દક્ષિણ ગુજરાતમાં નેરોગેજ રેલ્વે લાઈન From Wikipedia, the free encyclopedia
સરા લાઇન દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરા શહેર અને ડાંગ જિલ્લાના વઘઇ ગામ વચ્ચે કાર્યરત નેરોગેજ રેલ્વે સેવા છે. આ રેલ્વેની સ્થાપના ડાંગ જિલ્લામાંથી ઇમારતી લાકડાં લાવવાના હેતુથી કરવામાં આવી હતી.
આ રેલ્વે વાંસદા તાલુકાના સરા ગામમાંથી પસાર થતી હોઇ સરા લાઇન તરીકે ઓળખાય છે.
બીલીમોરા-વઘઇ નેરોગેજ રેલવે લાઇનની શરુઆત સાત-આઠ દાયકા પૂર્વે ગાયકવાડી રાજ વખતે થઇ હતી, પછી તેનો વિકાસ ખાસ થયો નથી. દક્ષિણ ગુજરાતમાં એક માત્ર આ નેરોગેજ રેલવે લાઇન ખોટમાં ચાલતી હોવા છતાં આદિવાસી વિસ્તારના લોકોની સુવિધા માટે ચાલુ છે.
આ રેલવે લાઇનના માર્ગે વરસો જુનું પ્રખ્યાત યાત્રાધામ ઉનાઇ, મોક્ષમાર્ગીઓનું પરમધામ, શુકલેશ્વર મહાદેવ (અનાવલ), વાંસદા રાષ્ટ્રીય વન અભયારણ્ય, જાનકી વન, તોરણિયો ડુંગર, ઘુસ્માઇ માતા મંદિર, પદમડુંગરી, વઘઈ વનસ્પતિ ઉદ્યાન, ગિરાધોધ જોવા લાયક સ્થળો પર આ ગાડી દ્વારા જઇ શકાય છે. સરાગાડી બીલીમોરાથી સવારે ૧૦.૨૦ કલાકે ઉપડે છે અને વઘઇ ૧.૨૦ કલાકે પહોંચાડે છે. આ જ ગાડી ફરી બપોરે ૨.૩૦ કલાકે વઘઇથી ઉપડી બીલીમોરા સાંજે ૫.૩૫ કલાકે પહોંચે છે.
તેવી જ રીતે સાંજે ૭.૪૦ કલાકે બીલીમોરાથી ઉપડી રાત્રે ૧૧.૪૦ કલાકે વઘઇ પહોંચે છે. જે બીજે દિવસે સવારે ૬.૧૫ કલાકે વઘઇથી ઉપડી સવારે ૯.૨૦ કલાકે બીલીમોરા આવે છે. બીલીમોરાથી વઘઇ ૬૨.૦૫ કિ.મી.નું અંતર છે.
બીલીમોરાથી નીકળી વઘઇ ગાડી પહોંચે છે, તેમાં લગભગ ત્રણેક કલાકનો સમય જાય છે.
શ્રાવણ માસના સોમવારે બીલીમોરામાં સોમનાથ મંદિરે મેળો ભરાય છે ત્યારે આ ગાડીમાં મુસાફરોની ભારે ભીડ રહે છે. ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ દરબાર-હોળી-ધુળેટી દરમિયાન ડાંગમાં લોકો ઉત્સવ જોવા આ રેલ્વે માર્ગનો ઉપયોગ કરે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.