From Wikipedia, the free encyclopedia
ઉદય કોટક (જન્મ ૧૫ માર્ચ ૧૯૫૯) એ એક ભારતીય બેન્કર છે. તે કોટક મહિન્દ્રા બેંકના એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે.
ઉદય કોટક | |
---|---|
જન્મની વિગત | ૧૫ માર્ચ ૧૯૫૯ મુંબઈ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરીકતા | ભારતીય |
વ્યવસાય | કોટક મહિંદ્રા બેંકના સ્થાપક અને ચેરમેન |
જીવનસાથી | પલ્લવી કોટક |
સંતાન | ૨ |
૧૯૮૦ના દાયકામાં જ્યારે ભારતીય હજી એક સંરક્ષિત અર્થતંત્ર હતું અને આર્થિક વિકાસ કુંઠિત હતો ત્યારે ઉદય કોટકે આકર્ષક પગારવાળી આંતરરાષ્ટ્રીય કંપનીની નોકરી છોડી સ્વયં રોજગાર કરવાનું નક્કી કર્યું.[1] ત્યાર બાદ થોડા વર્ષો સુધી તેમણે બિલ ડિસ્કાઉંટીંગ, શેર દલાલી (સ્ટોક બ્રોકિંગ), ઈનવેસ્ટમેંટ બેંકિંગ, કાર ફાયનાંસ, જીવન વીમો અને મ્યુચલ ફંડ જેવા વિવિધ નાણાંકીય ક્ષેત્રે વિવિધધંધાકીય પહેલ કરી. ૨૨ માર્ચ ૨૦૦૩ના દિવસે ભારતીય કોર્પોરેટ્સના ઇતિહાસમાં કોટક મહિંદ્રા ફાયનાંસ લિમિટેડ આર. બી. આય. દ્વારા બેંકિંગ લાયસન્સ મેળવનારી સૌ પ્રથમ ભારતીય કંપની બની.
૨૦૧૮માં ફોર્બ્સ એ તેમની સંપત્તિ ૧૦૬૦ કરોડ જેટલી આંકી છે.[2] ૨૦૦૬માં તેમણે ગોલ્ડમૅન સૅશ સાથેની ૧૪ વર્ષની ભાગીદારીનો અંત કરી બે ઉપ કંપનીઓમાંના ૨૫% શેર ૭.૨૦ કરોડમાં ખરીદી લીધા હતા.[3]
ઉદય કોટકનો જન્મ ગુજરાતી લોહાણા સમાજના ઉચ્ચ મધ્યમ વર્ગના સંયુક્ત પરિવારમાં થયો હતો.[4] તેમના પરિવારમાં ૬૦ જણાં હતાં જેઓ એક છત નીચે રહેતા અને એક જ રસોડે જમતા હતા. શરૂઓઆતમાં પરિવાર કપાસના ધંધામાં હતો. આ પારિવારિક વ્યવસ્થાને તેઓ "કાર્યમાં મૂડીવાદ અને ઘરમાં સમાજવાદ" એમ ઓળખાવતા.[5]
ક્રિકેટ અને સિતારવાદન તેમના ખાસ શોખ છે. ૨૦૧૪ને એનડીટીવીને આપેલા સાક્ષાત્કારમાં તેમણે જણાવ્યું કે હવે તેઓ સિતાર વગાડી શકતા નથી.
ગણિતશાસ્ત્રમાં મહારતે તેમના વ્યાવસાયિક કારકીર્દીની પસંદગી પર પ્રભાવ પાડ્યો. તેમણે મુંબઈની સિડેનહામ કૉલેજમાંથી સ્નાતકની પદવી મેળવી અને જમનાલાલ બજાજ ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટમાંથી ૧૯૮૨માં વ્યવસ્થાપન વિષયમાં (મેનેજમેન્ટ)માં અનુસ્નાતક પદવી મેળવી.[6]
એમ.બી.એ. પૂર્ણ કર્યા પછી ઉદય કોટકે કોટક કેપિટલ મેનેજમેંટ ફાયનાંસ લિમિટેડ નામની કંપની શરૂ કરી જે પાછળાથી કોટક મહિંદ્રા ફાયનાંસ તરીકે ઓળખાઈ. ૮૦,૦૦૦ યુ.એસ. ડોલર જેટલું ભંડોળ કુટુંબીઓ અને મિત્રો પાસેથી જમા કરી તેમને બિલ ડિસ્કાઉંટીંગ વ્યવસાયની શરૂઆત કરી અને આગળ વધી તે વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડનારી ૧૯ બિલિયન ડોલર (માર્ચ ૨૦૧૪)ની થાપણો ધરાવતી એક મોટી સંસ્થા બની ગઈ. માર્કેટ કેપિટલ અનુસાર આ બેંક ૬૦૦ શાખાઓ સાથે ભારતની ચોથા ક્રમની નીજી બેંક બની રહી.[7][8]
૨૦૧૪ના વર્ષમાં તેમણે ડચ નાણાકીય જૂથ INGની માલિકીની આઈએનજી વૈશ્ય બેંક સાથે ૨૦૪ બિલિયન ડોલરનો કરાર કર્યો, જેને પરિણામે તેમની બેંકના શૅર સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા અને તેમની અસ્કાયતો બમણી થઈ ગઈ.[9]
૨૦૧૫માં તેઓ સામાન્ય વીમા (જનરલ ઈન્સ્યોરેન્સ) ક્ષેત્રમાં ઉતર્યા અને તેમણે સુનીલ મિત્તલની ભારતી એરટેલ સાથે કરાર કરી સ્મોલ પેમેંટ બેંક ચાલુ કરી.
તેમણે કોટક મહિંદ્રા બેંકમાં પોતાનો ભાગ ૪૦% જેટલો લાવી મૂક્યો છે. ૨૦૧૬ સુધી તેમણે તેમનો ભાગ ૩૦% જેટલો કરવો પડશે.
ભારત સરકારની નાણાકીય માળખાગત સુવિધા માટેની કમિટી, ભારતીય પ્રતિભૂતિ ઔર વિનિમય બોર્ડની મૂળભૂત માર્કેટની સલાહકર કમિટી, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ સિક્યૂરીટી માર્કેટ્સ અને ICRIERના બોર્ડ ઑફ ગવર્નર્સ આદિના તેઓ સભ્ય છે. તેઓ મહિન્દ્રા યુનાયટેડ વર્લ્ડ કૉલેજ ઑફ ઈંડિયા અને સી.આય.આયની નેશનલ કાઉન્સીલના સભ્ય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.