તુલસીદાસકૃત રામાયણ From Wikipedia, the free encyclopedia
શ્રીરામચરિતમાનસ અવધી ભાષામાં ગોસ્વામી તુલસીદાસ દ્વારા ૧૬મી સદીમાં રચાયેલ એક મહાકાવ્ય છે. જેમાં ભગવાન રામનું જીવનચરિત્ર અવધી ભાષામાં ચોપાઈ સ્વરૂપે આલેખવામાં આવ્યું છે. શ્રીરામ ચરિત માનસનું ભારતીય સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન છે. ઉત્તર ભારતમાં રામાયણના રૂપમાં ઘણા બધા લોકો દ્વારા દરરોજ વંચાય છે.
શ્રીરામચરિતમાનસ | |
---|---|
શ્રીરામચરિતમાનસનું મુખપૃષ્ઠ | |
માહિતી | |
ધર્મ | હિંદુ ધર્મ |
લેખક | તુલસીદાસ |
ભાષા | અવધી |
શ્લોકો | ૧૦૦૦૦ |
શ્રીરામ ચરિત માનસ ૧૫મી શતાબ્દીના કવિ ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ મહાકાવ્ય છે. જેમ કે તુલસીદાસ એ શ્રીરામચરિત માનસ ના બાલકાણ્ડમાં સ્વયં લખ્યુ છે કે એમણે શ્રીરામચરિત માનસની રચના નો આરંભ અયોધ્યા માં વિક્રમ સંવત ૧૬૩૧ (ઇ.સ. ૧૫૭૪)ની રામનવમી ના દિવસે કર્યો હતો. ગીતાપ્રેસ ગોરખપુરના શ્રી હનુમાન પ્રસાદ પોદ્દાર અનુસાર રામચરિતમાનસ લખવામાં તુલસીદાસ ને ૨ વર્ષ ૭ મહિના ૨૬ દિવસ નો સમય લાગ્યો હતો. તેમણે આ રચના સંવત્ ૧૬૩૩ (ઇ.સ. ૧૫૭૬)ના માર્ગશીર્ષ શુક્લપક્ષ ના રામવિવાહના દિવસે પૂરી કરી હતી. આ મહાકાવ્યની ભાષા અવધી એ હિંદીની એક શાખા છે. રામચરિતમાનસ ને હિંદી સાહિત્યની એક મહાન કૃતિ મનાય છે. શ્રીરામ ચરિતમાનસને સામાન્ય રીતે તુલસી રામાયણ કે તુલસી કૃત રામાયણ પણ કહેવાય છે.
શ્રીરામચરિત માનસમાં શ્રીરામને ભગવાન વિષ્ણુના અવતારના રૂપમાં દર્શાવ્યા છે, જ્યારે મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણમાં શ્રી રામને એક માનવના રૂપમાં દેખાડ્યા છે. તુલસીના પ્રભુ રામ સર્વશક્તિમાન હોવા છતાં મર્યાદા પુરુષોત્તમ છે. શરદ નવરાત્રિમાં આના સુન્દર કાણ્ડનુ પઠન પુરા નવ દિવસ થાય છે.
રામચરિતમાનસ ને તુલસીદાસે સાત કાણ્ડોં મા વિભક્ત કરેલ છે. આ સાત કાણ્ડોં ના નામ છે - બાલકાણ્ડ, અયોધ્યાકાણ્ડ, અરણયકાણ્ડ, કિષ્કિન્ધાકાણ્ડ, સુન્દરકાણ્ડ, લંકાકાણ્ડ અને ઉત્તરકાણ્ડ. છંદો ની સંખ્યા અનુસાર અયોધ્યાકાણ્ડ અને સુન્દરકાણ્ડ અનુક્રમે સૌથી મોટો અને નાનો કાણ્ડ છે. તુલસીદાસ એ રામચરિતમાનસ મા હિંદી ના અલંકારો ( વિશેષ કરીને અનુપ્રાસ અલંકાર) નો ખૂબ જ સુંદર પ્રયોગ કરેલ છે.
રામચરિતમાનસના પ્રારંભમાં જ તુલસીદાસે રામકથાના ઉદગમની વાત કરી છે. એમણે કહ્યું છે કે મૂળમાં આ કથા શંકર ભગવાને પાર્વતીને કહી છે. પછી યાજ્ઞવલ્કયએ ભારદ્વાજને સંભળાવી છે. તે પછી કાકભુશુંડીએ ગરુડને એની એ જ કથા કહી સંભળાવી હતી. તુલસીદાસે લખ્યું છે કે રામના અનેક પ્રકારના અવતારો થયા છે અને હજી સુધી સહસ્ર પ્રકારની રામાયણો લખાઈ છે. છતાંય તુલસીદાસે રામચરિતમાનસના કથાનકને જટિલતાથી મુક્ત રાખ્યું છે. રામની આ વિસ્તૃત કથા ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ચાલ્યા કરે છે. તેની સાથે સાથે અનેક કથા-તંતુઓ ગરુડ અને કાકભુશુંડીનો સંવાદ, ‘શિવ-ચરિત્ર’, ‘શિવ-પાર્વતી સંવાદ’ યાજ્ઞવલક્ય-ભારદ્વાજ વગેરે સંવાદ વણી લેવામાં આવ્યા છે.
કલાદૃષ્ટિએ આ એક ઉત્કૃષ્ટ મહાકાવ્ય ગણાયું છે. ભારતીય સાહિત્યશાસ્ત્રમાં પ્રબંધ કૃતિ માટે સર્ગબદ્ધ કથા હોવી, ઉચ્ચ કુળનો ધીરોદાત્ત નાયક હોવો, શૃંગાર, શાંત તથા વીરરસમાંથી કોઈ એક રસનું અંગી રસ તરીકે હોવું અને અન્ય રસોનું અંગ ભાવથી હોવું, સુન્દર વર્ણન-યોજના, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વિસ્તૃત વિશ્ર્લેષણ હોવું જરૂરી છે, તો પાશ્ર્ચાત્ય સાહિત્યશાસ્ત્રમાં જેને epic કહેવામાં આવે છે તેનાં લક્ષણો હોવાં જરૂરી છે. એ રીતે અતીત સાથેનો કથાતંતુ અહીં છે. વિશ્વની શ્રેષ્ઠ કાવ્યકૃતિઓમાં ‘રામચરિતમાનસ’ને મહત્વનું સ્થાન છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.