એક અનાજ From Wikipedia, the free encyclopedia
જુવાર એ ભારતમાં પ્રચલિત એકદળ અનાજ છે. આને અંગ્રેજીમાં સોર્ગમ (Sorghum) કહે છે. જુવારના દાણાનો ઉપયોગ ભોજન માટે અને એનો છોડ પ્રાણીઓના ચારામાં વપરાય છે. આમ ક્યારેક ચારા માટે પણ જુવારની ખેતી કરવામાં આવે છે. ગરમ વાતાવરણ ધરાવતા પ્રદેશોમાં સમગ્ર વિશ્વમાં જુવારની ખેતી થાય છે.
જુવારની એક પ્રજાતિ સોર્ગમ બાઈકલર તરીકે ઓળખાય છે.[1] આ પ્રજાતિ વિશ્વનો એક પ્રમુખ પાક છે. એના દાણા ખોરાક તરીકે વપરાય છે. આ સિવાય તેનો ઉપયોગ માદક પીણા બનાવવામાં, ચારા તરીકે અને જૈવિક ઈંધણ તરીકે પણ થાય છે. આ પ્રજાતિ વિશ્વનું પાંચમુ સૌથી મહત્ત્વપૂર્ણ અનાજ છે. [2] આ પ્રજાતિને આફ્રિકા, દક્ષિણ એશિયા અને મધ્ય અમેરિકામાં વિપુલ પ્રમાણમાં ઊગડવામાં આવે છે. જુવારની મોટા ભાગની દરેક પ્રજાતિઓ ગરમી અને શુષ્ક વાતાવરણ પ્રત્યે સહનશીલ હોય છે. આને કારણે શુષ્ક ગરમ આબોજવા ધરાવતા પ્રદેશમાં જુવાર એ રોજિંદો આહાર હોય છે.
જુવારની મૌક પ્રજાતિ તેના વિકાસના શરૂઆતના સમયમાં ભયજનક માત્રામાં હોર્ડેનાઈન નામનું હાયડ્રોજન સાયનાઈડ તત્ત્વ ધરાવે છે. આવા છોડ તેને ચરનારા પ્રાણી માટે ઘાતક નીવડી શકે છે. દુકાળ કે શુષ્ક વાતાવરણમાં પણ જુવારના છોડવામાં સાયનાઈડ અને નાઈટ્રેટનું પ્રમાણ ઝેરી સ્તર સુધી વધી શકે છે. [3]
ઝોન્સન ઘાસ નામની જુવારની પ્રજાતિને અમેરિકાના ખોરાક અને ઔષધ ખાતાએ આક્રમક પ્રજાતિ ઘોષિત કરી છે.[4]
જુવારની અન્ય પ્રજાતિ શોરગમ વલ્ગેર અને ટેક્નીકમને બ્રુમ કોર્ન પણ કહે છે. [5]
૨૦૦૯માં આંતરરાષ્ટ્રીય સંશોધકોએ જુવારનો જીનોમ ઉકેલ્યાને જાહેરાત કરી હતી.[6][7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.