અલડોબમુની એ ‘તહકીક – એ- હિંદ’ નામના ગ્રંથમાં કરેલ છે. ૧૨મી સદીના અંત ભાગમાં મહમંદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈના યુધ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થતા તે દિલ્હીનો છેલ્લો હિન્દુ રાજપુત શાસક ગણાય છે. ત્યારબાદ ભારતમાં મુસ્લિમ સતાનો પાયો નખાય છે.

મહમંદ ઘોરી તુર્કમાંથી અનેક ગુલામોને ભારતમાં લાવી પોતાની શક્તિ મજબુત કરે છે. ઇ.સ. ૧૨૦૬માં ઘોરીનું અવસાન થતાં તુર્કમાથી આવેલ ગુલામ કુતુબુદીન એબકથી દિલ્હી સલ્તનતનો પાયો નખાય છે. દિલ્હી સલ્તનત એટલે દિલ્હીને પોતાની રાજધાની બનાવી તેના પર શાસન કરવાવાળા પદાધિકારી.[૪]

૧૫૨૬માં મુઘલ સામ્રાજ્યના પ્રથમ શાસક બાબર દ્વારા દિલ્હી સલ્તનતનો અંત થયો.

સંદર્ભ

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.