From Wikipedia, the free encyclopedia
ગૂગલ ક્રોમ (અંગ્રેજી: Google Chrome) એ ગૂગલ દ્વારા વિકસાવાયેલું એક વેબ બ્રાઉઝર છે જે વેબકિટ લેઆઉટ એન્જિન અને એપ્લિકેશન ફ્રેમવર્કનો ઉપયોગ કરે છે. તેને સૌથી પહેલા 2 સપ્ટેમ્બર 2008ના રોજ માઇક્રોસોફ્ટ વિન્ડોઝના બિટા વર્ઝન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે તેનું જાહેર અનાવરણ 11 ડિસેમ્બર 2008ના રોજ થયું હતું. તેનું નામ વેબ બ્રાઉઝરના ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ફ્રેમ અથવા “ક્રોમ” પરથી લેવામાં આવ્યું છે. નેટ એપ્લિકેશન્સ પ્રમાણે, જાન્યુઆરી 2011ના અંત સુધીમાં ક્રોમ ત્રીજા ક્રમનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું બ્રાઉઝર હતું, અને વૈશ્વિક સ્તરે વેબ બ્રાઉઝરના ઉપયોગ હિસ્સામાં 10 ટકાનું સ્તર વટાવી ગયું હતું.[1]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ગૂગલ ક્રોમ ૯.૦ પર વિકિપીડિયા | |
Developer(s) | ગૂગલ Inc. |
Initial release | September 2, 2008 |
Written in | સી++, Assembly, JavaScript |
Operating system | Linux Mac OS X (10.5 and later, Intel only) Windows (XP SP2 and later) |
Engine | WebKit (Based on KHTML) |
Available in | ૫૦ |
Development status | સક્રિય |
Type | Web browser |
License | Google Chrome Terms of Service;[note 1] WebKit: BSD/LGPL; |
Website | google |
સપ્ટેમ્બર 2008માં ગૂગલે ક્રોમિયમ તરીકે ઓપન સોર્સ પ્રોજેક્ટ તરીકે તેના વી8 (V8) જાવાસ્ક્રિપ્ટ એન્જિન સહિત ક્રોમના સોર્સ કોડનો મોટો હિસ્સો જારી કર્યો હતો.[2][3] આ પગલાંના કારણે થર્ડ પાર્ટી ડેવલપર્સને તેના સંબંધિત સોર્સ કોડનો અભ્યાસ કરવા મળ્યો અને બ્રાઉઝરને મેક ઓએસ એક્સ (OS X) અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં મદદ મળી હતી. ગૂગલે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે અન્ય બ્રાઉઝર્સ વેબ એપ્લિકેશન કામગીરી સુધારવા માટે વી8 (V8) સ્વીકારશે.[4] ક્રોમિયમનો ગૂગલ અધિકૃત હિસ્સો મંજૂરી આપતા બીએસડી (BSD) લાઇસન્સ હેઠળ જારી કરવામાં આવ્યો છે,[5] આ હિસ્સાઓને ઓપન સોર્સ તથા ક્લોઝ્ડ સોર્સ સોફ્ટવેર પ્રોગ્રામ્સમાં સામેલ કરી શકાય છે.[6] સોર્સ કોડના અન્ય હિસ્સાઓ વિવિધ ઓપન સોર્સ લાઇસન્સને આધિન છે.[7] ક્રોમિયમ ક્રોમ જેવા જ ફિચર્સ લાગુ પાડે છે પરંતુ તેમાં બિલ્ટ-ઇન ઓટોમેટિક અપડેટ્સ અને ગૂગલ બ્રાન્ડિંગની ગેરહાજરી છે, અને સૌથી વધુ નજરે ચઢે તેવું તેમાં બહુરંગી ગૂગલના લોગોની જગ્યાએ વાદળી રંગનો એક લોગો છે.[8]
છ વર્ષ સુધી ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ એરિક સ્કમિડ્ટ એક સ્વતંત્ર વેબ બ્રાઉઝરની રચનાનો વિરોધ કરતા હતા. તેમણે જણાવ્યું હતું કે, “તે સમયે ગૂગલ એક નાની કંપની હતી.” અને તેઓ “નુકસાન પહોંચાડે તેવા બ્રાઉઝર યુદ્ધ”માં સામેલ થવા માંગતા ન હતા. જોકે સહ-સ્થાપકો સર્ગે બ્રિન અને લેરી પેજએ કેટલાક ફાયરફોક્સ ડેવલપર્સની ભરતી કરી અને ક્રોમનું એક પ્રદર્શન તૈયાર કર્યું ત્યારે મિ. સ્કમિડ્ટે સ્વીકાર્યું કે, “તે એટલું બધું સારું હતું કે તેણે મને મારું મન બદલવા માટે દબાણ કર્યું.”[9]
અનાવરણની જાહેરાત અસલમાં 3 સપ્ટેમ્બર 2008ના રોજ થવાની હતી અને સ્કોટ મેકક્લાઉડ દ્વારા એક કોમિક પત્રકારો અને બ્લોગર્સને મોકલવવાનું હતું જેમાં નવા બ્રાઉઝર પાછળની પ્રેરણાના વિશેષતાઓ સમજાવવાની હતી.[10] યુરોપ માટેની નકલો વહેલી રવાના કરવામાં આવી હતી અને ગૂગલ બ્લોગોસ્કોપ્ડના જર્મન બ્લોગર ફિલિપ લેન્સેનએ[11] 1 સપ્ટેમ્બર 2008ના રોજ તે મેળવ્યા બાદ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ 38 પાનાના કોમિકની એક સ્કેન કરાયેલી નકલ તૈયાર કરી હતી.[12] ગૂગલે ત્યાર બાદ આ કોમિકને ગૂગલ બુક્સ પર ઉપલબ્ધ કરાવ્યું હતું[13] અને વહેલું રિલીઝ કરવાના ખુલાસા સાથે તેમના સત્તાવાર બ્લોગ પર તેનો ઉલ્લેખ કર્યો હતો.[14]
બ્રાઉઝરને સૌથી પહેલા જાહેરમાં 2 સપ્ટેમ્બર 2008ના રોજ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ (એક્સપી (XP) અને ત્યાર પછીના વર્ઝન માટે જ) માટે 43 ભાષાઓમાં સત્તાવાર રીતે બિટા વર્ઝનમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.[15] માત્ર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ માટે જ ઉપલબ્ધ હોવા છતાં ક્રોમે તરત આશરે 1 ટકા બજાર હિસ્સો મેળવી લીધો હતો.[14][16][17][18] શરૂઆતની વૃદ્ધિ બાદ તેનો વપરાશ હિસ્સો ઘટ્યો હતો અને ઓક્ટોબર 2008માં 0.69% સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ તેમાં ફરી વધારો થયો અને ડિસેમ્બર 2008 સુધીમાં ક્રોમનો બજાર હિસ્સો 1%ની સપાટી વટાવી ગયો હતો.[19]
જાન્યુઆરી 2009ના પ્રારંભમાં સીનેટ (CNET)એ અહેવાલ આપ્યો હતો કે વર્ષના પ્રથમ છ મહિનામાં ગૂગલ મેક ઓએસ એક્સ (OS X) અને લિનક્સ માટે ક્રોમના વર્ઝન જારી કરવાનું આયોજન ધરાવતું હતું.[20] પ્રથમ સત્તાવાર ક્રોમ મેક ઓએસ એક્સ (OS X) અને લિનક્સ ડેવલપર પ્રિવ્યૂ[21] 4 જૂન 2009ના રોજ જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં એક બ્લોગ પોસ્ટમાં[22] જણાવાયું હતું કે તેમાં ઘણા ફિચર્સ ગેરહાજર છે અને સામાન્ય વપરાશના બદલે પ્રારંભિક પ્રતિભાવ મેળવવાના હેતુસર છે.
ડિસેમ્બર 2009માં ગૂગલે મેક ઓએસ એક્સ (OS X) અને લિનક્સ માટે ક્રોમના બિટા વર્ઝન જારી કર્યા હતા.[23][24] 25 મે 2010ના રોજ જાહેર કરવામાં આવેલ ગૂગલ ક્રોમ 5.0 તમામ ત્રણ પ્લેટફોર્મને ટેકો આપવા માટે સૌ પ્રથમ સ્થિર જારી થયું હતું.[25]
2010માં યુરોપિયન આર્થિક વિસ્તારમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝના વપરાશકર્તાઓને ઓફર કરવામાં આવેલા બાર બ્રાઉઝર્સ પૈકી ક્રોમ એક હતું.[26]
ક્રોમને ગૂગલ અને થર્ડ પાર્ટીઓ જેમ કે મોઝિલાની નેટસ્કેપ પોર્ટેબલ રનટાઇમ, નેટવર્ક સિક્યુરિટી સર્વિસિસ, એનપીએપીઆઇ (NPAPI), તથા એસક્યુલાઇટ (SQLite) અને મોટી સંખ્યામાં અન્ય ઓપન-સોર્સ પ્રોજેક્ટ્સમાંથી 25 વિવિધ કોડ લાઇબ્રેરીઓમાંથી ભેગું કરીને બનાવવામાં આવ્યું હતું.[27] જાવાસ્ક્રિપ્ટ વર્ચ્યુઅલ મશીનને વિભાજિત કરવા માટે (એડોબી/મોઝિલાના ટેમરિનની જેમ) પૂરતા પ્રમાણમાં મહત્ત્વનો પ્રોજેક્ટ ગણવામાં આવ્યો હતો અને આર્હસ ખાતે લાર્સ બેકના સંકલન હેઠળ ડેનમાર્ક ખાતે એક અલગ ટીમ દ્વારા તે હાથ ધરવામાં આવ્યો હતો. ગૂગલના જણાવ્યા પ્રમાણે વર્તમાન અમલીકરણ “નાના પ્રોગ્રામ માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો જ્યાં સિસ્ટમની કામગીરી અને આંતરપ્રવૃત્તિ એટલી મહત્ત્વપૂર્ણ ન હતી,” પરંતુ “ડીઓએમ (DOM) મેનિપ્યુલેશન્સ અને જાવાસ્ક્રિપ્ટની વાત આવે” ત્યારે જીમેઇલ (Gmail) જેવા વેબ એપ્લિકેશન્સ વેબ બ્રાઉઝરનો મહત્તમ ઉપયોગ કરે છે, અને તેથી જાવાસ્ક્રિપ્ટ એન્જિનમાંથી નોંધપાત્ર ફાયદો મેળવી શકે છે જે ઝડપથી કામ કરી શકે છે.
એન્ડ્રોઇડ ટીમની સલાહના આધારે ક્રોમમાં વેબ પૃષ્ઠ દર્શાવવા માટે વેબકિટ રેન્ડરિંગ એન્જિનનો ઉપયોગ થાય છે.[13] મોટા ભાગના બ્રાઉઝરની જેમ ક્રોમને જારી કરતા અગાઉ યુનિટ ટેસ્ટિંગ, "સ્ક્રિપ્ટેડ યુઝર એક્શન્સના ઓટોમેટેડ યુઝર ઇન્ટરફેસ" ટેસ્ટિંગ અને ફઝ ટેસ્ટિંગ તથા વેબકિટના લેઆઉટ પરીક્ષણો (જેમાંથી 99% માં ક્રોમ સફળ રહ્યું હોવાનો દાવો કરાય છે) માટે આંતરિક રીતે ઘનિષ્ઠ પરીક્ષણમાંથી પસાર કરવામાં આવ્યું હતું. ગૂગલ ઇન્ડેક્સમાં હજારોની સંખ્યામાં સામાન્ય રીતે એક્સેસ કરવામાં આવતી વેબસાઇટ્સમાં નવા બ્રાઉઝર બિલ્ડનું સ્વયંચાલિત રીતે 20-30 મિનિટની અંદર પરીક્ષણ કરવામાં આવે છે.[13]
ક્રોમના વિન્ડોઝ વર્ઝનમાં ગિયર્સ સામેલ છે જે વેબ ડેવલપર્સમાં ફિચર્સ ઉમેરે છે જે સામાન્ય રીતે વેબ એપ્લિકેશન્સ (ઓફલાઇન સપોર્ટ સહિત) સાથે સંકળાયેલા હોય છે.[13] જોકે, ગૂગલ એચટીએમએલ5 (HTML5)ની તરફેણમાં ગિયર્સને દૂર કરી રહ્યું છે.[28]
ડિસેમ્બર 2010માં ગૂગલે જાહેરાત કરી હતી કે બિઝનેસ વાતાવરણમાં ક્રોમ લાગુ કરવાનું સરળ કરવા માટે તેઓ એક સત્તાવાર ક્રોમ એમએસઆઇ (MSI) પેકેજ પૂરું પાડશે. સામાન્ય ડાઉનલોડ કરાયેલ ક્રોમ ઇન્સ્ટોલર બ્રાઉઝરને યુઝરની હોમ ડિરેક્ટરીમાં મૂકે છે અને અદૃશ્ય બેકગ્રાઉન્ડ અપડેટ આપે છે, પરંતુ એમએસઆઇ (MSI) પેકેજ સિસ્ટમ સ્તરે ઇન્સ્ટોલેશન કરવા દેશે જેનાથી અપડેટ પ્રક્રિયા પર સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરનું નિયંત્રણ રહેશે.[29] અગાઉ તે ગૂગલ પેકનો ઉપયોગ કરીને ક્રોમને ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યારે જ શક્ય બનતું હતું. ગૂગલે બિઝનેસ વાતાવરણમાં ક્રોમની વર્તણૂકને વ્યવસ્થિત કરવા માટે ગ્રૂપ પોલિસીસની પણ રચના કરી હતી ઉદાહરણ તરીકે ઓટોમેટિક અપડેટ ગાળા, મુખપૃષ્ઠની રચના કરવી વગેરે.[30]
11 જાન્યુઆરી 2011ના રોજ ક્રોમ પ્રોડક્ટ મેનેજર માઇક જાઝાયેરીએ જાહેરાત કરી હતી કે ક્રોમ તેના એચટીએમએલ 5 (HTML 5) પ્લેયર માટે એચ.264 (H.264) વિડિયો કોડેકને સપોર્ટ નહીં કરે, તેના માટે ગૂગલ ક્રોમને ક્રોમિયમ પ્રોજેક્ટમાં ઉપલબ્ધ ઓપન કોડેક્સ માટે વધુ ઇનલાઇન કરવાનું કારણ આપવામાં આવ્યું હતું, જેના પર ક્રોમ આધારિત છે.[31]
ગૂગલ ક્રોમના સ્ટેબલ બિલ્ડ ઉપરાંત ગૂગલ કેટલાક પ્રિ-રિલીઝ વર્ઝન અથવા “અર્લી રિલીઝ ચેનલ” ઉપલબ્ધ કરાવે છે. તેમને ચેનલ્સ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે કારણ કે બ્રાઉઝરને ડાયનેમિક રીતે અપડેટ કરવામાં આવે છે અને વિશિષ્ટ “બિટા” “ડેવ” અને “કેનેરી” ધરાવે છે. ક્રોમ બિટા બિલ્ડનો હેતુ કોઇ પણ દ્વારા પરીક્ષણ કરવાનો છે અને ક્રોમના સ્થિર વર્ઝન કરતા તે થોડું નવું છે. ધ ડેવ અથવા ડેવલપર બિલ્ડનો હેતુ સોફ્ટવેર ટેસ્ટીંગ અથવા પ્રોગ્રામિંગનો અનુભવ ધરાવતા વરરાશકર્તાઓ માટે છે. કેનેરી બિલ્ડ એ પેરન્ટ ક્રોમિયમ પ્રોજેક્ટના તાજેતરના સોફ્ટવેરનું સ્વયંચાલિત રીતે રચાયેલું વર્ઝન છે જે રિલીઝ અગાઉ ટેસ્ટ કરવામાં આવેલું નથી. પરિણામે ગૂગલ કેનેરી બિલ્ડને યુઝરના ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરવાની ક્ષમતાને અટકાવે છે અને ક્રોમના અન્ય વર્ઝન સાથે તેને ઇન્સ્ટોલ કરવા દે છે.[સંદર્ભ આપો]
ક્રોમિયમ એ ગૂગલ ક્રોમનું પેરન્ટ (ઉત્પતિનો) પ્રોજેક્ટ છે, ત્યારે બંનેને અલગ કરે તેવા કેટલાક ચાવીરૂપ તફાવતો છે. ક્રોમના પ્રિ-રિલીઝ વર્ઝન્સથી વિપરીત ક્રોમિયમને લગભગ દરરોજ અપડેટ કરવામાં આવે છે અને તેમાં માત્ર એક એચટીએમએલ (HTML) બ્રાઉઝર એન્જિન છે જેમાં જાવા, ફ્લેશ કે અન્ય કોઇ એક બીજા પર અસર કરનાર સામગ્રી નથી.[સંદર્ભ આપો] ક્રોમના સંપાદિત બિલ્ડ કરતા ક્રોમિયમમાં ઓછું નિયંત્રણાત્મક એન્ડ યુઝર લાઇસન્સ છે.[સંદર્ભ આપો]
રંગ | અર્થ |
---|---|
લાલ | જૂનું રિલીઝ |
લીલો | વર્તમાન સ્થિર રિલીઝ |
વાદળી | વર્તમાન બિટા રિલીઝ |
જાંબલી | વર્તમાન ડેવ રિલીઝ |
મહત્વના વર્ઝન | રિલીઝની તારીખ | વેબકિટ વર્ઝન[32] | વી8 (V8) એન્જિન વર્ઝન[33] | ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ | મહત્વના ફેરફારો |
---|---|---|---|---|---|
0.2.149 | 2008-09-02 | 522 | 0.3 | વિન્ડોઝ | પ્રથમ રિલીઝ.[34] |
0.3.154 | 2008-10-29 | સુધારેલ પ્લગઇન કામગીરી અને વિશ્વસનીયતા. ઇનપુટ ફિલ્ડ્સ માટે સ્પેલ ચેકિંગ. સુધારેલ વેબ પ્રોક્સી કામગીરી અને વિશ્વસનીયતા. ટેબ અને વિન્ડો મેનેજમેન્ટ અપડેટ્સ. | |||
0.4.154 | 2008-11-24 | 525 | ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ સપોર્ટ સાથે બુકમાર્ક મેનેજર. એપ્લિકેશન ઓપ્શન્સમાં પ્રાઇવસી સેક્શનનો ઉમેરો. નવું બ્લોક્ડ પોપ અપ નોટિફિકેશન. સુરક્ષા પગલાં. | ||
1.0.154 | 2008-12-11 | 528 | પ્રથમ સ્થિર રિલીઝ. | ||
2.0.172 | 2009-05-24 | 530 | 0.4 | સનસ્પાઇડર બેન્ચમાર્ક પર 35% વધુ ઝડપી જાવાસ્ક્રિપ્ટ. માઉસ વ્હીલ સપોર્ટ. ફુલ-સ્ક્રીન મોડ. ફુલ-પેજ ઝૂમ, ફોર્મ ઓટોફિલ. ટાઇટલ દ્વારા બુકમાર્ક અલગ તારવો. બ્રાઉઝર અને ડેસ્કટોપ એજને ટેબ ડોકિંગ. બેઝિક ગ્રીઝમંકી સપોર્ટ.[35] | |
3.0.195 | 2009-10-12 | 532 | 1.2 | સુધારેલ કસ્ટમાઇઝેશ માટે નવું ‘ન્યૂ ટેબ’ પૃષ્ઠ. 25% વધુ ઝડપી જાવાસ્ક્રિપ્ટ. એચટીએમએલ5 (HTML5) વિડિયો અને ઓડિયો ટેગ સપોર્ટ. લાઇટવેઇટ થીમિંગ. | |
4.0.249 | 2010-01-25 | 532.5 | 1.3 | એક્સટેન્શન્સ, બુકમાર્ક સિન્ક્રોનાઇઝેશન, સુધારેલ ડેવલપર ટૂલ્સ, સુધારેલ એચટીએમએલ5 (HTML5) સપોર્ટ, કામગીરીમાં સુધારો. ફુલ એસીઆઇડી3 (ACID3) પાસ, એચટીટીપી (HTTP) બાઇટ રેન્જ સપોર્ટ, સુધારેલ સુરક્ષા અને “એક્સએસએસ (XSS) ઓડિટર” તરીકે ઓળખાતું પ્રયોગાત્મક નવું એન્ટી-રિફ્લેક્ટેડ એક્સએસએસ (XSS) ફિચર.[36] | |
4.1.249 | 2010-03-17 | ટ્રાન્સલેટ ઇન્ફોબાર, નવા પ્રાઇવસી ફિચર્સ, નિષ્ક્રિય કરાયેલ એક્સએસએસ (XSS) ઓડિટર.[37] | |||
5.0.375 | 2010-05-21 | 533 | 2.1 | વિન્ડોઝ મેક લિનક્સ |
સુધારેલ જાવાસ્ક્રિપ્ટ કામગીરી, બ્રાઉઝર પસંદગીને તાલબદ્ધ કરવી, વધારેલ એચટીએમએલ5 (HTML5) સપોર્ટ (જિયોલોકેશન એપીઆઇ (API), એપ કેચ, વેબ સોકેટ્સ, અને ફાઇલ ડ્રેગ અને ડ્રોપ), સુધારેલ બુકમાર્ક મેનેજર, એડોબી ફ્લેશ પ્લેયર સંકલન.[38][39] |
6.0.472 | 2010-09-02 | 534.3 | 2.2 | અપડેટ કરેલ અથવા વધુ સુસંગત યુઆઇ (UI), વધુ સરળ ઓમ્નીબોક્સ, નવા ટેબ પૃષ્ઠ અને મર્જ્ડ મેનુ બટન્સ સાથે. ફોર્મ ઓટોફિલ એક્સટેન્શન્સ અને ઓટોફિલ ડેટાને સહાય કરવા માટે વિસ્તારેલ સિન્ક્રોનાઇઝેશન. વેબએમ (WebM) વિડિયો માટે સપોર્ટ, કામગીરી અને સ્થિરતા માટે સુધારો.[40] બિલ્ટ ઇન પીડીએફ (PDF) સપોર્ટ (ડિફોલ્ટ દ્વારા નિષ્ક્રિય કરાયેલ).[41] | |
7.0.517 | 2010-10-21 | 534.7 | 2.3.11.22 | પ્રાથમિક રીતે સેંકડો બગ ફિક્સ સાથે સ્ટેબિલાઇઝેશન રિલીઝ. લાગુ કરાયેલ એચટીએમએલ5 (HTML5) પાર્સિંગ એલ્ગોરિધમ, ફાઇલ એપીઆઇ (API), ઇનપુટ ટેગ દ્વારા ડિરેક્ટરી અપલોડ, મેક ઓએસ એક્સ (OS X) વર્ઝનથી મેળવેલ યુઆઇ (UI) ઓટોમેશન માટે એપલસ્ક્રિપ્ટ સપોર્ટ.[42] એસએસએલ (SSL) સોકેટ માટે સક્રિય લેટ બાઇન્ડિંગઃ ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતી એસએસએલ (SSL) વિનંતી હવે પ્રથમ સર્વરને મોકલવામાં આવે છે. કુકીઝના સંચાલન માટે નવા વિકલ્પો. વેબ એપ્લિકેશન્સના ફિચરિંગને સક્રિય બનાવવા માટે અપડેટ કરાયેલ ન્યૂ ટેબ પૃષ્ઠ. | |
8.0.552 | 2010-12-02 | 534.10 | 2.4.9.19 | ક્રોમ વેબ સ્ટોર, બિલ્ટ ઇન પીડીએફ (PDF) વ્યૂઅર જે ક્રોમના સેન્ડબોક્સમાં વધુ સુરક્ષા માટે કામ કરે છે, વેબ એપ્લિકેશન્સને સમાવવા માટે વિસ્તારેલ સિન્ક્રોનાઇઝેશન ટેકો, અને સુધારેલ પ્લગ-ઇન હેન્ડલિંગ.[43] આ રિલીઝથી “અબાઉટઃફ્લેગ્સ”માં વધારો થયો જેથી પ્રયોગાત્મક વિશેષતાઓ જેમ કે ક્રોમ ઇન્સ્ટન્ટ, વિન્ડોઝ પર સાઇડ ટેબ્સ, ટેબ્ડ સેટિંગ્સ, ક્લિક ટુ પ્લે, બેકગ્રાઉન્ડ વેબ એપ્લિકેશન્સ, રિમોટિંગ, જૂનવાણી પ્લગ-ઇન્સને નિષ્ક્રિય કરવા, એક્સએસએસ (XSS) ઓડિટર, ક્લાઉડ પ્રિન્ટ પ્રોક્સી, જીપીયુ (GPU) એક્સિલરેટેડ કમ્પાઉન્ડિંગ, વેબજીએલ (WebGL) સપોર્ટ કેનવાસ એલિમેન્ટ માટે તથા મેક માટે “ટેબ ઓવરવ્યૂ” મોડ (જેમ કે એક્સપોઝ)નો સમાવેશ થયો. | |
9.0.597 | 2011-02-03 | 534.13 | 2.5.9.6 | ડિફોલ્ટથી સક્ષમ બનાવાયેલ વેબજીએલ (WebGL), વિન્ડોઝ અને ક્રોમ ઇન્સ્ટન્ટ પર એડોબી ફ્લેશ સેન્ડબોક્સિંગ, (ગૂગલ ઇન્સ્ટન્ટની જેમ) વિકલ્પ.[44] વેબપી (WebP) સપોર્ટ. [45]ન્યુ ફ્લેગ્સઃ પ્રિન્ટ પ્રિવ્યૂ, જીપીયુ (GPU) એક્સિલરેટેડ કમ્પોઝિશનિંગ, જીપીયુ (GPU) એક્સિલરેટેડ કેનવાસ ટુડી (2D), ગૂગલ નેટિક ક્લાયન્ટ, સીઆરએક્સ (CRX) લેસ વેબ એપ્સ, વેબ પૃષ્ઠ પ્રિરેન્ડરિંગ, એક્સપેરિમેન્ટલ એક્સ્ટેન્શન એપીઆઇ (APIs), ડિસેબલ હાઇપરલિંક ઓડિટિંગ. | |
9.0.597 | |||||
10.0.648 | 2011-01-31 | 534.16 | 3.0.12 | ડિફોલ્ટ દ્વારા સક્ષમ બનાવાયેલ ગૂગલ ક્લાઉડ પ્રિન્ટ સાઇન-ઇન ઇન્ટરફેસ. જીપીયુ (GPU) પ્રોસેસને સેન્ડબોક્સ (હાલમાં માત્ર આંશિક રીતે લાગુ કરાયે, વાસ્તવમાં વી10 (v10) ફાઇનલનું મોટું લક્ષ્યાંક, તેને વી11 (v11) ફાઇનલ પર પાછળ ધકેલવામાં આવ્યું છે.[46][47] ક્રેન્કશાફ્ટના સમાવેશથી વધુ ઝડપી જાવાસ્ક્રિપ્ટ કામગીરી, વી8 (v8) માટે એક સુધારેલ કમ્પાઇલર.[48] ઓપ્શન્સ વિન્ડોઝ બદલીને ટેબ રખાયું. |
ગૂગલ ક્રોમ સુરક્ષિત, ઝડપી, સરળ[49] અને સ્થિર રહેવાનું લક્ષ્ય ધરાવે છે. અન્ય બ્રાઉઝર્સ અને ક્રોમના સરળ યુઝર ઇન્ટરફેસ વચ્ચે ઘણા તફાવતો છે,[13] જે આધુનિક વેબ બ્રાઉઝર્સની સમાન છે.[50] ઉદાહરણ તરીકે ક્રોમમાં આરએસએસ (RSS) ફીડ મળતું નથી.[51] ક્રોમની શક્તિ તેના એપ્લિકેશન્સની કામગીરી અને જાવાસ્ક્રિપ્ટ પ્રોસેસિંગ ઝડપ છે જે બંને એકથી વધુ વેબસાઇટ્સ દ્વારા સ્વતંત્ર રીતે ચકાસવામાં આવી છે અને તેના સમયના સૌથી ઝડપી બ્રાઉઝર્સ પૈકી એક છે.[52][53] ક્રોમના વિશિષ્ટ ફિચર્સની જાહેરાત અગાઉ ઘણા બ્રાઉઝર ડેવલપર્સે કરી હતી પરંતુ ગૂગલ તેને લાગુ કરવામાં અને જાહેરમાં રિલીઝ કરવામાં પ્રથમ રહ્યું છે.[54] ઉદાહરણ તરીકે તેના સૌથી વધુ જાણીતા ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ (જીયુઆઇ (GUI)) નાવિન્યતા માટે એડ્રેસ બાર અને શોધ બારના વિલય (ઓમ્નીબોક્સ )ની જાહેરાત સૌથી પહેલા મોઝિલાએ 2008માં ફાયરફોક્સના આયોજનબદ્ધ ફિચર તરીકે કરી હતી.[55]
ગૂગલ ક્રોમનું પ્રથમ રિલીઝ એસિડ1 અને એસિડ2 પરીક્ષણ પાર કરી ગયું હતું. વર્ઝન 4.0થી શરૂઆત કરીને ક્રોમ એસિડ3 ટેસ્ટના તમામ પાસામાં પસાર થયું હતું.[56]
ક્રોમ સમયાંતરે બે બ્લેકલિસ્ટસ (એક ફિશિંગ માટે અને બીજું માલવેર માટે) માટે અપડેટનું પુનરાવર્તન કરે છે અને વપરાશકર્તા જ્યારે જોખમી સાઇટ પર જવાનો પ્રયાસ કરે ત્યારે ચેતવે છે. આ સર્વિસ “ગૂગલ સેફ બ્રાઉઝિંગ એપીઆઇ (API)” તરીકે ઓળખાતા ફ્રી પબ્લિક એપીઆઇ (API) મારફત અન્યને પણ ઉપલબ્ધ છે. ગૂગલ લિસ્ટેડ સાઇટ્સના માલિકોને જાણ કરે છે જેઓ કદાચ જોખમી સોફ્ટવેરની હાજરી વિશે જાણકારી ધરાવતા હોતા નથી.[13]
ક્રોમ સામાન્ય રીતે દરેક ટેબને તેની પોતાની પ્રક્રિયામાં બંધ બેસવા માટે ફાળવણી કરશે જેથી “માલવેર પોતાની જાતે ઇન્સ્ટોલ ન થઇ શકે” અને એક ટેબમાં જે થાય તેની અસર બીજા ટેબ પર પડતી રોકી શકાય, જોકે વાસ્તવિક પ્રોસેસ-ફાળવણીનું મોડેલ વધારે જટિલ છે.[57] સૌથી ઓછા વિશેષાધિકારના સિદ્ધાંતનું પાલન કરતા દરેક પ્રક્રિયાને તેના અધિકારથી વંચિત કરવામાં આવે છે અને તે ગણતરી કરી શકે છે પરંતુ તે ફાઇલ લખી શકતું નથી કે સંવેદનશીલ વિસ્તારમાંથી રીડ કરી શકતું નથી (જેમ કે દસ્તાવેજો, ડેસ્કટોપ)- તે ઇન્ટરનેટ એક્સપ્લોરર દ્વારા વિન્ડોઝ વિસ્ટા અને વિન્ડોઝ 7 દ્વારા ઉપયોગમાં લેવાતા “પ્રોટેક્ટેડ મોડ”ની સમાન છે. સેન્ડબોક્સ ટીમ એ “આ વર્તમાન પ્રક્રિયા સરહદને હાથ ધરીને તેને જેલમાં ફેરવી નાખી”[58] હોવાનું કહેવાય છે, ઉદાહરણ તરીકે એક ટેબમાં ચાલતા દુર્ભાવનાપૂર્ણ સોફ્ટવેર અન્ય ટેબમાં દાખલ કરવામાં આવેલા ક્રેડિટ કાર્ડના આંકડાનો અંદાજ મેળવી શકતા નથી, માઉસ ઇનપુટ સાથે ઇન્ટરેક્ટ કરી શકતા નથી કે વિન્ડોઝને “સ્ટાર્ટ અપ પર એક્ઝિક્યુટેબલ” માટે જણાવતા નથી અને ટેબ બંધ કરવામાં આવે ત્યારે તે ખતમ થઈ જશે.[13] તે એક સરળ કમ્પ્યુટર સુરક્ષા મોડલ લાગુ પાડે છે જેમાં બહુસ્તરીય સુરક્ષાના બે સ્તર છે (યુઝર અને સેન્ડબોક્સ ) અને સેન્ડબોક્સ યુઝર દ્વારા શરૂ કરવામાં આવેલ કમ્યુનિકેશન વિનંતીને પ્રતિભાવ આપી શકે છે.[59]
સામાન્ય રીતે એડોબી ફ્લેશ પ્લેયર જેવા પ્લગઇન્સને સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવતા નથી અને ટેબની જેમ તેમને સેન્ડબોક્સ કરી શકાતા નથી. તેને ઘણી વાર બ્રાઉઝરના પોતાના સુરક્ષા સ્તરે અથવા તેનાથી ઉપર રન કરવા પડે છે. હુમલાનો ખતરો ટાળવા માટે પ્લગઇન્સને અલગ પ્રક્રિયામાં ચલાવવામાં આવે છે જે રેન્ડરર સાથે પ્રત્યાયન કરે છે જે સ્વયં સમર્પિત પ્રતિ-ટેબ પ્રક્રિયામાં “બહુ નીચા વિશેષાધિકાર” પર કામ કરે છે. સૌથી ઓછા વિશેષાધિકારના સિદ્ધાંતનું પાલન કરતી વખતે પ્લગઇન્સને આ સોફ્ટવેર આર્કિટેક્ચરમાં સંચાલન કરવા માટે સુધારવાની જરૂર પડશે.[13] ક્રોમ નેટસ્કેપ પ્લગઇન એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એનપીએપીઆઇ (NPAPI))ને ટેકો આપે છે[60], પરંતુ એક્ટિવ એક્સ (ActiveX) નિયંત્રણ સામેલ કરવાને ટેકો આપતા નથી.[60] 30 માર્ચ 2010ના રોજ ગૂગલે જાહેરાત કરી હતી કે ક્રોમનું તાજેતરનું ડેવલપમેન્ટ વર્ઝનમાં બ્રાઉઝરના અભિન્ન હિસ્સા તરીકે એડોબી ફ્લેશ ધરાવતું હશે, જેનાથી તેને ડાઉનલોડ કરીને અલગથી ઇન્સ્ટોલ કરવાની જરૂર નહીં રહે. ફ્લેશને ક્રોમના પોતાના અપડેટના ભાગ રૂપે અપ ડેટ કરવામાં આવશે.[61] જાવા એપલેટ સપોર્ટ ક્રોમમાં જાવા 6 અપડેટ 12 અને તેનાથી ઉપર ઉપલબ્ધ છે.[62] 18 મે, 2010ના રોજ મેક ઓએસ એક્સ (OS X) હેઠળ જાવા માટે સપોર્ટ જાવા અપડેટ રિલીઝ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.[63]
ઇનકોગ્નિટો મોડ નામે એક ખાનગી બ્રાઉઝિંગ ફિચર પૂરું પાડવામાં આવેલ છે જે બ્રાઉઝરને કોઇ ઇતિહાસની માહિતી પૂરી પાડતા કે મુલાકાત લેવાયેલી વેબસાઇટની કૂકીઝ સ્ટોર કરતા અટકાવે છે.[64] નવા વેબ પૃષ્ઠ પર ક્રોમ ચેતવણી આપે છે કે “આ ફિચરથી ઇન્ટરનેટ પર તમારી કાર્યવાહી અદૃશ્ય થતી નથી.” જોકે બ્રાઉઝર યુઝરને આ બાબતની સાવચેતી રાખવા સલાહ આપે છેઃ
- Websites that collect or share information about you
- Internet service providers or employers that track the pages you visit
- Malicious software that tracks your keystrokes in exchange for free smileys
- Surveillance by secret agents
- People standing behind you
ઇન્કોગ્નિટો મોડ એપલની સફારી, મોઝિલા ફાયરફોક્સ 3.5, ઓપેરા 10.5 અને ઇન્ટરનેટ એક્સપ્લોરર 8માં રજૂ કરાયેલા ખાનગી બ્રાઉઝિંગ ફિચર્સની સમકક્ષ છે.
12 જાન્યુઆરી 2011ના રોજ 8.0.552.237 વર્ઝન અગાઉ ક્રોમના વર્ઝન્સ યુએસ-સીઇઆરટી (CERT) દ્વારા આ રીતે ઓળખવામાં આવ્યું હતું, “અનેકવિધ મેમરી ક્ષતિગ્રસ્ત ભેદ્યતા ધરાવતું. આ ભેદ્યતામાં પીડીએફ (PDF) રેન્ડરર હિસ્સામાં કરપ્શનની ભેદ્યતા, વોર્બિસ ડિકોડરમાં બે મેમરી કરપ્શન ભેદ્યતા અને એક વિડિયો ફ્રેમ સાઇઝ એરર સામેલ હતી જેનાથી બેડ મેમરી એક્સેસ થતી હતી... યુઝરને એક ખાસ રચાયેલા એચટીએમએલ (HTML) ડોક્યુમેન્ટ, પીડીએફ (PDF) ફાઇલ અથવા વિડિયો ફાઇલ જોવા માટે જણાવીને હુમલાખોર આ એપ્લિકેશનનો ઉપયોગ ક્રેશ માટે અથવા સંભવિત એક્ઝિક્યુટ આર્બિટ્રરી કોડ માટે કરી શકે છે.” ક્રોમ વર્ઝન 8.0.552.237 આ ખામીઓ દૂર કરીને રિલીઝ કરવામાં આવ્યું ત્યારે આ ભેદ્યતા જાહેર થઇ હતી જેથી યુઝર્સને શક્ય એટલી ઝડપથી વર્ઝનને અપગ્રેડ કરવા માટે સૂચવી શકાય.[65]
ક્રોમ દ્વારા ઉપયોગમાં લેવાતા જાવાસ્ક્રિપ્ટ વર્ચ્યુઅલ મશીન, વી8 (V8) જાવાસ્ક્રિપ્ટ એન્જિનમાં ડાયનેમિક કોડ જનરેશન , છુપાયેલ ક્લાસ ટ્રાન્ઝિશન્સ અને પ્રિસાઇઝ ગાર્બેજ કલેક્શન જેવા ફિચર્સ છે.[13] સપ્ટેમ્બર 2008માં ગૂગલ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણોમાં જોવા મળ્યું હતું કે વી8 (V8) ફાયરફોક્સ 3.0 અને વેબકિટ નાઇટલિઝ કરતા લગભગ ત્રણ ગણું વધારે ઝડપી હતું.[સંદર્ભ આપો]
કેટલીક વેબસાઇટ્સે સનસ્પાઇડર જાવાસ્ક્રિપ્ટ બેન્ચમાર્ક ટૂલ તથા ગૂગલના પોતાના ગાણિતિક તીવ્ર બેન્ચમાર્ક સહિતના ઉપયોગ કરીને બેન્ચમાર્ક પરીક્ષણ કર્યા હતા, જેમાં રે ટ્રેસિંગ અને અવરોધ ઉકેલનો સમાવેશ થાય છે.[66] તેમણે સર્વાનુમતે જણાવ્યું હતું કે ક્રોમનું જેની સામે પરિક્ષણ થયું હતું તે તમામ સ્પર્ધકો કરતા તેણે વધુ ઝડપી કામ કર્યું હતું જેમાં સફારી (વિન્ડોઝ માટે), ફાયરફોક્સ 3.0, ઇન્ટરનેટ એક્સપ્લોરર 7, ઓપેરા, અને ઇન્ટરનેટ એક્સપ્લોરર 8નો સમાવેશ થતો હતો.[67][68][69][70][71][72] જોકે તાજેતરમાં જાવાસ્ક્રિપ્ટ કામગીરીના સ્વતંત્ર પરીક્ષણોમાં ક્રોમ ઓપેરાના પ્રેસ્ટો એન્જિનથી સહેજ પાછળ રહી ગયું હતું જેને વર્ઝન 10.5માં અપડેટ કરવામાં આવ્યું હતું.[73]
3 સપ્ટેમ્બર 2008ના રોજ મોઝિલાએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે તેનું પોતાનું ટ્રેસમંકી જાવાસ્ક્રિપ્ટ એન્જિન (તે સમયે બિટામાં) કેટલાક પરીક્ષણોમાં ક્રોમના વી8 (V8) એન્જિન કરતા વધુ ઝડપી હતું. [74][75][76] મોઝિલાના જાવાસ્ક્રિપ્ટના આગેવાન જ્હોન રેસિગએ ગૂગલના દાવા અંગે વિવિધ બ્રાઉઝરની કામગીરી વિશે વધુ ટિપ્પણી કરી હતી જેમાં ક્રોમ અન્ય બ્રાઉઝરને “નાના કરી નાખે” છે કહ્યું, પરંતુ ગૂગલનો દાવો વાસ્તવિક પ્રોગ્રામ્સનું પ્રતિનિધિત્વ કરે છે કે નહીં તે વિશે તેમણે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ફાયરફોક્સ 3.0 રિકર્ઝન આકરા બેન્ચમાર્ક્સ જેમ કે ગૂગલ પર નબળું પૂરવાર થયું હતું કારણ કે મોઝિલાની ટીમે હજુ રિકર્ઝન ટ્રેસિંગનો અમલ કર્યો ન હતો.[77]
ક્રોમ રજૂ થયાના બે સપ્તાહ પછી વેબકિટ ટીમે નવા જાવાસ્ક્રિપ્ટ એન્જિન સ્કવેરલફિશ એક્સ્ટ્રીમની જાહેરાત કરી હતી[78] જેમાં ક્રોમના વી8 (V8) એન્જિન કરતા 36 ટકા વધુ ઝડપી કામગીરી હોવાનું જણાવાયું હતું.[79][80][81]
વેબ સાઇટની શોધ ઝડપી કરવા માટે ફાયરફોક્સ[82] અને સફારી[83]ની જેમ ક્રોમ ડીએનએસ (DNS) પ્રિફેચિંગનો ઉપયોગ કરે છે. આ ફિચર ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં એક એક્સ્ટેન્શન તરીકે અને ઓપેરામાં યુઝરસ્ક્રિપ્ટ તરીકે ઉપલબ્ધ છે.
ગૂગલની સેવાઓ જેમ કે ગૂગલ શોધ, જીમેઇલ (Gmail), ક્રોમ સિન્ક સાથે પ્રત્યાયન કરતી વખતે કે ગૂગલની જાહેરખબરને સેવા આપતી વખતે ક્રોમ એચટીટીપી[84][85] (HTTP)ની જગ્યાએ વધુ ઝડપી એસપીડીવાય (SPDY)નો ઉપયોગ કરે છે. ગૂગલ સ્વીકારે છે કે એસપીડીવાય (SPDY)નો ઉપયોગ ક્રોમ અને ગૂગલના એસએસએલ (SSL) આધારિત સર્વર્સ માટે પ્રત્યાયનમાં સક્ષણ કરવામાં આવેલો છે.[86] એસપીડીવાય (SPDY) સત્રોને વિશિષ્ટ યુઆરએલ (URL) chrome://net-internals/#events&q=type:SPDY_SESSION%20is:active
પર ક્રોમમાં ચકાસી શકાય છે.
ગિયર્સ ટીમે ક્રોમમાં બહુવિધ પ્રક્રિયા આર્કિટેક્ચર લાગુ પાડ્યું હતું[87] જે ઇન્ટરનેટ એક્સપ્લોરર 8 દ્વારા લાગુ કરાયેલ લુઝલી કપલ્ડ ઇન્ટરનેટ એક્સપ્લોરર (એલસીઆઇઇ (LCIE) )ની સમકક્ષ છે.[88] ડિફોલ્ટથી જ દરેક સાઇટ અને પ્લગઇનને એક અલગ પ્રક્રિયા ફાળવાયેલ છે, આ પ્રક્રિયા પ્રોસેસ આઇસોલેશન તરીકે ઓળખાય છે.[89] તેનાથી ટાસ્ક એક બીજામાં હસ્તક્ષેપ કરતા નથી, સુરક્ષા અને સ્થિરતામાં વધારો થાય છે. હુમલાખોર એક એપ્લિકેશનમાં સફળતાપૂર્વક પ્રવેશ કરી શકે તેનાથી બીજામાં પ્રવેશી શકતો નથી[90] અને એક બનાવમાં પણ નિષ્ફળતાથી સેડ ટેબ સ્ક્રિન ઓફ ડેથ આવે છે જે બહુ જાણીતી સેડ મેક ની સમકક્ષ છે, પરંતુ સમગ્ર એપ્લિકેશનની જગ્યાએ માત્ર સિંગલ ટેબ ક્રેશ થાય છે. આ વ્યૂહરચના નિશ્ચિત પર-પ્રોસેસ કોસ્ટ અપ ફ્રન્ટ જેવી છે, પરંતુ એકંદરે ઓછી મેમરી બ્લોટ થાય છે કારણ કે દરેક કિસ્સામાં વિભાજન નિયંત્રિત હોય છે અને તેમાં વધુ મેમરીની ફાળવણીની જરૂર પડતી નથી.[91] સફારી[92] અને ફાયરફોક્સ[93] પણ આગામી વર્ઝનમાં આ આર્કિટેક્ચર અપનાવી રહ્યા છે એટલે કે નજીકના ભવિષ્યમાં સૌથી સામાન્ય બ્રાઉઝર્સ મલ્ટિ-પ્રોસેસ આર્કિટેક્ચરનો ઉપયોગ કરશે.
ક્રોમમાં ટાસ્ક મેનેજર નામે એક પ્રક્રિયા સંચાલન યુટિલિટી છે જેનાથી યુઝર જાણી શકે છે કે કઇ સાઇટ્સ અને પ્લગઇન્સ મહત્તમ મેમરીનો ઉપયોગ કરે છે, મહત્તમ બાઇટ્સ ડાઉનલોડ કરે છે અને સીપીયુ (CPU)નો વધારે પડતો ઉપયોગ કરે છે” તથા તેને નષ્ટ કરવાની ક્ષમતા પૂરી પાડે છે.[13]
ડિફોલ્ટથી જ મુખ્ય યુઝર ઇન્ટરફેસમાં બેક, ફોરવર્ડ, રિફ્રેશ/કેન્સલ અને મેનુ બટન્સ છે. ડિફોલ્ટથી હોમ બટન દર્શાવવામાં આવ્યું નથી, પરંતુ પસંદગીના મેનુ મારફત તે ઉમેરી શકાય છે જેનાથી યુઝરને નવા ટેબ પૃષ્ઠ પર અથવા કસ્ટમ મુખપૃષ્ઠ પર લઇ જવાય છે.
ટેબ્સ મુખ્યત્વે ક્રોમના યુઝર ઇન્ટરફેસનો હિસ્સો છે અને તેથી તેને કન્ટ્રોલની નીચે રાખવાના બદલે વિન્ડોની ટોચ પર રાખવામાં આવેલ છે. આ નાનકડો ફેરફાર ઘણા વર્તમાન ટેબ્ડ બ્રાઉઝર્સથી અલગ છે જે વિન્ડોઝ પર આધારિત છે અને ટેબ્સ ધરાવે છે. ટેબ્સ (તેમની સ્થિતિ સહિત)ને તાણીને વિન્ડો કન્ટેનરમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. દરેક ટેબમાં ઓમ્નીબોક્સ સહિત પોતાના નિયંત્રણો હોય છે.[13]
ઓમ્નીબોક્સ એ દરેક ટેબની ઉપર યુઆરએલ (URL) બોક્સ છે જેમાં એડ્રેસ બાર અને શોધ બોક્સની કામગીરીનો સમન્વય થાય છે. જો કોઇ યુઝર અગાઉ શોધ કરાયેલ સાઇટમાંથી યુઆરએલ (URL) દાખલ કરે તો ક્રોમ ટેબ દબાવવાથી ઓમ્નીબોક્સમાંથી તે સાઇટને ફરી શોધવા દે છે. જ્યારે યુઝર ઓમ્નીબોક્સમાં ટાઇપ કરવાનું શરૂ કરે ત્યારે ક્રોમ અગાઉ મુલાકાત લેવાયેલી સાઇટ્સ (યુઆરએલ (URL) અથવા ઇન-પેજ ટેક્સ્ટના આધારે), લોકપ્રિય વેબસાઇટ્સ (અગાઉ મુલાકાત લેવાયેલી હોય તે જરૂરી નથી-ગૂગલ સજેસ્ટથી સંચાલિત), અને લોકપ્રિય શોધ માટે સૂચનો કરે છે. ગૂગલ સજેસ્ટને બંધ કરી શકાય છે, પરંતુ અગાઉ મુલાકાત લેવાયેલી સાઇટ્સના આધારે કરાતા સૂચન અટકાવી શકાતા નથી. ક્રોમ વારંવાર મુલાકાત લેવાયેલી સાઇટ્સના યુઆરએલ (URL)ને પણ આપોઆપ પૂર્ણ કરશે.[13] જો યુઝર ઓમ્નીબોક્સમાં કેટલાક કી વર્ડ ટાઇપ કરીને એન્ટર દબાવશે તો ક્રોમ ડિફોલ્ટ શોધ એન્જિનનો ઉપયોગ કરીને શોધ શરૂ કરશે.
ગૂગલ ક્રોમ જ્યારે મહત્તમ કરાયેલ ન હોય ત્યારે ટેબ બાર ટાઇટલ બારની સીધા નીચે રજૂ થાય છે. જ્યારે મહત્તમ કરવામાં આવે ત્યારે ટેબ્સ ટાઇટલ બારની ટોચ પર જમા થાય છે. અન્ય બ્રાઉઝર્સની જેમ તેમાં ફુલ સ્ક્રીન મોડ છે જે ઓપરેટિંગ સિસ્ટમના ઇન્ટરફેસને તથા બ્રાઉઝર ક્રોમને છુપાવી દે છે.
ક્રોમનું એક અલગ પાડતું ફિચર ન્યૂ ટેબ પૃષ્ઠ છે જે બ્રાઉઝર મુખપૃષ્ઠનું સ્થાન લઇ શકે છે અને નવું ટેબ રચવામાં આવે ત્યારે રજૂ થાય છે. અસલમાં તેમાં નવ સૌથી વધુ મુલાકાત લેવાતી વેબસાઇટ્સની થમ્બનેઇલ્સ જોવા મળતી હતી જેની સાથે વારંવારની શોધ, તાજેતરના બુકમાર્ક્સ, અને તાજેતરમાં બંધ કરાયેલા ટેબ્સ સામેલ હતા, જે ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ગૂગલ ટૂલબાર 6 સાથેના ફાયરફોક્સ અથવા ઓપેરાના સ્પીડ ડાયલની સમાન છે.[13] ગૂગલ ક્રોમ 2.0માં ન્યૂ ટેબ પૃષ્ઠ અપડેટ કરવામાં આવ્યું હતું જેથી યુઝર્સ જે થમ્બનેઇલ દૃશ્યમાન થવા દેતા માંગતા ન હોય તેને છુપાવી શકાય.[94]
વર્ઝન 3.0થી શરૂ કરીને ન્યૂ ટેબ પૃષ્ઠને નવું સ્વરૂપ અપાયું છે જેથી આઠ સૌથી વધુ મુલાકાત લેવાયેલી વેબ સાઇટ્સ રજૂ થાય. થમ્બનેઇલ્સને પુનઃ આયોજિત કરી શકાય, પિન કરી શકાય અને દૂર કરી શકાય છે. વૈકલ્પિક રીતે થમ્બનેઇલ્સની જગ્યાએ ટેક્સ્ટ લિંકની એક યાદી આવી શકે છે. તેમાં “તાજેતરમાં બંધ થયેલા” બારનું પણ ફિચર છે જેમાં તાજેતરમાં બંધ થયેલા ટેબ્સ દર્શાવાય છે અને એક “ટિપ્સ” વિભાગ છે જે બ્રાઉઝરનો ઉપયોગ કરવા માટે સૂચન અને પદ્ધતિ રજૂ કરે છે.[95]
ક્રોમમાં એક બુકમાર્ક મેનેજરનો સમાવેશ થાય છે જેને મેનુમાંથી ખોલી શકાય છે. કમાન્ડ લાઇન વિકલ્પ --બુકમાર્ક-મેનુ માં ઉમેરો કરવાથી ઓમ્નીબોક્સની જમણી બાજુએ બુકમાર્ક્સ બટન ઉમેરાય છે જેનો ઉપયોગ બુકમાર્ક્સ બારની જગ્યાએ થઇ શકે છે.[96] જોકે, લિનક્સ અને મેક પ્લેટફોર્મ્સ પર આ સુવિધા હાલમાં ઉપલબ્ધ નથી.[97]
પોપઅપ વિન્ડોઝ તેઓ જેમાંથી આવ્યા તે ટેબ સાથે સંકળાયેલ છે અને યુઝર જાણી જોઇને તેને બહાર ખેંચી ન જાય ત્યાં સુધી તે ટેબની બહાર નહીં દેખાય.[13]
ગૂગલ ક્રોમની પસંદગીની વિન્ડોમાં ત્રણ ટેબ્સઃ બેઝિક , પર્સનલ સ્ટફ , અને અન્ડર ધ હૂડ છે. બેઝિક ટેબમાં મુખપૃષ્ઠ, શોધ એન્જિન અને ડિફોલ્ટ બ્રાઉઝરના વિકલ્પો સામેલ છે. પર્સનલ સ્ટફ ટેબથી યુઝર સિન્ક્રોનાઇઝેશન, સેવ કરેલા પાસવર્ડ, ફોર્મ ઓટોફિલ, બ્રાઉઝિંગ ડેટા, અને થીમ્સને આયોજિત કરી શકે છે. અંડર ધ હૂડ ટેબથી નેટવર્કમાં ફેરફાર, પ્રાઇવસી, ડાઉનલોડ અને સુરક્ષા સેટિંગ કરી શકાય છે.
ક્રોમમાં સ્ટેટસ બાર નથી, પરંતુ લોડિંગની પ્રવૃત્તિ અને હોવરિંગ-ઓવર માહિતી એક સ્ટેટસ બબલ મારફત દર્શાવે છે જે સંબંધિત પૃષ્ઠના તળિયે ડાબી બાજુએ પોપ-અપ થાય છે, જેમાં ઇમેજ મેપ્સમાં હોવરિંગ ઓવર લિંક્સ સામેલ નથી.
વેબ ડેવલપર્સ માટે ક્રોમમાં એક ફાયરબગ જેવું એક એલિમેન્ટ ઇન્સ્પેક્ટર હોય છે.[82]
ગૂગલના એપ્રિલ ફુલ્સ ડે જોકના ભાગરૂપે 1 એપ્રિલ 2009ના રોજ ક્રોમનું એક સ્પેશિયલ બિલ્ડ રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં એનાગ્લાઇફ થ્રીડી (3D)માં પૃષ્ઠ રજૂ કરવાનું એક વધારાનું ફિચર સામેલ હતું.[98]
ક્રોમ યુઝરને સ્થાનિક ડેસ્કટોપ શોર્ટકટ્સ રચવા દે છે જેનાથી બ્રાઉઝરમાં વેબ એપ્લિકેશન્સ ખોલી શકાય છે. બ્રાઉઝર આ રીતે ખોલવામાં આવે ત્યારે ટાઇટલ બાર સિવાયનું કોઇ નિયમિત ઇન્ટરફેસ ધરાવતું નથી તેથી “યુઝર જેનો ઉપયોગ કરતા હોય તેમાં કોઇ વિક્ષેપ સર્જાતો નથી.” તેનાથી વેબ એપ્લિકેશન્સ સ્થાનિક સોફ્ટવેરની સમાંતર કામ કરી શકે છે (મોઝિલા પ્રિઝમ અને ફ્લુઇડની જેમ).[13]
ગૂગલના કહેવા પ્રમાણે આ ફિચરને ક્રોમ વેબ સ્ટોર, એક વન-સ્ટોપ વેબ આધારિત વેબ એપ્લિકેશન્સ ડિરેક્ટરી સાથે વધારવામાં આવશે જે ડિસેમ્બર 2010માં ખુલ્યું હતું.[99][100]
7 ડિસેમ્બર, 2010ના રોજ જાહેર કરવામાં આવેલ ક્રોમ વેબ સ્ટોર યુઝરને લોકપ્રિય અને વધુ ઉપયોગમાં લેવાતા વેબ પૃષ્ઠ અને/અથવા ગેમ્સના એપ્લિકેશન્સ (જેઓ આવશ્યકપણે શોર્ટ કટ્સ હોય છે) ઇન્સ્ટોલ કરવા દે છે. થીમ્સ અને એક્સ્ટેન્શન્સને નવા સ્ટોરમાં ચુસ્તપણે સંકલિત કરવામાં આવેલ છે જેનાથી યુઝર ક્રોમ એક્સ્ટ્રાના સમગ્ર કેટેલોગને શોધ કરી શકે છે.[101]
આ વિચારની તરત ટીકા કરવામાં આવી હતી. આર્સ ટેકનિકાના રાયન પૌલે 9 ડિસેમ્બર 2010ના રોજ જણાવ્યું હતું: “જે રીતે યુઝર ડેસ્કટોપ અને મોબાઇલ વિશ્વમાં એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે તે તેઓ વેબ પર જે કરે છે તેના કરતા મૂળભૂત રીતે અલગ છે, જ્યાં ઘણી વાર પેવોલ્સને સક્રિય કરવામાં આવે છે અને સામગ્રી અને સોફ્ટવેર વચ્ચે પાતળો તફાવત હોય છે. આવી સ્થિતિમાં એપ્લિકેશન સ્ટોર મોડલથી કોઇ અર્થ સરે છે? અમને ખાતરી નથી...ગેમિંગ સિવાય વેબ બ્રાઉઝરમાં એપ્લિકેશન સ્ટોરનો વિચાર-જેમાં ઇન્સ્ટોલેશન બુકમાર્કિંગથી ભાગ્યે જ વિશેષ છે- તે અંતઃપ્રજ્ઞાની વિરૂદ્ધ જણાય છે અને એવી છાપ પેદા થાય છે કે સમગ્ર કવાયત સમસ્યાની શોધના ઉકેલ માટે છે.”[101]
ક્રોમ વેબ સ્ટોર 11 ફેબ્રુઆરી, 2011ના રોજ ગૂગલ ક્રોમ 9.0.597.98ના સ્ટેબલ, નોન-બિટા રિલીઝ સાથે ખુલ્યો હતો.[102]
ગૂગલે વિન્ડોઝ 7 પર દરેક ટેબ માટે એરો પિક ક્ષમતા સામેલ કરી છે. તેને ડિફોલ્ટથી ઉમેરવામાં નથી આવ્યું પરંતુ યુઝર તેને સક્ષમ કરી શકે છે[103] જેમાં ટેબની ડિસ્પ્લે સાથે થંબનેઇલ ઇમેજ ઉદભવે છે. તેનાથી તેની સમાન કાર્યવાહી રચાશે જેને પહેલેથી આઇઇ8 (IE8), ફાયરફોક્સ અને અન્ય બ્રાઉઝર્સમાં સામેલ કરાયેલ છે.
એરો પિક ટેબની બિનકાર્યક્ષમતા અંગે બિટા વપરાશકારો દ્વારા નકારાત્મક પ્રતિભાવના કારણે ગૂગલે તેને ડિફોલ્ટ ફંક્શનમાં સામેલ કર્યું નથી.[104]
9 સપ્ટેમ્બર 2009ના રોજ ગૂગલે ક્રોમની ડેવ ચેનલ પર ડિફોલ્ટથી એક્સ્ટેન્શન્સને સક્રિય કર્યા હતા અને પરીક્ષણ માટે કેટલાક સેમ્પલ એક્સ્ટેન્શન્સ પૂરા પાડ્યા હતા.[105] ડિસેમ્બરમાં ગૂગલ ક્રોમ એક્સ્ટેન્શન ગેલેરી બિટાએ 300થી વધુ એક્સ્ટેન્શન્સ સાથે શરૂઆત કરી હતી.[24][106]
ગૂગલ ક્રોમ 4.0 ઉપરાંત એક્સ્ટેન્શન ગેલેરીને સત્તાવાર રીતે 25 જાન્યુઆરી 2010ના રોજ લોન્ચ કરવામાં આવી હતી જેમાં 1500થી વધુ એક્સ્ટેન્શન્સ સામેલ હતા.[107]
4 ફેબ્રુઆરી 2011ના રોજ એક્સ્ટેન્શન ગેલેરીમાં 11,500થી વધુ એક્સ્ટેન્શન રજૂ થતા હતા[108] જેમાં ધ ઇન્ડિપેન્ડન્ટ,[109] સીઇઓપી (CEOP)[110], ટ્રાન્સપોર્ટ ફોર લંડન,[111] ક્રિકઇન્ફો,[112] વેબ ઓફ ટ્રસ્ટ[113] અને ફિફા (FIFA)[114]ના સત્તાવાર એક્સ્ટેન્શન સામેલ હતા.
ગૂગલ ક્રોમ 3.0 સાથે યુઝર બ્રાઉઝરનો દેખાવ બદલવા માટે થીમ્સ ઇન્સ્ટોલ કરી શકે છે.[115] ઘણી થર્ડ પાર્ટી થીમ્સ ઓનલાઇન ગેલેરી પર પૂરી પાડવામાં આવી છે[116] જેને ક્રોમના વિકલ્પોમાં “ગેટ થીમ્સ” બટન દ્વારા મેળવી શકાય છે.[117] ક્રોમ એક્સ્ટેન્શન ગેલેરીમાં વધારે થીમ્સ ઉપલબ્ધ છે.
ગૂગલ ક્રોમ 4.1થી શરૂ થઇને ગૂગલ અનુવાદનો ઉપયોગ કરીને એક બિલ્ટ-ઇન અનુવાદ બાર નામે એપ્લિકેશન ઉમેરવામાં આવી છે. હાલમાં 52 ભાષાઓમાં અનુવાદ ઉપલબ્ધ છે.[118]
8 જાન્યુઆરી 2009ના રોજ ગૂગલે ત્રણ વિશિષ્ટ ચેનલો સાથે એક નવી રિલીઝ સિસ્ટમ રજૂ કરી હતીઃ સ્ટેબલ, બિટા અને ડેવલપર પ્રિવ્યૂ (“ડેવ” ચેનલ તરીકે ઓળખાતી). આ ફેરફાર અગાઉ માત્ર બે ચેનલોઃ બિટા અને ડેવલપર પ્રિવ્યૂ હતી. અગાઉની તમામ ડેવલપર ચેનલના વપરાશકર્તાઓને બિટા ચેનલ પર લઇ જવાયા હતા. તેના માટે ગૂગલે એવું કારણ આપ્યું હતું કે ગૂગલ ક્રોમના બિટા ગાળા વખતે વપરાશકર્તાઓને જે ડેવલપર ચેનલ મળતી હતી તેના કરતા ડેવલપર ચેનલ બિલ્ડ્સ ઓછી સ્થિર અને આધુનિક હતી. સ્ટેબલ ચેનલને એક વાર બિટા ચેનલમાં સંપૂર્ણપણે ચકાસી લેવામાં આવે ત્યાર બાદ તેને ફિચર અને ફિક્સ સાથે અપડેટ કરવામાં આવશે અને બિટા ચેનલને લગભગ દર મહિને સ્થિર ચેનલ સાથે અને ડેવલપર ચેનલના સંપૂર્ણ ફિચર્સ સાથે ચકાસવામાં આવશે. ડેવલપર ચેનલમાં વિચારોનું પરીક્ષણ થાય છે (અને કેટલીક વાર નિષ્ફળ જાય છે) અને ઘણી વાર તે અત્યંત અસ્થિર હોઇ શકે છે.[119][120] 22 જુલાઇ 2010ના રોજ ગૂગલે જાહેરાત કરી કે તે નવા સ્ટેબલ વર્ઝન રિલીઝ કરવામાં તે ઝડપ વધારશે, તેનાથી રિલીઝનો ગાળો ત્રિમાસિકથી ઘટીને 6 સપ્તાહનો થઇ જશે.[121] વધુ ઝડપી રિલીઝ ચક્રના કારણે ચોથી ચેનલ “કેનેરી”ને રિલીઝ કરવામાં આવી હતી. આ નામ કોલસાની ખાણોમાં કેનેરીના ઉપયોગ પરથી લેવાયું છે. તેથી કોઇ ફેરફારથી ક્રોમ કેનેરી “નાશ” પામે તો તેઓ તેને ડેવલપર બિલ્ડમાંથી પરત લાવશે. કેનેરી ક્રોમનું “સૌથી આધુનિક સત્તાવાર વર્ઝન હશે અને અમુક અંશે ક્રોમ ડેવ અને ક્રોમિયમ સ્નેપશોટ બિલ્ડ્સનું મિશ્રણ હશે.” કેનેરી રિલીઝ અન્ય કોઇ પણ ચેનલ સાથે સમાંતર ચાલે છે, તે અન્ય ગૂગલ ક્રોમ ઇન્સ્ટોલેશન સાથે સંકળાયેલ નથી તેથી વિવિધ સિન્ક્રોનાઇઝેશન પ્રોફાઇલ્સ, થીમ્સ અને બ્રાઉઝર પસંદગી ચલાવી શકે છે.[122] તેને ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરી શકાય છે.
ક્રોમ સ્વયંચાલિત રીતે પોતાને અપ ટુ ડેટ રાખે છે. તેની ડિટેલ પ્લેટફોર્મથી અલગ હોય છે. વિન્ડોઝ પર તે ગૂગલ અપડેટરનો ઉપયોગ કરે છે અને ઓટોઅપડેટને ગ્રૂપ પોલિસી દ્વારા નિયંત્રિત કરી શકાય છે[123] અથવા યુઝર એક સ્વતંત્ર વર્ઝન ડાઉનલોડ કરી શકે છે જે ઓટોઅપડેટ થતું ન હોય.[124][125] મેક પર તે ગૂગલ અપડેટ સર્વિસનો ઉપયોગ કરે છે અને ઓટોઅપડેટને મેક ઓએસ એક્સ (OS X) “ડિફોલ્ટ્સ” સિસ્ટમ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.[126] લિનક્સ પર તે સિસ્ટમની સામાન્ય પેકેજ મેનેજમેન્ટ સિસ્ટમને અપડેટ સપ્લાય કરવા દે છે.
ગૂગલ આપોઆપ અપડેટ થવાની તૈયારીમાં હોય તેવા નવા વર્ઝનના સંબંધમાં તેના કોર્જેટ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને યુઝરના વર્તમાન વર્ઝનમાં બાઇનરી તફાવત પૂરો પાડે છે. આ નાના અપડેટ્સ નાના સુરક્ષા સુધારા માટે વધુ યોગ્ય છે અને ગૂગલ વધુ ઝડપથી ક્રોમના નવા વર્ઝન યુઝર્સને પહોંચાડી શકે છે, જેનાથી નવી શોધાયેલ સુરક્ષા ખામી સામે જોખમની શક્યતા ઘટી જાય છે.[127]
ક્રોમ તેના ઉપયોગ વિશે ગૂગલને વૈકલ્પિક અને બિન-વૈકલ્પિક યુઝર ટ્રેકિંગ પદ્ધતિ દ્વારા માહિતી મોકલે છે.[128]
પદ્ધતિ[129] | મોકલાયેલી માહિતી | ક્યારે | વૈકલ્પિક? |
---|---|---|---|
ઇન્સ્ટોલેશન | ઇન્સ્ટોલરમાં અનિયમિત રીતે પેદા થતા ટોકનનો સમાવેશ. ગૂગલ ક્રોમની સફળતાના દરનું માપ લેવા માટે ઉપયોગી.[130] | ઇન્સ્ટોલેશન પર | No |
આરએલઝેડ (RLZ) આઇડેન્ટીફાયર [131] | ગૂગલના કહેવા પ્રમાણે એનકોડ કરાયેલ સ્ટ્રીંગમાં ક્રોમ કઇ રીતે ડાઉનલોડ કરાયું હતું અને તેના ઇન્સ્ટોલેશનના સપ્તાહ વિશે ઓળખી ન શકાય તેવી માહિતી રહેલી છે, અને તેનો ઉપયોગ પ્રમોશનલ અભિયાનની આકારણી માટે થાય છે. [130] આ સ્ટ્રીંગને ઉકેલવા માટે ગૂગલ સોર્સ કોડ પૂરા પાડે છે.[132] |
|
Partial[note 2][130] |
ક્લાયન્ટ આઇડી (ID) [133] | યુસેઝ મેટ્રિક્સ અને ક્રેશના લોગ સાથેના યુનિક આઇડેન્ટિફાયર. | Unknown | Yes[134] |
સૂચન [133] | એડ્રેસ બારમાં ટાઇપ કરવામાં આવેલું લખાણ | ટાઇપિંગ વખતે | Yes |
પેજ નોટ ફાઉન્ડ | એડ્રેસ બાર પર ટાઇપ કરવામાં આવતું લખાણ | “સર્વર નોટ ફાઉન્ડ” પ્રતિભાવ મેળવ્યા બાદ | Yes |
બગ ટ્રેકર | ક્રેશ અને ફેલ્યર વિશેની માહિતી | Unknown | Yes[134] |
કેટલીક ટ્રેકિંગ પદ્ધતિને વૈકલ્પિક રીતે ઇન્સ્ટોલેશન ઇન્ટરફેસ[સંદર્ભ આપો] દ્વારા અને બ્રાઉઝરના ઓપ્શન્સ ડાયલોગ દ્વારા સક્રિય અને નિષ્ક્રિય કરી શકાય છે.[133] બિનસત્તાવાર બિલ્ડ્સ જેમ કે એસઆરવેર (SRWare) આયર્ન અને ક્રોમપ્લસ દ્વારા બ્રાઉઝરમાંથી આ ફિચર્સને સદંતર દૂર કરવામાં આવે છે.[129] આરએલઝેડ (RLZ) ક્રોમિયમ બ્રાઉઝરમાં પણ સામેલ કરવામાં આવેલ નથી.[135]
માર્ચ 2010માં ગૂગલે ઇન્સ્ટોલેશનના આંકડા એકત્ર કરવા માટે નવી પદ્ધતિ વિકસાવી હતીઃ ક્રોમમાં સામેલ કરવામાં આવેલ વિશિષ્ટ આઇડી (ID) ટોકનનો ઉપયોગ હવે પ્રથમ કનેક્શન માટે થાય છે જે ગૂગલ અપડેટ તેના સર્વર પર કરે છે. સર્વરમાંથી આવતા અવાજના પગલે આ એકમાત્ર બિનવૈકલ્પિક યુઝર ટ્રેકિંગ રચનાને દૂર કરવામાં આવી હતી.[136]
ક્રોમમાં વિશિષ્ટ યુઆરએલ્સ (URLs) છે જે ડિસ્ક પર વેબસાઇટ્સ કે ફાઇલના બદલે એપ્લિકેશન આધારિત પૃષ્ઠ લોડ કરે છે.[137]
અસલમાં અબાઉટ:લેબ્સ તરીકે ઓળખાયેલું, "અબાઉટ:ફ્લેગ્સ" ગૂગલ ક્રોમ બિલ્ડ્સનું એક સ્થળ છે જેમાં પ્રયોગાત્મક ફિચર્સ રહેલા છે. ડેવલપર બિલ્ડ્સમાં રહેલા ફિચર્સમાં સામેલ છેઃ
2008માં ધ ડેઇલી ટેલિગ્રાફના મેથ્યુઝ મૂરે પ્રારંભિક સમીક્ષા પરથી ચૂકાદો આપ્યો હતોઃ “ગૂગલ ક્રોમ આકર્ષક, ઝડપી છે અને કેટલાક નવા ફિચર્સ ધરાવે છે, પરંતુ તેના માઇક્રોસોફ્ટ હરીફ માટે જોખમી બની શકે તેમ નથી.” [139]
પ્રારંભમાં માઇક્રોસોફ્ટે કથિત રીતે “ક્રોમના જોખમને ઓછું મહત્ત્વ આપ્યું હતું” અને “આગાહી કરી હતી કે મોટા ભાગના લોકો ઇન્ટરનેટ એક્સપ્લોરર 8 પસંદ કરશે.” ઓપેરા સોફ્ટવેરએ જણાવ્યું હતું કે, “ક્રોમ વિશ્વમાં સૌથી મોટા એપ્લિકેશન પ્લેટફોર્મ તરીકે વેબને મજબુત બનાવશે.”[140] પરંતુ 25 ફેબ્રુઆરી 2010ના રોજ બિઝનેસવીક એ જણાવ્યું હતું કે “વર્ષો પછી પ્રથમ વાર વેબ પરથી સામગ્રી મેળવવા માટેના સર્વત્ર જોવા મળતા પ્રોગ્રામ બ્રાઉઝર્સમાં ઉર્જા અને સ્રોત ફાળવવામાં આવી રહ્યા છે. આ ટ્રેન્ડ –ગ્રાહકો માટે ફાયદો- નો યશ બે પક્ષના ફાળે જાય છે. પ્રથમ છે ગૂગલ જેની ક્રોમ બ્રાઉઝરની મોટી યોજનાઓના કારણે માઇક્રોસોફ્ટ તેની હરીફ નિષ્ક્રિયતામાંથી હચમચી ગયું છે અને સોફ્ટવેર અગ્રણીએ તેના પોતાના બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સપ્લોરર પર નવેસરથી ધ્યાન આપવાની ફરજ પડી છે. છેલ્લા બ્રાઉઝર યુદ્ધમાં નેટસ્કેપને પછાડીને માઇક્રોસોફ્ટના વિજય બાદ તેણે આઇઇ (IE)ની ક્ષમતા વધારવાના પ્રયાસ અટકાવી દીધા હતા. હવે તે ફરી સક્રિય છે.”[141] મોઝિલાએ જણાવ્યું હતું કે વેબ બ્રાઉઝર માર્કેટમાં ક્રોમનો પ્રવેશ કોઇ “વાસ્તવિક આશ્ચર્ય નથી.” “ક્રોમનો ઉદ્દેશ ફાયરફોક્સ સાથે સ્પર્ધા કરવાનો નથી” અને વધુમાં કહ્યું હતું કે તેનાથી મોઝિલા સાથે ગૂગલના આવકના સંબંધ પર અસર નહીં થાય.[142][143]
Chrome's design bridges the gap between desktop and so-called "cloud computing." At the touch of a button, Chrome lets you make a desktop, Start menu, or Quick Launch shortcut to any Web page or Web application, blurring the line between what's online and what's inside your PC. For example, I created a desktop shortcut for Google Maps. When you create a shortcut for a Web application, Chrome strips away all of the toolbars and tabs from the window, leaving you with something that feels much more like a desktop application than like a Web application or page.
9 સપ્ટેમ્બર, 2008ના રોજ ક્રોમ જ્યારે બિટામાં હતું ત્યારે જર્મન ફેડરલ ઓફિસ ફોર ઇન્ફર્મેશન સિક્યોરિટી (BSI)એ ક્રોમના તેમના પ્રથમ પરીક્ષણ વિશે નિવેદન બહાર પાડ્યું હતું જેમાં ગૂગલના જર્મન વેબ પૃષ્ઠ પર અગ્રણી ડાઉનલોડ લિંક્સ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કારણ કે બિટા વર્ઝન સામાન્ય વપરાશના એપ્લિકેશન્સ માટે લાગુ થવું ન જોઇએ અને બ્રાઉઝરના ઉત્પાદકોએ પ્રિ-રિલીઝ્ડ સોફ્ટવેરના ઉપયોગ વિશે યોગ્ય સૂચનાઓ પૂરી પાડવી જોઇએ. તેમણે જોકે વેબની સુરક્ષા સુધારવા માટે બ્રાઉઝરના તકનીકી યોગદાનની પ્રશંસા કરી હતી.[145]
ક્રોમના વૈકલ્પિક યુસેઝ સંગ્રહ અને ટ્રેકિંગ વિશેની ચિંતાઓની વિવિધ પ્રકાશનોમાં નોંધ લેવાઇ છે.[146][147] 2 સપ્ટેમ્બર 2008ના રોજ સીએનઇટી (CNET) સમાચાર આઇટમ[148]માં પ્રારંભિક બિટા રિલીઝ માટેની સેવાની શરતોના એક ફકરા તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું જેમાં ક્રોમ બ્રાઉઝર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતી દરેક સામગ્રી માટે ગૂગલને લાઇસન્સ ફાળવવામાં આવ્યું હોય તેમ જણાતું હતું. સંબંધિત ફકરો ગૂગલની સામાન્ય સેવાની શરતોમાંથી લેવામાં આવ્યો હતો.[149] તે જ દિવસે ગૂગલે આ ટીકાનો જવાબ આપતા જણાવ્યું હતું કે તેમાં વપરાયેલી ભાષા અન્ય પ્રોડક્ટમાંથી લેવામાં આવી હતી અને સેવાની શરતોમાંથી તે ફકરો દૂર કરવામાં આવ્યો હતો.[150] ગૂગલે એ બાબતની નોંધ લીધી હતી કે “આ ફેરફાર તમામ યુઝર્સને પાછલી અસરથી લાગુ થશે જેમણે ગૂગલ ક્રોમ ડાઉનલોડ કર્યું હોય.”[151] આ પ્રોગ્રામથી ગૂગલને પરત કઇ માહિતી મળે છે તે વિશે ત્યાર બાદ ચિંતા અને ગુંચવણ હતી. કંપનીએ જણાવ્યું હતું કે યુસેઝના મેટ્રીક્સ ત્યારે જ મોકલવામાં આવે છે જ્યારે બ્રાઉઝર ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યારે “વપરાશકર્તા ગૂગલને આપોઆપ યુસેઝના આંકડા અને ક્રેશ રિપોર્ટ મોકલીને ગૂગલ ક્રોમને વધુ સારું બનાવવામાં મદદરૂપ બનો” વિકલ્પને પસંદ કરે.[152]
ગૂગલ ક્રોમમાં સામેલ વૈકલ્પિક સૂચન સેવાની ટીકા કરવામાં આવી છે કારણ કે તે ઓમ્નીબોક્સમાં ટાઇપ કરવામાં આવેલી માહિતી યુઝર રિટર્ન હિટ કરે તે અગાઉ ગૂગલને પૂરી પાડે છે. તેના કારણે ગૂગલ યુઆરએલ (URL) સૂચન પૂરા પાડી શકે છે, પરંતુ સાથે સાથે ગૂગલને કોઇ આઇપી (IP) એડ્રેસ સાથે સંકળાયેલ વેબના ઉપયોગની માહિતી પણ આપે છે. હૂડ પ્રાઇવસી બોક્સ હેઠળ પ્રેફરન્સ માં આ ફિચરને પસંદ કરીને બંધ કરી શકાય છે.[153]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.