૧૦ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૨મો) દિવસ છે. આ દિવસ
પછી વર્ષ પુરું થવામાં ૧૭૪ દિવસ બાકી રહે છે.
- ૧૮૦૬ – વેલ્લોર બળવો (Vellore Mutiny)થી ઓળખાયેલો, ભારતીય સૈનિકો દ્વારા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની (British East India Company) સામે થયેલો આ પ્રથમ બળવો (સ્વાતંત્ર્ય સંગ્રામ) હતો.
- ૧૯૧૩ – અમેરિકાનાં 'કેલિફોર્નિયામાં આવેલ ડેથ વેલી (Death Valley)માં અમેરિકાનું અત્યાર સુધીનું સર્વોચ્ચ તાપમાન, ૧૩૪ °ફે.(૫૬.૭ °સે.) નોંધવામાં આવ્યું.
- ૧૯૪૭ – બ્રિટિશ વડા પ્રધાન ક્લેમેન્ટ એટલી દ્વારા પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ તરીકે મહમદ અલી ઝીણાના નામની ભલામણ કરવામાં આવી.
- ૧૯૬૨ – વિશ્વના પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહ 'ટેલસ્ટાર'નું ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૭૩ – પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાએ બાંગ્લાદેશને માન્યતા આપી.
- ૧૯૭૩ – બહામાસને રાષ્ટ્રમંડળ દેશોની અંદર સંપૂર્ણ સ્વતંત્રતા મળી.
- ૧૯૯૧ – રંગભેદ નીતિની સમાપ્તિ બાદ દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદમાં ફરીથી દાખલ કરવામાં આવી.
- ૧૯૯૭ - લંડનમાં, વૈજ્ઞાનિકો નિએન્ડરથલ હાડપિંજરના ડીએનએ વિશ્લેષણના તારણો જણાવે છે જે માનવ ઉત્ક્રાંતિના "આઉટ ઓફ આફ્રિકા થિયરી"(આધુનિક મનુષ્યોની આફ્રિકન ઉત્પત્તિ)ને ટેકો આપે છે, જેમાં ૧૦૦,૦૦૦ થી ૨૦૦,૦૦૦ વર્ષ પહેલાં "આફ્રિકન ઇવ" (સર્વપ્રથમ માતૃવંશી નારી) ગણવામાં આવી હતી.
- ૨૦૧૭ – જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર ત્રાસવાદી હુમલો થયો.
- ૧૯૨૭ – ગંગારામ, ‘આધુનિક લાહોરના પિતા’ તરીકે ઓળખાતા ભારતીય ઇજનેર અને સ્થપતિ (જ. ૧૮૫૧)
- ૨૦૦૦ – વક્કોમ મજીદ, ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી અને ત્રાવણકોર-કોચીન રાજ્ય વિધાનસભાના ભૂતપૂર્વ સભ્ય (જ. ૧૯૦૯)
- ૨૦૧૩ – ગોકુલાનંદ મહાપાત્ર, ભારતીય વૈજ્ઞાનિક, વિજ્ઞાન લેખક (ફિક્શન) અને શિક્ષણવિદ્ (જ. ૧૯૨૨)
- ૨૦૧૪ – ઝોહરા સેહગલ, ભારતીય અભિનેત્રી, નૃત્યાંગના અને નૃત્ય પ્રશિક્ષક (જ. ૧૯૧૨)